Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 20. જંબુદ્વિવપન્નત્તિ-૪/૧૯૭ વિશાલતમ પ્રમાણવાળી છે. આ પ્રમાણે નવમ હરિસ્સહ ફૂટની હરિસ્સહા નામે જે રાજધાની છે અહીં બલ નામક દેવ એનો અધિષ્ઠાતા છે. એ બલદેવની રાજધાની એ કૂટની ઈશાન વિદિશામાં આવેલી છે. આ પ્રમાણે મન્દર ગિરિવર્તી જે નન્દન વન છે. [198] હે ભદન્ત! મંદર પર્વત ઉપર સૌમનસ નામક વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નંદન વનના બહુ સમરમણીય ભૂમિ ભાગથી જરા હજાર યોજન ઉપર ગયા. બાદ મંદર પર્વતની ઉપર સમનસવન નામે વન આવેલ છે. આ સૌમનસ વન પાંચો યોજન જેટલા મંડળાકાર રૂપ વિસ્તારથી યુક્ત છે. એનો આકાર ગોળ વલય જેવો છે. મંદર પર્વતની ચોમેર આ સૌમનસવન વીંટળાયેલું છે. એનો બાહ્ય વિસ્તાર 4272 811 યોજન છે. એ સૌમનસ વનમાં ઇશાનાદિ કોણ ક્રમથી 1 સુમના, 2 સૌમનસા, 3 સૌમનાં તેમજ જ મનોરમા એ ઈશાન દિશામાં 4 વારિકાઓ છે. ઉત્તરકુરુ-૧, દેવકુરુ-૨ વારિણા 3, અને સરસ્વતી, 4 અને 4 વાપિકાઓ આગ્નેય દિશામાં આવેલી છે. વિશાલ 1, માઘ ભદ્રા , અભયસેના 3 અને રોહિણી 4 એ વાર વાપિકાઓ નૈઋત્ય કોણમાં આવેલી છે. તથા ભદ્રોત્તરા, ભદ્ર, સુભદ્રા, ભદ્રાવતી એ ચાર વાપિકાઓ વાયવ્ય દિશામાં આવેલી છે. [199-200] હે ભદેત ! મંદર પર્વત ઉપર પડકવન નામક વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! સૌમનવનના બહુ સમરમણીય ભૂમિભાગથી 36 હજાર યોજન ઉપર ગયા પછી જે સ્થાન આવે છે તે સ્થાન પર મંદર પર્વતના શિખર પ્રદેશ ઉપર આ પડકવન નામક વન આવેલું છે. આ સમચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ 494 યોજન પ્રમાણ છે. તેનો આકાર ગોળાકાર વલય જેવો છે. જેમ વલય પોતાના મધ્યમાં ખાલી રહે છે તેમજ આ વન પણ પોતાના મધ્યભાગમાં તરુલતા ગુલ્મ વગેરેથી રહિત છે. આ પડક વન મંદર પર્વતની ચૂલિકાને ચોમેરથી આવૃત કરીને અવસ્થિત છે. આને પરિક્ષેપ કંઇક અધિક 1162 યોજન જેટલો છે. આ પણડક વન એક પઘવર વેદિકાથી. અને એક વનખંડથી ચોમેરથી આવૃત્ત છે. યાવતુ વનખંડ કૃષ્ણ છે. વાનવ્યંતર દેવ અહીં આરામ-વિશ્રામ કરે છે. આ પડક વનના બહુ મધ્યભાગમાં એક પંદર ચૂલિકા નામક ચૂલિકા છે. આ ચૂલિકા 40 યોજન પ્રમાણ ઊંચી છે. મૂલ દેશમાં આનો વિસ્તાર-૧૨ યોજન જેટલો છે. મધ્યભાગમાં આઠ યોજન, શિખર ભાગમાં ચાર યોજન જેટલો છે. મૂલ ભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક 37 યોજન જેટલો. તથા મધ્ય ભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક 25 યોજન જેટલો છે. ઉપરિભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક 12 યોજન જેટલો છે. આ પ્રમાણે આ મૂલમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરિ ભાગમાં પાતળી થઈ ગઈ છે. એથી આનો આકાર ગાયના ઉથ્વત પૂંછ જેવો થઈ ગયો છે. આ સવત્મિના વજમય અને આકાશ તેમજ સ્ફટિક જેવી નિર્મળ છે. - આ મંદર ચૂલિકા એક પાવર વેદિકા અને એક વનખંડથી આવૃત્ત છે. તે ભૂમિ ભાગમાં એક સિદ્ધાયતન આવેલું છે. આ સિદ્ધાયતન આયામમાં એક ગાઉ જેટલું છે. તથા વિસ્તારમાં અધગાઉ જેટલું છે. તથા ઊંચાઇમાં આ કંઈક કમ એક ગાઉ જેટલું છે. આ સિદ્ધાયતના હજારો સ્તંભો ઉપર અવસ્થિત છે. આ સિદ્ધાયતનના બહુ મધ્ય દેશ ભાગમાં એક વિશાળ મણિપીઠિકા આવેલી છે. એ મણિપીઠિકાની ઉપર એક દેવચ્છેદ નામક સ્થાન આવેલું છે. અહીં જિન અથતુ અરિહંતની પ્રતિમાઓ આવેલી છે. એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org