Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૪ 205 રક્તવર્ણ હોવાથી દિશાઓ અને વિદિશાઓમાં ચમકતો રહે છે. એથી લોકોને એવું લાગે છે કે એ વિદ્યુતનો પ્રકાશ જ છે. ભાસ્વર હોવાથી એ પોતાના નિકટવર્તી પદાર્થોને પણ પ્રકાશયુક્ત કરે છે અને સ્વયં પણ પ્રકાશિત થાય છે. એથી જ હે ગૌતમ ! મેં એનું નામ વિધુત્રભ એવું કહ્યું છે. બીજી વાત એ છે કે અહીં વિઘુપ્રભ નામે દેવ રહે છે, એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. વિદ્યુત જેવી આભાવાળા હોવાથી તેમજ વિધુત્રભ દેવનું નિવાસ સ્થાન હોવા બદલ આ પર્વતને વિદ્યુપ્રભા નામથી સંબોધમાં આવે છે. 187-19e આ પ્રમાણે પદ્મ નામક વિજય છે, તેમાં અશ્વપુરી નામક રાજધાની છે. અને અંકાવતી નામક વક્ષસ્કાર પર્વત છે. સુપઝ્મ નામક વિજય છે. સીંહપુરી નામક રાજધાની છે. ક્ષીરોદાનામક એમાં મહાનદી છે. મહાપર્મ નામક વિજય છે. એમાં મહાપુરી નામક રાજધાની છે અને પદ્માવતી નામક વક્ષસ્કાર પર્વત છે. પહ્માં વતી નામક વિજય છે. એમાં વિજ્યપુરી નામક રાજધાની છે. શીતસ્ત્રોત નામક મહા નદી છે. શંખ નામક વિજય છે. એમાં અપરાજિતા નામક રાજધાની છે અને આશીવિષ નામક વક્ષસ્કાર પર્વત છે. કમુદ નામક વિજય છે. એમાં અરજી નામક રાજધાની છે. અને અત્તવાહિની નામક મહાનદી છે. નલિન નામે વિજય છે. એમાં અશોકા નામક રાજધાની છે અને સુખાવહ નામક વક્ષસ્કાર પર્વત છે. નલિનાવતી વિજય છે એમાં વીતશોકા નામક રાજધાની છે અને દક્ષિણ દિશામાં આવેલ શીતદામુખ વનખંડ છે. દક્ષિણાત્ય શીતા મુખવનના કથન પ્રમાણે જ ઉત્તર દિભાવી શીતોદા મુખવનખંડમાં. પણ એવું જ કથન સમજી લેવું જોઈએ. - શીતા મહાનદીના ઉત્તર દિશ્વર્તી મુખવનખંડમાં વપ્ર નામક વિજય છે. વિજ્યા. નામે રાજધાની છે. અને ચન્દ્ર નામક વક્ષસ્કાર પર્વત છે. સુવપ્ર નામક વિજય છે. વૈજયન્તી નામે રાજધાની છે અને ઉર્મિમાલિની નામની નદી છે. મહાવપ્ર નામક વિજય છે. જયન્તી નામક રાજધાની છે અને સૂર નામે વક્ષસ્કાર પર્વત છે. વપ્રાવતી નામક વિજય છે. અપરાજિતા નામે રાજધાની છે અને કેનમાલિની નામક નદી છે. વર્લ્સ નામે વિજય છે, ચક્રપુરી નામક રાજધાની છે અને નાગ નામક વક્ષસ્કાર પર્વત છે. સુવઘુ નામે વિજય છે. એમાં ખગ પુરી નામક રાજધાની છે અને ગંભીર માલિની નામક અન્તર નદી છે. ગંધિલ્લ નામક વિજય છે. અવધ્યા નામક રાજધાની છે અને દેવ નામે વક્ષસ્કાર પર્વત છે. આઠમો વિજય ગંધિલાવતી નામે છે. એમાં અયોધ્યા નામક રાજધાની છે. આ પ્રમાણે મંદર પર્વતના પશ્ચિમ દિશ્વર્તી પાર્શ્વભાગ વિષે પણ વર્ણન સમજી લેવું જોઈએ ત્યાં શીતોદ્ય મહાનદીના દક્ષિણ દિશ્વર્તી ભૂલ પર એ વિજયો આવેલા છે તેમના નામો આ પ્રમાણે પદ્મ સુપર્મ, મહાપક્ષ્મ, પલ્મકાવતી, શંખ, કુમુદ, નલિન અને નલિનાવતી. ત્યાં આ પ્રમાણે રાજધાનીઓ છે અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા. અરજા અશોક, અને વીત શોકા આ પ્રમાણે ત્યાં વિક્ષ સ્કાર પર્વતો આવેલા છે. અંક, અંકાવતી, પહ્માવતી, આશીવિષ અને સુખાવહ આ પરિપાટી રૂપ વિસ્તાર ક્રમમાં ફૂટ જેવા નામવાળા બળે વિજ્યો આવેલા છે, ચિત્ર કૂટ નામક વક્ષસ્કાર ગિરિની ઉપર ચાર ફૂટો આવેલા છે. તેમાં કચ્છકૂટ અને સુકુચ્છકૂટ એ કૂટો ત્રીજા અને ચોથા સ્થાન ઉપર આવેલા છે. અને એમના નામ જેવા જ કચ્છવિજય અને સુકચ્છ વિજય આવેલ છે. શીતોદા મહાનદીનું દક્ષિણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org