Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 214 જંબુલીવપન્નતિ-૨૦૮ વાળો છે. અને એથી જ એનો પ્રકાશ નીલવર્ણનો હોય છે. નીલવર્ણના યોગથી આને નીલવાનું નામથી સંબોધવામાં આવેલો છે. પર્વતનો અધિપતિ નીલવાનું દેવ છે. તે અહીં રહે છે. આ મહર્લિંક દેવ છે. યાવતું એક પલ્યોપમ જેટલું એનું આયુષ્ય છે. એથી હે ગૌતમ ! મેં આ વર્ષધરનું નામ “નીલવાનું એવું કહ્યું છે. અથવા આ પર્વત સર્વાત્મના વૈડૂર્ય રત્નમય છે એથી વૈડૂર્ય રત્ન સમાનાર્થક નીલ મણિના યોગથી આને નીલવાનું કહેવામાં આવેલો છે. આ નીલવાનું પર્વત યાવત્ નિત્ય છે. [209-211] હે ભદત! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં રમ્યક નામ ક્ષેત્ર કયા સ્થળે આવેલું છે. હે ગૌતમ ! નીલવન્ત પર્વતની ઉત્તર દિશામાં તેમજ રુકિમ પર્વતની દક્ષિણ દિશામાં, પૂર્વ દિવર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તથા પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં હરિવર્ષ ક્ષેત્ર જેવું રમ્યક ક્ષેત્ર આવેલું છે. પરંતુ હરિવર્ષ ક્ષેત્રની અપેક્ષાએ આ ક્ષેત્રમાં જે વિશેષતા છે તે આ છે કે એની જીવા દક્ષિણ દિશામાં છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં છે નરકાન્તા નદીની પશ્ચિમ દિશામાં તેમજ નારી કાન્તા નર્દીની પૂર્વ દિશામાં રમ્યક ક્ષેત્રમાં તને બહુમધ્ય ભાગમાં આ ગન્ધાપાતી નામે વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલો છે. આનું વર્ણન વિકટાપતિ વૃત્તવૈતાઢય પર્વત જેવું જ જાણવું ગન્ધાપાતી વૃત્ત વૈતાઢયની અપેક્ષાએ જે વિશેષતા છે, તેને સૂત્રકારે પ્રકટ કરી છે. અહીં જે ઉત્પલ વગેરેથી શત સહસ્ત્ર પત્ર સુધીના કમળો છે તે બધાં ગન્ધાપતિ નામે જે તૃતીય વૈતાઢય પર્વત છે, તેના જેવા વર્ણવાળા છે. અને તેના જેવી પ્રભાવાળા છે તથા તેના જેવા આકારવાળા છે.એથી આનું નામ ગન્ધાપાતિ વૃત વૈતાઢય પર્વત એવું કહેવામાં આવેલું છે. બીજી વાત આમ છે કે અહીં પધનામે એક મહર્દિક દેવ રહે છે. એની સ્થિતિ એક પલ્યોપમ જેટલી છે. આ પાદેવની રાજધાની ઉત્તર દિશામાં આવેલી છે. અહીં અનેક પ્રકારના કલ્પવૃક્ષો છે અને સ્વર્ણમણિ ખચિત અનેક પ્રકારના પ્રદેશો છે. આથી આ ક્ષેત્ર રમણીય થઈ ગયું છે. એટલા માટે જ આ ક્ષેત્રનું નામ રમ્યફ એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. આ રમ્યક ક્ષેત્રમાં રમ્યક નામે દેવ રહે છે. એથી આ મહર્તિક દેવ વગેરેના સંબંધથી પણ આ ક્ષેત્રનું નામ રમ્યક એવું કહેવામાં આવ્યું છે. હે ભદત ! આ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં રુમિ નામે વર્ષધર પર્વત ક્યા સ્થળે આવેલો છે? હે ગૌતમ ! રમ્યક ક્ષેત્રની દક્ષિણ ઉત્તર દિશામાં તેમજ હૈરણ્યવત ક્ષેત્રની દિશામાં પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તથા પશ્ચિમ દિગવર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જબૂદ્વીપ નામક દ્વીપમાં રમિ નામે વર્ષધર પર્વત આવેલો છે. આ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળો છે. મહા હિમ વાનું પર્વતની જેમ બધું જાણવું. એની જીવા-પ્રત્યંચાકાર પ્રદેશ દક્ષિણ દિશામાં છે અને ધનુપૃષ્ઠ ઉત્તર દિશામાં છે. આ પર્વત ઉપર મહા પુંડરીક નામે દૂહ છે. એમાંથી નરકાન્તા નામે મહાનદી દક્ષિણ તોરણ દ્વારથી નીકળી છે. અને આ પૂર્વદિગ્દર્તી લવણ સમુદ્રમાં જઈને મળે છે. આ નરકાન્તા નદીની વક્તવ્યતા રોહિતા નદીની જેમ છે. આ રુક્ષ્મીવર્તી મહા પુંડરીક દૂહથી ઉત્તર તોરણ દ્વારથી-રૂપકુલા નામે મહા નદી પણ નીકળી છે. અને આ હરિકાન્તા નદીની જેમ પશ્ચિમ દિગ્વત લવણ સમુદ્રમાં જઇને મળે છે હરિકાન્તા નામે મહાનદી હરિવર્ષ ક્ષેત્રમાં વહે છે. શેષ કથન પોત-પોતાના ક્ષેત્રવર્તી નદીના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org