Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૪ 263 એક હજાર યોજન છે. મધ્યમ કાંડની ઊંચાઇ 63 હજાર યોજન છે. આ કથનથી ભદ્રશા લવન, નંદનવન, સૌમનસવન, અને બે અત્તર એ બધા મન્દર પર્વતના મધ્યકાંડમાં અન્તભૂત થઈ જાય છે. ઉપરિતન કાંડની ઊંચાઈ 36 હજાર યોજન છે. આ પ્રમાણે આ. મંદર પર્વતનું કુલ પ્રમાણ એક લાખ યોજન છે. હે ભદત ! મંદર પર્વતના કેટલા નામો કહેવામાં આવેલા છે? 16 નામો છે. મન્દર મેર મતોરામ સુદર્શન સ્વયંપ્રભ ગિરિરાજ રત્નોય શિલોચ્યય મધ્યલોક નાભિ અચ્છ સૂયવત સૂર્યાવરણ ઉત્તમ દિગાદિ' હે ભદત ! આ પર્વતનું મન્દર એવું નામ આપશ્રીએ શા કારણથી કહ્યું છે? હે ગૌતમ! મન્દર પર્વત ઉપર મન્દર નામક દેવ રહે છે. તે મહર્લિંક વગેરે વિશેષણો વાળો છે. તથા એક પલ્યોપમ જેટલી એની સ્થિતિ છે. એથી આનું નામ મન્દર પર્વત એવું કહેવામાં આવેલું છે. અથવા આનું આવું નામ અનાદિ નિષ્પન્ન છે. હે ભદેત ! આ જેબૂદ્વીપ નામક દ્વીપમાં નીલવાનું નામે વર્ષધર પર્વત કયા સ્થળે આવેલો છે? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રની ઉત્તર દિશામાં તેમજ રમ્યક ક્ષેત્રની દક્ષિણ દિશામાં અને પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમદિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જંબૂઢીપ નામક દ્વીપમાં નીલવાન નામે વર્ષધર પર્વત આવેલ છે. આ વર્ષધર પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. જેવી વક્તવ્યતા નિષધ વર્ષધર પર્વતના સમ્બન્ધમાં કહેવામાં આવેલી છે, તેવી જ છે. એની જીવા દક્ષિણ દિશામાં આવેલી છે અને ધનુષ્પષ્ઠ ઉત્તર દિશામાં આવેલું છે. આ વર્ષધર પર્વત ઉપર કેશરી દ્રહ છે. એના દક્ષિણ તોરણ દ્વારથી સીતા મહાનદી નીકળી. છે. અને ઉત્તર કુરુમાં પ્રવાહિત થતી યમક પર્વતો તેમજ નીલવાનું ઉત્તર કુર, ચન્દ્ર, ઐરાવત અને માલ્યવાનું એ પાંચ દ્રહોને વિભક્ત કરતી-કરતી 84 હજાર નદીઓથી સંયુક્ત થઈને આગળ પ્રવાહિત થતી તે મહાનદી મન્દર પર્વતને બે યોજન દૂર મૂકીને પૂર્વાભિમુખ થઈને પાછી ફરે છે અને નીચેની તરફ માલ્યવાન વક્ષસ્કાર પર્વતને મૂકીને તે મન્દર પર્વતની પૂર્વ દિશા તરફ થઈને, પૂર્વ વિદેહ વાસને બે ભાગોમાં વિભક્ત કરી નાખે છે. પછી ત્યાંથી એક-એક ચક્રવર્તી વિજયમાંથી 28-28 હજાર નદીઓ વડે સપૂરિત થઇને કુલ 32000 નદીઓથી યુક્ત થઇને તે વિજય દ્વારની જગતીને નીચેથી વિદણ કરીને પૂર્વ દિશા તરફ વર્તમાન લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. શેષ બધું શીતોદા નદીના પ્રકરણ મુજબ જ સમજી લેવું જોઇએ. એજ નીલવાનું પર્વતમાંથી નારી કાના નામે નદી પણ ઉત્તરાભિમુખી થઈને નીકળે છે. જે ગંધાપાતિ વૃતવૈતાઢ્ય પર્વત છે, તેને 1 યોજન દૂર મૂકીદે છે અને પશ્ચિમ દિશા તરફ વળી જાય છે. અહીંથી આગળનું બધું કથન હરિકાન્તા. નદીના પ્રકરણમાં કહ્યા મુજબ જ છે. હે ભદત ! નીલવાનું વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ ! નીલવાન ! વર્ષધર પર્વત ઉપર નવ કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, નીલવસ્કૂટ, પૂર્વ વિદેહ, સીતા કૂટ, કીતિકૂટ, નારીકૂટ, અપરવિદેહ, રમ્યકકૂટ, ઉપદર્શનકૂટ, એ બધા ફૂટો હિમવતુ કૂટની જેમ 500 યોજન જેટલા છે. એથી એમના વિશેની વક્તવ્યતા પણ હિમવત્કટ જેવી જ સમજવી જોઈએ. નીલવાનું નામક દેવીની અને કૂટોના અધિપતિ ઓની રાજધાનીઓ મેરુની ઉત્તર દિશામાં આવેલી છે. એ નીલવાનું પર્વત નીલવર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org