Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 202 જંબદ્ધવપત્તિ-૪/૧૭૭ દિશામાં, દક્ષિણ દિશ્વર્તી સીતા મુખવનની પશ્ચિમ દિશામાં, ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વદિશામાં, જંબૂદ્વીપ નામક દ્વીપમાં વર્તમાન વિદેહ ક્ષેત્રમહાવિદેહની અંદર વન્સ નામક વિજય આવેલ છે. અહીં સુસીમાં નામે રાજધાની છે. અહીં ચિત્ર કૂટ નામે વક્ષસ્કાર પર્વત છે અને સુવત્સ વિજય છે અહીં કુંડલા નામક રાજધાની છે અને તખલા નામક નદી છે. મહાવત્સ નામક વિજય છે અને અપરાજિતા નામક રાજધાની છે. વૈશ્રવણ કૂટ નામક વક્ષસ્કાર પર્વત છે. વસાવતી વિજય છે અને એમાં પ્રભંકરા નામક રાજધાની છે. મત્તલા નામે નદી છે. રમ્ય નામક વિજય છે, અંકાવતી નામે એમાં રાજધાની છે. અંજન નામક વક્ષસ્કાર પર્વત છે. રમ્યક નામે વિજય છે. પદ્માવતી રાજધાની છે. અને ઉન્મત્ત જલા નામક નદી છે. રમણીય નામક વિજય છે. શુભા નામક રાજધાની છે અને માતજન નામક વક્ષસ્કાર પર્વત છે. મંગલાવતી વિજય છે. રત્ન સંચયા નામક રાજધાની છે. એ સર્વ રાજધાનીઓ શીતા મહાનદીની દક્ષિણ દિશામાં છે એથી એ વિજયના ઉત્તરાર્ધ મધ્ય ખંડોમાં વ્યવસ્થિત છે. આ પ્રમાણે જેમ સીતાના ઉત્તર દિગ્વત પાર્થભાગ વિષે વર્ણન કરવામાં આવેલું છે, તેવું આ સીતા નદીના દક્ષિણ. દિશ્વર્તી પશ્ચિમ ભાગ પણ કહેવામાં આવેલ છે. જે પ્રમાણે પ્રથમ વિભાગના પ્રારંભમાં કચ્છ વિજય વિષે કહેવામાં આવેલું છે તે પ્રમાણે આ દ્વિતીય વિભાગના પ્રારંભમાં દક્ષિણદિગ્વતી સીતામુખ વન વિષે પણ સમજવું જોઈએ. આ વક્ષસ્કાર પર્વતો છે. જેમ કે વૈશ્રમણ કૂટ, અંજણ ફૂટ અને માયંજન કૂટ તપ્તજલા 1, મત્તજલા, 2, અને ઉન્મત્તજલા એ બધી નદીઓ છે. આ વિજયો છે - વત્સ, સુવત્સ, મહાવત્સ, વત્સકાવતી, રમ્ય, રમ્યક, રમણીય અને મંગલાવતી. આ રાજધા નીઓ છે સુસીમા, કુંડલા, અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પદ્માવતી. શુભા અને રત્નસંચયા વત્સવિજયની દક્ષિણ દિશામાં નિષધ પર્વત છે અને ઉત્તર દિશામાં સીતા મહાનદી છે તેમજ પૂર્વ દિશામાં સીતા મુખવન છે અને પશ્ચિમ દિશામાં ત્રિકુટ વક્ષસ્કાર પર્વત છે. સુસીમાં અહીં રાજધાની છે. એનું પ્રમાણ અયોધ્યા જેવું છે, વત્સ વિજય પછી જ ત્રિકૂટ નામક વક્ષસ્કાર પર્વત છે અને આ પશ્ચિમ દિશામાં છે. ત્રિકૂટ વક્ષસ્કાર પર્વત પછી સુવત્સ નામક વિજય છે. આ અનંતરીત ક્રમ મુજબ તપ્ત જલા નામે નદી છે. ત્યાર બાદ મહાવત્સ નામક વિજય છે. ત્યાર બાદ વૈશ્રમણ કૂટ છે. પછી વત્સાવતી વિજય છે. ત્યાર બાદ મજલા નામક નદી છે. ઈત્યાદિ રૂપમાં શેષ કથન સમજી લેવું જોઈએ. [178-180] હે ભદન્ત ! કયા સ્થળે આ જંબૂદ્વીપની અંદર મહાવિદેહ ક્ષેત્રમાં સૌમનસ નામ વક્ષસ્કાર પર્વત કહેવામાં આવેલ છે? હે ગૌતમ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં મંદર પર્વતની આગ્નેય વિદિશામાં મંગલાવતી વિજયની પશ્ચિમદિશામાં તેમજ દેવકુરુક્ષેત્રની પૂર્વદિશામાં જબૂદ્વીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સૌમનસ નામક અતિ રમણીય વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ વક્ષસ્કાર ઉત્તર થી દક્ષિણ સુધી દીર્ઘ છે, અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. જે પ્રમાણે માલ્યવાન પર્વતના વર્ણન વિષે કથન કરવામાં આવેલું છે. તેવું જ વર્ણન આ પર્વતનું છે, પણ આ સૌમનસ નામક વક્ષસ્કાર પર્વત સત્યના રત્નમય છે. આકાશ અને સ્ફટિકની જેમ નિર્મળ યાવતુ પ્રતિરૂપ છે. સૌમનસ નામક વક્ષસ્કાર પર્વત નિષધ વર્ષધર પર્વતની પાસે આવેલ છે અને તે ચારસો યોજન જેટલો ઊંચો છે. અને ચારસો ગાઉ જેટલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org