Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 208 જબુતીવપનત્તિ-૪૧૯૬ તેમજ જમીનની અંદર પણ પાંચસો ગાઉ સુધી નીચે ગયેલો છે. મૂલમાં એનો વિખંભ પ૦૦ યોજન જેટલો છે. મધ્યમાં એનો વિસ્તાર ૩૭પ યોજન જેટલો છે અને ઉપર એનો વિસ્તાર 250 યોજન જેટલો છે એને પરિક્ષેપ 1581 યોજન જેટલો છે. મધ્યમાં એનો પરિક્ષેપ કંઈક કમ 1186 યોજનાનો છે, અને ઉપર તેનો પરિક્ષેપ 791 જેટલો છે. આ પવોત્તર દિગહસ્તિ ફૂટનો અધિપતિ પોત્તર નામક દેવ છે. એની રાજધાની ઈશાન કોણમાં આવેલી છે. આ પ્રમાણે જ નીલવન્ત દિહતિ કૂટ મન્દર પર્વતના અગ્નિ કોણમાં તેમજ પૂર્વ દિગ્ગત સીતા મહાનદીની દક્ષિણ દિશામાં આવેલ છે. આ નીલવત્ત નામક દિહસ્તિ કૂટનો અધિપતિ એ જ નામનો છે. એની રાજધાની આ દિહતિ કૂટના આગ્નેય કોણમાં આવેલી સુહતિ નામક દિહતિ કૂટ પણ મંદર પર્વતની આગ્નેય વિદિશામાં આવેલ છે તથા દક્ષિણ દિગ્વતી સીતાદા નદીની પૂર્વ દિશામાં આવેલ છે. આ કૂટનો અધિપતિ પણ સુહસ્તી નામક દેવ છે અને એની રાજધાની આગ્નેય કોણમાં આવેલી છે. અંજનગિરિ નામે જે દિહતિ ફૂટ છે. તે મન્દર પર્વતની નૈઋત્ય દિશામાં છે તથા દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થતી સીતાદા નામની મહાનદીની પશ્ચિમ દિશામાં છે એ કૂટ ઉપર એજ નામનો દેવ રહે છે એની રાજધાની એજ કૂટના નૈઋત્ય કોણમાં આવેલી છે. કુમુદ નામે જે દિહતિ કૂટ છે તે મન્દર પર્વતના નૈઋત્ય કોણમાં આવેલ છે તથા પશ્ચિમ દિશા-તરફ પ્રવાહિત થતી શીતોદા મહાનદીની દક્ષિણ દિશામાં આવેલ છે. આ કૂટનાઅધિપતિનું નામ કુમુદ છે.એની રાજધાની આકૂટના નૈઋત્ય રૂપ દિશામાં આવેલી આ પ્રમાણે પલાશ નામક દિહતિ ફૂટ છે, આ કૂટ પણ મન્દર પર્વતની વાયવ્ય કોણ રૂપ વિદિશામાં આવેલ છે. તેમજ પશ્ચિમ દિશા તરફ પ્રવાહિત થતી શીતોદા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ છે. આ કૂટનો દેવ પલાશ નામથી જ સુપ્રસિદ્ધ છે અને એની રાજધાની વાયવ્ય કોણમાં આવેલી છે. વર્તમાનામક જે દિહતિ કૂટ છે તે મંદર પર્વતની વાયવ્ય-વિદિશામાં આવેલ છે તેમજ ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા મહાનદીની પશ્ચિમ દિશામાં છે. આ કૂટના અધિપતિ દેવનું નામ વતંસ છે. એની રાજધાની વાયવ્ય કોણમાં આવેલી છે. રોચનાગિરિ નામક જે દિહતિ કૂટ છે, તે મન્દર પર્વતની ઈશાન વિદિશામાં આવેલ છે તથા ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા નદીની પૂર્વ દિશામાં આવેલ છે. કુટના અધિપતિનું નામ રોચનાગિરિ છે. એની રાજધાની ઈશાન કોણમાં આવેલી છે. [197 હે ભદેત ! મંદર પર્વતમાં નંદન વન નામે વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! ભદ્રશાલ વનના બહુસમરમણીય ભૂમિ ભાગથી પાંચસો યોજન ઉપર જવા બાદ જે સ્થાન આવે છે, ઠીક તે સ્થાન ઉપર મંદર પર્વતની ઉપર નંદનવન નામક વન આવે છે. આ વન ચક્રવાલ વિખંભની અપેક્ષાએ પાંચસો યોજન જેટલું છે. વૃત્ત છે, આ નંદનવન સુમેરુ પર્વતથી ચોમેર આવૃત છે. સુમેરુ પર્વતનો બાહ્ય વિખંભ 9954-611 યોજના છે. આ ગિરિનો બાહ્ય પરિક્ષેપ કંઈક અધિક 31419 યોજન જેટલો છે અને ભીતરી વિસ્તાર એનો 8954-611 યોજન છે. તેમજ આ ગિરિનો અંદરનો પરિક્ષેપ 28316-8/11 યોજન છે. આ નન્દન વન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત છે. આ મંદર પર્વતની પૂર્વ દિશામાં એક વિશાળ સિદ્ધાયતન આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org