Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 212 જબુદ્ધીવપત્નત્તિ-૪૨૦૦ સુધી લાંબી છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એના પંચ શત યોજન પ્રમાણ આવામાદિ પ્રમાણ વિશે પૂર્વોક્ત અભિલાપ મુજબ સમજી લેવું જોઈએ. યાવત તેના બહુ મધ્યદેશમાં એક સિંહાસન છે, આ સિંહાસન આયામ અને વિખંભની અપેક્ષાએ પ00 ધનુષ જેટલું છે, તથા 250 ધનુષ જેટલી એની મોટાઈ છે. સિંહાસનની ઉપર ભરતક્ષેત્ર સંબંધી તીર્થકરને સ્થાપિત કરીને અનેક ભવનપતિ, વાનયંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ તેમનો જન્માભિષેક કરે છે. આ શિલા દક્ષિણ દિશાભિમુખ વાળી છે. આ તરફ જ ભરતક્ષેત્ર છે. ભરત ક્ષેત્રમાં એક કાળમાં એક જ તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે એક તીર્થકરના જન્માભિષેક માટે એક જ સિંહાસન પર્યાપ્ત છે. રક્ત શિલા નામે આ તૃતીય શિલા પંદર ચૂલિકાની પશ્ચિમ દિશામાં અને કંડકવનની પશ્ચિમ દિશાની અંતિમ સીમાના અંતમાં પંડક વનમાં આવેલી છે. આ શિલા. સવત્મિના સુવર્ણમયી છે અને આકાશ તેમજ રફટિક મણિ જેવી નિર્મળ છે. આ ઉત્તરથી દક્ષિણ સુધી લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તીર્ણ છે યાવતુ એનું પ્રમાણ પણ આ પ્રમાણે છે કે પ00 યોજન જેટલી એની લંબાઈ છે અને ૨પ૦ યોજન જેટલી એની પહોળાઈ છે તેમજ અનો આકાર અર્ધ ચન્દ્રમાં જેવો છે. એની મોટાઈ ચાર યોજન જેટલી છે. આ શિલા સવત્મિના તપનીય સુવર્ણમયી છે અને આકાશ તેમજ સ્ફટિક જેવી નિર્મળ છે. આ શિલાની ઉત્તર દક્ષિણ દિશામાં બે સિંહાસનો આવેલા છે. એમાં જે દક્ષિણ દિશ્વર્તી સિંહાસન છે તેની ઉપર દેવ-દેવીઓ પ્રભુનો જન્માભિ ષેક કરે છે. એટલે કે પશ્ચિમ મહાવિદેહ નામક જે ક્ષેત્ર છે કે જેના શિતોદા મહાનદી વડે દક્ષિણ અને ઉત્તર ભાગ રૂપ બે ભાગો થઈ ગયા છે અને જેના દરેક ભાગમાં એક-એક જિનેન્દ્રની એકી સાથે ઉત્પત્તિ થાય છે. તેના દક્ષિણ ભાગમાં આઠ પહ્માદિ વિજયો આવેલ છે. ઉત્તર ભાગનાં આઠ વપ્રાદિ વિયો આવેલો છે. એમાં દક્ષિણ ભાગ ગત આઠ પહ્માદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરનો જન્માભિષેક તો દક્ષિણ દિભાવર્તી સિંહાસન ઉપર હોય છે. જે ઉત્તર દિશ્વર્તી સિંહાસન છે તેની ઉપર આઠ વપ્રાદિ વિજય ગત તીર્થંકરનો જન્માભિષેક હોય છે. મંદર ચૂલિકાની ઉત્તર દિશામાં તેમજ પંડક વનની ઉત્તર સીમાના અંતમાં પડક વનમાં રક્ત કંબલ શિલા નામે શિલા આવેલી છે. આ શિલા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તર-દક્ષિણમાં વિસ્તીર્ણ છે. આ શિલા સર્વાત્મના તપ્ત સુવર્ણમયી છે. આકાશ તેમજ સ્ફટિક મણિ જેવી નિર્મળ છે. એના મધ્ય ભાગમાં એક સિંહાસન આવેલું છે. એની ઉપર ઐરાવત ક્ષેત્રની અંદર ઉત્પન્ન થયેલા તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે. ઐરાવત, ક્ષેત્રમાં પણ એક કાલમાં એક જ તીર્થકરનો જન્મ થાય છે. એથી તેમના અભિષેક માટે આ શિલાનો ઉપયોગ થાય છે. 2i01-208] હે ભદત ! મંદર પર્વતના કેટલા કાંડોનવિભાગો આવેલા છે ? 1 અધતનકાંડ, 2 મધ્યકાંડ ઉપરિતનકાંડ. હે ગૌતમ ! અધસ્તન કાંડ ચાર પ્રકારનો કહેવામાં આવેલ છે. જેમકે એક પૃથ્વી રૂ૫, બીજે ઉપલ રૂ૫. ત્રીજો વજ રૂપ ને ચોથો શર્કરા એટલે કે કાંકરા રૂપ. મધ્યમ કાંડ ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. એક રત્ન રૂપ, સ્ફટિક રૂપ, જાત રૂ૫ અને સુવર્ણ રૂપ. એ ઉપરિતન કાંડ એક જ પ્રકારનો કહેવામાં આવેલ છે. અને આ સર્વાત્મને જંબૂનમય-રક્ત સુવર્ણમય છે. અધસ્તન કાંડની ઊંચાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org