Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વષ્કારો-૪ 207 આટલો જ એમનો પ્રવેશ છે. એ દ્વારો જેત વર્ણવાળાં છે. એમના જે શિખરો છે તે સુંદર સુવર્ણ નિમિત છે. તે ભૂમીભાગના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ મહિપીઠિકા આવેલી છે. તેનો આયામવિખંભ આઠ યોજન જેટલો છે. એનો બાહલ્ય એટલે કે મોટાઈ ચાર યોજન જેટલી છે. આ સર્વાત્મના રત્નમયી છે, અને આકાશ તેમજ સ્ફટિક મણિવતું નિર્મળ છે. મણિપીઠિકાની ઉપર એક દેવચ્છન્દ એટલે કે દેવોને બેસવા માટેનું આસન છે તે આસનનો આયામ-વિખંભ આઠ યોજન જેટલો છે અને તેની ઊંચાઈ પણ કિંઈક વધારે આઠ યોજન જેટલી છે. યાવતું ત્યાં જિન પ્રતિમાઓ છે. અહીં જિન પ્રતિમા ઓથી અરિહંત પ્રતિમાજ સમજાવી આ દેવચ્છેદ સવત્મિના રત્નમય છે. યાવતુ અહીં 108 ધૂપ કટાહો છે. મંદર પર્વતની દક્ષિણ દિશામાં ભદ્રશાલ વનમાં પ૦ યોજન આગળ જવાથી ઉપર ભદ્રશાલવનમાં પ૦ યોજન પ્રવિષ્ટ થયા પછી, મન્દર પર્વતની ચોમેર, ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતનો આવેલા છે. મન્દર પર્વતના ઈશાન કોણમાં ભદ્રશાલવનને 50 યોજન વટાવી જઈએ ત્યારબાદ જે સ્થાન આવે છે ત્યાં નન્દા નામક ચાર શાશ્વત પુષ્કરિણીઓ છે તેમના નામો આ પ્રમાણે છે પદ્મા, પપ્રભ, કુમુદા અને કુમુદપ્રભા. પુષ્કરિણીઓ આયામની અપેક્ષાએ 50 યોજન જેટલી છે. અને વિખંભની અપેક્ષાએ 25 યોજન જેટલી છે. તેમજ એમની ગંભીરતા 10 યોજન-જેટલી છે. ચારે દિશાઓમાં તોરણ-બહિદ્ધર છે. પુષ્કરણીના મધ્ય ભાગમાં આવેલ પ્રાસાદાવતંસક ઊંચાઈમાં 5 યોજન જેટલો છે. ૨પ૦ યોજન જેટલો એનો વિષ્કક છે. આ પ્રમાણે જ મન્દર મેના ભદ્રશાલવનની અંદર પ૦ યોજના ગયા પછી આગ્નેય કોણમાં ચાર પુષ્કરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે છે. ઉત્પલગુલ્મા-૧, નલિના-૨, ઉત્પલા-૩, અને ઉત્પલોજ્જ વલા 4. એ પુષ્કરિણીઓના પણ ઠીક મધ્યભાગમાં એક પ્રાસાદાવતંસક છે. એનું પ્રમાણ પણ ઈશાન કોણગત પ્રાસાદાવતંસક જેટલું જ છે. આ પ્રાસાધવંતસક દેવેન્દ્ર દેવરાજનો છે. અહીં શક્રેન્દ્ર પોતાના પરિવાર સાથે રહે છે. આ પ્રમાણે નૈઋત્ય કોણમાં પણ ચાર પુષ્પરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે છે ભૂંગા-૧, ભંગનિભા-૨, અંજના 3, અને અંજનપ્રભા 4. આ પુષ્કરિણીઓના ઠીક મધ્યભાગમાં પ્રાસાદાવંતસક છે. આ પ્રાસાદાવંતસક પણ શક્રેન્દ્ર વડે અધિતિ છે. આ પ્રમાણે વાયવ્ય કોણમાં પણ પુષ્કરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે શ્રી કાન્તા, શ્રી ચન્દ્રા, શ્રી મહિતા અને શ્રી નિલયા. એમના મધ્ય ભાગમાં પણ પ્રાસાદાવતંસક આવેલા છે. એ પ્રાસાદાવંતસક ઈશાનેન્દ્રનો છે. આ મંદિર પર્વતવર્તી ભદ્રશાલ વનમાં કેટલા દિહ સ્તિ કૂટો આવેલા છે એ કૂટો ઈશાન વગેરે વિદિશાઓમાં તેમજ પૂવદિ દિશાઓમાં હોય છે. અને આકાર એમનો હસ્તિક જેવો હોય છે. એથી જ એ હસ્તિકૂટ કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે- પડ્યો ત્તર-૧, નીલવાનુ-૨, સુહસ્તિ 3, અંજનગિરિ-૪, કુમુદ-૫. પલાશ-૬, વંતસ-૭, અને રોચનાગિરિ કે રોહણાગિરિ, મંદર પર્વત ઉપર વર્તમાન ભદ્રશાલિવનમાં પદ્મોત્તર નામક દિહતિ કૂટ ક્યા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મંદર પર્વતની ઉત્તર દિશા અને પૂર્વ દિશાના અંતરાલમાં તેમજ પૂર્વ દિગ્દર્તીિ શીતા મહા નદીની ઉત્તર દિશામાં પક્વોત્તર નામક દિગહતિ ફૂટ આવેલ છે આ કૂટ પાંચસો યોજન જેટલી ઊંચાઈવાળો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org