Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 211 વખારો-૪ આગળ 108 ઘંટ, 108 ચંદન કળશો, 108 શૃંગારક, 108 દર્પણો, 108 મોટા-મોટા થાળ. 108 પાત્રીઓ, ઈત્યાદિ રૂપમાં અહીં બધું કથન 108 ધૂપ કટાહો મૂકેલા છે. અહીં સુધી જાણી લેવું. આ મંદર ચૂલિકાની પૂર્વ દિશામાં પંડકવન છે. આ પડક વનમાં પ૦ પચાસ યોજન આગળ ગયા પછી એક વિશાળ સિદ્ધયતન આવેલું છે. આ પ્રમાણે જ પુષ્ક રિણીઓ અને પ્રાસાદાવતંસકો વિષે પણ કહેવામાં આવેલું છે. આ બધાં વિષે સૌમનસ વનના વર્ણનમાં જે પ્રમાણે કહેવામાં આવેલું છે તેવું જ અત્રે પણ સમજી લેવું જોઈએ. યાવત્ તત્ તત્પષ્કરિણી મધ્યવર્તી પ્રાસાદાવતંસકો અને ઈશાનવતંસકેન્દ્ર સંબંધી છે. હે ભદત ! પડુંક વનમાં જિન જન્મ સમયમાં જિનેન્દ્રને સ્થાપિત કરીને અભિષેક કરવામાં આવે છે, એવી અભિષેક શિલાઓ કેટલી કહેવામાં આવેલી છે ગૌતમ ! ત્યાં ચાર અભિષેક શિલાઓ કહેવામાં આવેલી છે. પંડુશિલા પંડુકંબલશિલા, રક્તશિલા અને રક્તકંબલ શિલા. મંદર ચૂલિકાની પૂર્વ દિશામાં તથ પંડકવનની પૂર્વ સીમાના અંતમાં પડકવનમાં પાંડુ શિલા નામક શિલા આવેલી છે. આ શિલા ઉત્તરથી દક્ષિણ સુધી લાંબી છે અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આકાર અર્ધ ચંદ્રના આકાર જેવો છે. પ00 યોજન જેટલો એનો આયામ છે તથા 250 યોજન જેટલો આનો વિધ્વંભ છે. બાહુલ્ય ચાર યોજન જેટલું છે. આ સર્વાત્મના સુવર્ણમય છે અને આકાશ તથા સ્ફટિક જેવી નિર્મળ છે. ચોમેરથી આ પાવરવેદિકા અને વનખંડથી આવૃત છે. એ પાંડુ શિલાની ચોમેર ચાર ત્રિસોપાન પ્રતિ રૂપકો છે. તે પાંડુ શિલાની ઉપરનો ભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલો છે. યાવતુ અહીં આગળ વ્યંતર દેવો આવે છે અને આરામ વિશ્રામ કરે છે. તે બહુ સમરમણીય ભૂમિ ભાગના એકદમ મધ્યમાં ઉત્તર દક્ષિણ દિશાઓ તરફ એટલે કે ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં એક-એક સિંહાસન આવેલું છે. આ સિંહાસન આયામ અને વિખંભની અપેક્ષાએ 500 ધનષ જેટલું છે. તેમજ બાહલ્ય મોટાઈની અપેક્ષાએ 250 ધનુષ જેટલું છે. તે બે સિંહાસનોના મધ્યમાં જે ઉત્તર દિગ્દર્તી સિંહાસન છે, તેની ઉપર અનેક ભવનપતિ, વાનધ્યેતર, જ્યોતિષ્ક અને વૈમા નિક દેવો અને દેવીઓ વડે કચ્છાદિ વિજ્યાદકોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને સ્થાપિત કરીને જન્મોત્સવના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. તેમજ જે દક્ષિણ દિગ્દર્તી સિંહાસનો છે તેની ઉપર વત્સાદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થકરોને અનેક ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક તેમજ વૈમાનિક દેવો વડે જન્માભિષેકના અભિષેકથી અભિષિક્ત કરવામાં આવે છે. આ પાંડુશિલા પૂર્વાભિમુખવાળી છે અને તેની જ સામે પૂર્વ મહાવિદેહ નામક ક્ષેત્ર આવેલું છે. ત્યાં એકીસાથે બે તીર્થંકરો ઉત્પન્ન થાય છે. એમાં શીતા મહા નદીના ઉત્તર દિશ્વર્તી કચ્છાદિ વિજ્યાષ્ટકમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરો છે. એમનો અભિષેક ઉત્તર દિશ્વત સિંહાસન ઉપર થાય છે અને શીતા મહાનદીના દક્ષિણ દિગ્વત વત્સાદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરોનો અભિષેક દક્ષિણ દિગ્દર્તી સિંહાસન ઉપર થાય છે. મન્દર ચૂલિકાની દક્ષિણ દિશામાં અને પંડકવનની દક્ષિણ સીમાન અત્ત ભાગમાં પડકવનમાં પંડૂકંબલ શિલા નામે શિલા આવેલી છે. આ શિલા પૂર્વથી પશ્ચિમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org