Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વબારો-૪ 25 હે ભદત ! રુક્ષ્મી નામના આ વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! આઠ ફૂટ આવેલા છે. સિદ્ધાયતન કૂટ, રુમીકૂટ, રમ્યકકૂટ નરકાન્તાકૂટ બુદ્ધિફૂટ રુપ્પકૂલાકૂટ હૈરણ્યવતકૂટ મણિકંચનકૂટ આ પ્રમાણે એ આઠ કૂટો છે. એ બધા ફૂટ પ00, 500 યોજન જેટલા વિસ્તારવાળા છે. તથા એ કૂટોના જે અધિપતિ દેવો છે તે બધાની રાજધાનીઓ પોતપોતાના કુટોની ઉત્તર દિશામાં આવેલી છે. આ પર્વત રજત મય છે તેમજ રજતમય આનો પ્રકાશ હોય છે, તેમજ આ સવત્મિના રજતમય છે. આથી આ વર્ષધર પર્વતનું નામ રુમી એવું છે. તેમજ અહીં રુક્ષ્મી નામે દેવ રહે છે. આ દેવ મહર્દિક યાવતુ પલ્યોપમ જેટલી સ્થિતિવાળો છે. હે ભદત ! હૈરણ્યવત નામક ક્ષેત્ર આ જંબૂઢીપ નામક દ્વીપમાં કયા સ્થળે આવેલું છે ? હે ગૌતમ ! રમી નામક વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તેમજ શિખરી નામક વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં આ જંબૂઢીપ નામક દ્વીપમાં હૈરણ્યવત. નામક ક્ષેત્ર આવેલું છે. આ પ્રમાણે દક્ષિણ દિશ્વર્તી હૈમવત ક્ષેત્રની જેમજ આ ઉત્તર દિશ્વર્તી હૈરણ્યવત ક્ષેત્રની જાણવું. પરંતુ વિશેષતા આટલી જ છે કે એની જીવા-ધનુ પ્રત્યંચાકાર પ્રદેશ-દક્ષિણ દિશામાં છે અને ધનુપૃષ્ઠ એનું ઉત્તર દિશામાં છે. હે ભદન્ત! હેરણ્ય ક્ષેત્રમાં માલ્યવત્ પયય નામે વૃત્તવૈતાઢ્ય પર્વત કયા સ્થળે આવેલો છે ? હે ગૌતમ! સુવર્ણ કૂલમહાનદીની પશ્ચિમ દિશામાં તથા રૂપ્ય કુલા મહાનદીની પૂર્વ દિશામાં, હૈરવત ક્ષેત્રના બહુ મધ્ય દેશમાં માલ્યવન્ત પયય નામક વૃત્તવૈતાઢય પર્વત આવેલો છે. આનું વર્ણન શબ્દાપાતી નામક વૃત્ત વૈતાઢય પર્વત જેવું જ છે. એનું જે માલ્યવન્ત પર્યાય એવું જે નામ કહેવામાં આવેલું છે, તેનું કારણ એ છે કે અહીંના ઉત્પલો અને કમળોની પ્રભા માલ્યવંત જેવી વર્ણવાળી પણ છે. તેમજ અહીં પ્રભાસ નામક દેવ રહે છે. તે દેવ મહદ્ધિક યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો છે. એથી હે ગૌતમ! એનું નામ માલ્યવંત પયય એવું રાખવામાં આવ્યું છે, આ દેવની રાજધાની આ પર્વતની ઉત્તર દિશામાં આવેલી છે. હે ભદત! આપશ્રીએ શા કારણથી હેરણ્ય વંત ક્ષેત્ર એવું નામ કહ્યું છે? હૈરણ્યવત ક્ષેત્ર દક્ષિણ અને ઉત્તર પાર્શ્વભાગોમાં રમી અને શિખરી એ બે વર્ષધર પર્વતોથી આવૃિત છે. એ કારણથી જ એનું નામ હૈરવત ક્ષેત્ર એવું પ્રસિદ્ધ થયું છે. તેમજ અહીં હૈરણ્યવત નામક દેવ રહે છે. આ દેવ મહર્તિક યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો છે. એથી પણ આનું નામ હૈયેવત ક્ષેત્ર એવું કહેવામાં આવેલું છે. ' હે ભદત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં શિખરી નામક વર્ષધર પર્વત કયા સ્થળે આવેલો છે ? હે ગૌતમ! હૈયેવત ક્ષેત્રની ઉત્તર દિશામાં તથા ઐરાવત ક્ષેત્રની દક્ષિણ દિશામાં પૂર્વદિગ્વતી લવણસમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્દર્તી લવણ સમુદ્ર ની પૂર્વ દિશામાં -દ્રહિમવાનું પર્વત જેવો આ છઠો શિખરી વર્ષધર પર્વત કહેવામાં આવેલો છે. જે પ્રમાણે મુદ્ર હિમવાનું પર્વતનું વર્ણન પહેલાં કરવામાં આવેલું છે. તેવું જ વર્ણન શિખરી પર્વતનું પણ સમજવું. પરંતુ આ કથન મુજબ એની જીવા દક્ષિણ દિશામાં છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં છે. શેષ બધું કથન પ્રથમ વર્ષધર પર્વત જેવું જ છે. એની ઉપર પુંડરીક નામે દૂહ છે. એના દક્ષિણ તોરણ દ્વારથી સુવર્ણ કૂલા નામે મહાનદી નીકળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org