Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 216 જંબુલીવપન્નતિ-જાર 11 છે. આ નદી પૂર્વ દિશા તરફ પ્રવાહિત થઈને પૂર્વ લવણ સમુદ્રમાં પ્રવેશે છે. જે પ્રમાણે ગંગા અને સિંધુ એ બે મહાનદીઓનું વર્ણન કરવામાં આવેલું છે. તે પ્રમાણે રક્તા અને રક્તાવતી નદીઓનું વર્ણન પણ સમજી લેવું. એમાં પૂર્વ દિશા તરફ ૨ક્તા નામક મહા નદી વહે છે અને પશ્ચિમ દિશા તરફ રક્તવતી નામની મહાનદ્ય વહે છે, રક્તા નદી પૂર્વ લવણસમુદ્રમાં અનેરક્તાવતી પશિમલવણસુમદ્રમાં પ્રવેશે છે. એમ જાણી લેવું જોઈએ. હે ભદત્તાના શિખરી નામક વર્ષધર પર્વત ઉપર કેટલા કુટો કહેવામાં આવ્યા છે ? 11 ફૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, શિખરી કૂટ, હૈરણ્યવત કૂટ, સુવર્ણકૂલા કૂટ, સુરાદેવી કૂટ, રક્તાદેવી કૂટ, લક્ષ્મી કૂટ, રક્તાવતી કૂટ, ઈલાદેવી કૂટ, ઐરાવત કૂટ, અને તિગિચ્છ ફૂટ એ બધા કૂટો કૂટો પ૦૦, પ૦૦ યોજન પ્રમાણવાળા છે. એમના દેવોની રાજધાનીઓ પોત-પોતાના કૂટોની ઉત્તર દિશામાં આવેલી છે. આ શિખરી નામક વર્ષધર પર્વત ઉપર સિદ્ધાયતન વગેરે સિવાય અન્ય કેટલાક વૃક્ષોના આકાર જેવા કૂટો છે. સવત્મિના રત્નમય છે. એથી એનું નામ શિખરી’ એવું પડ્યું છે. અથવા શિખરી નામક દેવ અહીં રહે છે. આ દેવ મહર્તિક વગેરે વિશેષણો વાળો છે તથા એનું આયુષ્ય એક પલ્યોપમ જેટલું છે. એ બધાં કારણોને લીધે એનું નામ “શિખરી' એવું કહેવામાં આવેલું છે. હે ભદત !આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં ઐરાવત નામક ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે? હે ગૌતમ ! શિખરી વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તથા ઉત્તર દિશ્વર્તી લવણ સમુદ્રની દક્ષિણ દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં ઐરાવત નામક ક્ષેત્ર આવેલું છે. આ ક્ષેત્ર સ્થાણુ બહુલ છે. કંટક બહુલ છે. ઈત્યાદિ ભરતક્ષેત્ર મુજબ જાણવું ઐરાવત ક્ષેત્ર પણ 6 ખંડોથી મંડિત છે. અહીં પણ ઐરવત નામક ચક્રવર્તી અહીંના 6 ખંડો ઉપર શાસન કરે છે. એરવત ચક્રવર્તી પણ સકલ સંયમ ધારણ કરીને મુક્તિ રમાનું વરણ કરે છે. આ ઐરવત ચક્રવર્તી તેનો સ્વામી હોવાથી તથા ઐરવત નામક મહર્લૅિક દેવ આ ક્ષેત્રમાં નિવાસ કરે છે, એથી આ ક્ષેત્રનું નામ ઐરવત એવું કહેવામાં આવેલું છે. | વજ્જારો-૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (વક્ષસ્કાર-પ) [212-2 14] જ્યારે એક-એક ચક્રવર્તી દ્વારા વિજેતવ્ય ક્ષેત્ર ખંડ 35 ભગવંત તીર્થકર ઉત્પન્ન થાય તે કાળે. તે સમયે અધોલોકમાં વસનારી આઠ મહત્તરિકા દિક્કમાં રિકાઓમાંથી દરેકે દરેકના આસનો ચલાયમાન થવા લાગ્યા. ત્યારે તેમણે પોતાના અવધિજ્ઞાનનો વ્યાવૃત કર્યું. તેનાથી ભગવાન તીર્થકરને જોયા. અને પછી તેમણે એક બીજાને બોલાવ્યા આ પ્રમાણે વાતચીત કરી. જંબૂઢીપ નામક દ્વીપમાં ભગવાનું તીર્થંકર ઉત્પન્ન થયા છે. તો અતીત, વર્તમાન તેમજ અનાગત મહત્તરિકા આઠ દિકુમારિકા ઓનો એ આચાર છે કે તેઓ ભગવાન તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે, એવો નિર્ણય કરીને પછી તેમાંથી દરેકે પોત-પોતાના આભિયોગિક દેવોને બોલાવ્યા. આ પ્રમાણે કહ્યું હે દેવાનપ્રિય ! તમે લોકો શીઘ હજારો સ્તંભોવાળા તેમજ જેમનામાં લીલા કરતી સ્થિતિમાં અને પુત્તલિકાઓ શોભા માટે બનાવવામાં આવી છે એવા ‘પૂર્વે વિમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org