Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખાર-જ 203 પ્રમાણમાં ઉધવાળો છે શેષ બધું વિખંભ વગેરેના સંબંધમાં કથન માલ્યવાન વક્ષસ્કાર પર્વતના પ્રકરણ જેવું જ છે. અહીં અનેક દેવ-દેવીઓ આવીને વિશ્રામ કરે છે, આરામ કરે છે. એ દેવ દેવીઓ સરલ સ્વભાવવાળાં હોય છે. અને શુભ ભાવનાવાળા હોય છે તેમજ સૌમનસ નામક દેવ કે જે મહર્તિક વગેરે વિશેષણો વાળોછેઅહીં રહે છે.એથીયે ગૌતમ! એનું નામ એવું રાખવામાં આવ્યું છે. અહીં સાત કૂટો આવેલા છે. સિયતન ફૂટ 1. સૌમનસ ફૂટ 2, મંગલાવતી કૂટ 3, દેવકુર ફૂટ 4, વિમલ કૂટ 5, કંચન ફૂટ 6 અને વશિષ્ઠ કૂટ 7 આ પ્રમાણે પ્રારંભથી માંડીને સૌમનસ પર્વત સુધીના જેટલા કૂટો કહેવામાં આવેલા છે, તે બધા પાંચસો યોજન પ્રમાણવાળા છે. હે ભદત ! સૌમનસ વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન નામનો કૂટ કયા સ્થળે આવેલ છે? મેરુગિરિની પાસે તેની દક્ષિણ પૂર્વ દિશાના અન્તરાલમાં સિદ્ધાયતન ફૂટ છે. તે કૂટની દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલમાં દ્વિતીય સૌમનસ ફૂટ આવેલ છે. અને તેની પણ દક્ષિણ પૂર્વ દિશાના અંતરાલામાં તૃતીય મંગલાવતી કૂટ આવેલ છે. એ ત્રણ કૂટો વિદિભાવી છે. મંગલાવતી કૂટની દક્ષિણ પૂર્વ દિશામાં અંતરાલમાં અને પંચમ વિમળા કૂટની ઉત્તર દિશામાં ચતુર્થ દેવકુર નામક કૂટ આવેલ છે. દેવકર ફૂટની દક્ષિણ દિશામાં પંચમ વિમળ ફૂટ આવેલ છે. વિમળ ફૂટની દક્ષિણ દિશામાં ષષ્ઠ કાંચન કૂટ આવેલ છે. એ બધા કૂટો સવત્મિના રત્નમય છે. પરિણામમાં એ બધા હિમવતના કૂટ તુલ્ય છે. અહીં પ્રાસાદાદિક બધું તે પ્રમાણે જ છે. વિમળ ફૂટ ઉપર અને કાંચન કૂટ ઉપર ફક્ત સુવા અને વત્સમિત્રા એ બે દેવીઓ રહે છે અને શેષ કૂટો ઉપર એટલે કે પાંચ કૂટો ઉપર ફૂટ સદ્રશ નામવાળા દેવો રહે છે. એમની રાજધાનીઓ મેરની દક્ષિણ દિશામાં છે. હે ભદત! મહાવિદેહમાં દેવકર કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ! મન્દર પર્વતની. દક્ષિણ. દિશામાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, વિદ્યુ—ભ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં તેમજ સૌમનસ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર દેવકુર નામે કર આવેલ છે, એ કરઓ પૂર્વથી પશ્ચિમ સુધી દઈ છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એમનો વિસ્તાર ૧૧૮૪ર-૨૧૯ યોજન પ્રમાણ છે એમનું શેષ બધું વર્ણન ઉત્તરકના વર્ણન જેવું છે. એજ કે એમની વંશપરંપરાનો ત્રિકાલમાં પણ વિચ્છેદ શક્ય નથી. એમના શરીરનો ગંધ પદ્મના ગંધ જેવો છે. વગેરે પહેલાં કહેવાઈ ગયું છે. [181-18] હે ભદત ! દેવકુરુમાં ચિત્ર અને વિચિત્ર નામક એ બે પર્વતો કયા. સ્થળે આવેલા છે ? હે ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તર દિગ્વતી ચરમાન્સથી 834-47 યોજન એટલે દૂર સીતોદા મહાનદીની પૂર્વ- પશ્ચિમ દિશાના અન્તરાલમાં બને કિનારાઓ ઉપર એ ચિત્રવિચિત્ર નામે બે પર્વતો આવેલા છે. જે વર્ણન યમક પર્વતોના સંદર્ભમાં કરવામાં આવેલું છે. તે ચિત્રવિચિત્ર પર્વતના ઉત્તરદિશ્વર્તી ચારમાન્સથી 834-47 યોજન જેટલે દૂર સીતોદ મહાનદીના ઠીક મધ્યભાગમાં નિષધ નામે દ્રહ છે જે વક્તવ્યતા ઉત્તરકુરુમાં નીલવંત, ઉત્તરકુરું, ચન્દ્ર, ઐરાવત અને માલવન્ત. એ પાંચ દ્રહો વિષે કહેવામાં આવેલી છે, તેજ વક્તવ્યતા, નિષધ, દેવકુ, સૂર, સુલટ અને વિદ્યુપ્રભ એ પાંચ દ્રહોની પણ કહેવામાં આવેલી છે. એવું જાણી લેવું જોઇએ. હે ભગવનુ દેવકરૂ નામના કુરૂમાં કૂટ શાલ્મલીપીઠ ક્યાં આવેલ છે? હે ગૌતમ! મન્દર પર્વતના નૈઋત્ય કોણમાં. નિષધવર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, વિધુપ્રભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org