Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વક્કાર-૪ 29 મેરુ પર્વતની પૂર્વ દિશામાં જેવું સિદ્ધાયતન કહેવામાં આવેલ છે. આ પ્રમાણે પૂર્વ વગેરે ચારેચાર દિશાઓમાં એક-એક સિદ્ધાયતન છે તેથી કુલ ચાર સિદ્ધાયતનો થયાં તેમજ આ કથન મુજબ વિદિશાઓમાં ઈશાન વગેરે કોણોમાં પુષ્કરિણીઓ પ્રતિપાદિક થઈ છે. એ પુષ્કરિણીઓના વિખંભાદિના પ્રમાણ ભદ્રશાલવનની પુષ્કરિણીયોના વિખંભાદિ ના પ્રમાણ જેવું જ છે, સિદ્વાયતનોના વિધ્વંભાદિ પ્રમાણ પણ ભદ્રશાલના પ્રકરણમાં કથિત સિદ્ધાયતનોના પ્રમાણપતુ જ છે. પુષ્કરિણીઓના બહુમધ્ય દેશવતિ પ્રાસાદાવ તંસકો પણ ભદ્રશાલવનવતી નન્દા પુષ્કિિગત પ્રાસાદાવતંસકો જેવો જ છે. હે ભદેત! નન્દનવનમાં કેટલા કૂટો કહેવામાં આવેલા છે ? હે ગૌતમ! ત્યાં નવ કુટો આવેલા છે. નન્દનવન કૂટ, મંદરકૂટ, નિષધકૂટ, હિમવતુ કૂટ, રજત કૂટ, રુચક કૂટ, સાગર ચિત્રકૂટ, વનકૂટ અને બલકૂટ, હે ગૌતમ ! મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલા સિદ્ધાયતનની ઉત્તર દિશામાં તેમજ ઇશાન કોણવત પ્રાસાદાવંતસની દક્ષિણ દિશામાં નન્દન વનમાં નન્દનવન નામે કૂટ આવેલ છે. અહીં પણ મેરને પચાસ યોજન પાર કરીને જ ક્ષેત્રનો નિયમ કહેવાએલો જાણવો જોઈએ. જે પ્રમાણે વિદિગુ હરિકૂટના પ્રકરણમાં ઉચ્ચતા, વ્યાસ, વિખંભ પરિધિ-પરિક્ષેપ વર્ણ, સંસ્થાન દેવ રાજધાની દિશા વિગેરેના દ્વારોથી માંડીને કૂટો વિષે વર્ણન કરવામાં આવેલું છે, તે પ્રમાણે જ અહીં પણ એ કૂટોનું વર્ણન સમજી લેવું. પૂર્વ દિગ્વતી ભવનની દક્ષિણ દિશામાં તેમજ આગ્નેય કોણવતી પ્રાસાદાવાંસકની ઉત્તર દિશામાં વર્તમાન મંદર નામક કૂટ ઉપર મેઘવતી નામક રાજધાની છે. આ રાજધાની કૂટની પૂર્વ દિશામાં આવેલી છે. દક્ષિણ દિશ્વર્તી ભવનની. પૂર્વ દિશામાં તેમજ આગ્નેય કોણવત્ પ્રાસાદાવતંતકની પશ્ચિમ દિશામાં નિષધ નામક કૂટ આવેલ છે. એની અધિષ્ઠાત્રી સુમેધા નામક દેવી છે. એની રાજધાની કૂટની. દક્ષિણ દિશામાં આવેલી છે. દક્ષિણ દિશ્વર્તી ભવનની પશ્ચિમ દિશામાં તેમજ નૈઋત્ય કોણવર્તી પ્રાસાદાવતંકની પૂર્વદિશામાં હૈમવત નામક ફૂટ આવેલ છે. એ કૂટની. અધિષ્ઠાત્રી હેમમાલિની નામક દેવી છે અને એની રાજધાની કૂટની દક્ષિણ દિશામાં આવેલી છે. પશ્ચિમ દિશ્વર્તી ભવનની દક્ષિણ દિશામાં તેમજ નૈઋત્યકોણવત પ્રાસાદાવતંસની ઉત્તર દિશામાં રજત નામક કૂટ આવેલ છે. એ કૂટની અધિષ્ઠાત્રી દેવી સુવત્સા છે. એની રાજધાની કૂટની પશ્ચિમ દિશામાં છે. પશ્ચિમ દિગવતિ ભવનની ઉત્તર દિશામાં તેમજ ઉત્તર પશ્ચિમ દિશ્વત વાયવ્ય કણવત્ પ્રાસાદાવર્તસકની દક્ષિણ દિશામાં રૂચક નામક કૂટ આવેલ છે. અહીંની અધિષ્ઠાત્રી દેવી વત્સમિત્રા નામે છે. એની રાજધાની એ કૂટની પશ્ચિમ દિશામાં આવેલી છે. ઉત્તર દિશ્વર્તી ભવનની પશ્ચિમ દિશામાં તેમજ વાયવ્ય કોણવર્તી પ્રાસાદા વતંકની પૂર્વ દિશામાં સાગરચિત્ર નામક કૂટ આવેલ છે. વજસેના નામે ત્યાં અધિષ્ઠા ત્રી દેવી છે. એની રાજધાની એ કૂટની ઉત્તર દિશામાં આવેલી છે. ઉત્તરદિગ્વત. ભવનની પૂર્વ દિશામાં તેમજ ઈશાન કોણવત્ પ્રાસાદાવતંકની પશ્ચિમ દિશામાં વજ કૂિટ નામક ફૂટ આવેલ છે. એ કૂટની. અધિષ્ઠાત્રી દેવી બલાહિક છે. એની રાજધાની કુટની ઉત્તર દિશામાં આવેલી છે. મન્દર પર્વતની ઈશાન વિદિશામાં નન્દનવનમાં બલ કૂટ નામક કૂટ આવેલ છે. એ કૂટ સહસ્ત્રાંક કૂટ નામથી પણ સુપ્રસિદ્ધ છે. તેના પણ ઈશાન કોણમાં આ બલકૂટ નામક કૂટ છે. અહીં એ કૂટની જે આધારભૂત વિદિશા છે તે 04 Jatrautication International For Private & Personal Use Only www.jainelibrary.org