Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 204 જંબુદ્વિવપનત્તિ-૪/૧૮૬ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં અને શીતોદા મહાનદીની પશ્ચિમ દિશામાં, દેવકરના પશ્ચિમાદ્ધના-બહુમધ્ય દેશભાગમાં, દેવકુર ક્ષેત્રમાં કૂટ શાલ્મલીપીઠ આવેલ છે. જે વક્તવ્યતા જળૂ નામક સુદર્શનાની છે તેજ વક્તવ્યતા આ શાલ્મલીપીઠની પણ છે, અહીં ગરુડ દેવ રહે છે. અને ત્યાં અનાદ્રત દેવ રહે છે. એની રાજધાની મેરની દક્ષિણ દિશામાં છે પ્રાસાદ ભગવનાદિક વિષેનું કથન જબૂસુદર્શનના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તેવું જ અહીં પણ સમજવું જોઈએ. યાવત્ દેવકુરુ નામક દેવ અહીં રહે છે, એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિધુત્રભ નામક વક્ષસ્કાર પર્વત કયા સ્થળે આવેલ છે ? નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, મેરુ પર્વતના દક્ષિણ પશ્ચિમના કોણમાં, દેવકુરની પશ્ચિમ દિશામાં અને પવા વિજયની પૂર્વ દિશામાં જંબૂઢીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિધુત્રભ નામે વક્ષસ્કાર પર્વત આવેલા છે. આ વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી દીધું છે. આ પ્રમાણે માલ્યવત્તપર્વતના જેવુંજ કથન અહીં પણ સમજવું જોઈએ. આ પર્વત સર્વાત્મના તપનીયમય છે. આકાશ અને સ્ફટિકવત નિર્મળ છે. યાવતુ એની ઉપર ઘણાં વ્યન્તર દેવ અને દેવીઓ આવીને વિશ્રામ કરે છે અને આરામ કરે છે. હે ભદન્ત ! વિધુત્રભ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે? હે ગૌતમ ! નવ કુટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, વિદ્યાભ કૂટ, દેવકુર ફૂટ, પઘકૂટ, કનક કૂટ, સ્વસ્તિક કૂટ, સીતાદા ફૂટ, શતક્નલ ફૂટ અને હરિ કૂટ, એમાં જે વિધુ...ભ વક્ષસ્કાર પર્વત વિશેષ જેવા નામવાળો ફૂટ છે, તેનું નામ વિદ્યુ—ભ ફૂટ છે. દેવકુરુ જેવા નામવાળો દેવકર ફૂટ છે. પક્ષ્મ નામક વિજયના જેવા નામવાળો પક્ષ્મ કૂટ છે. દક્ષિણ શ્રેણીનો જે અધિપતિ વિદ્યકુમારેન્દ્ર છે, તેનો જે કૂટ છે તે હરિકૂટ છે. એ નવ ફૂટનો આ સિદ્ધ આદિ ગાથા વડે સંગ્રહ કરવામાં આવેલ છે. એમાં હરિકૂટને બાદ કરી શેષ જે આઠ કૂળે છે તે દરેક દરેક પાંચસો યોજન જેટલા છે. હરિકૂટનું પ્રમાણ એક હજાર યોજન જેટલું છે. હે ભદત ! વિધુત્રભ વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન કૂટ ક્યાં સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! મેરુના દક્ષિણ-પશ્ચિમ કોણમાં મેર સમીપવતી પ્રથમ સિદ્ધાયતન ફૂટ આવેલ છે. સિદ્વાયતન ફૂટની નૈઋત્ય વિદિશામાં વિદ્યુપ્રભ આવેલા વિદ્યુભ કૂટની નૈઋત્ય વિદિશામાં દેવકુર ફૂટ આવેલ છે. દેવકુરુની નૈઋત્ય વિદિશામાં પહ્મકૂટ આવેલ છે. પદ્મ કૂટની નૈઋત્ય વિદિશામાં અને સ્વસ્તિક કૂટની ઉત્તર દિશામાં પાંચમો કનકકૂટ નામનો કૂટ આવેલ છે. કનકકૂટની દક્ષિણ દિશામાં સ્વસ્તિક કૂટ નામનો છઠ્ઠો ફૂટ આવેલ છે. સ્વસ્તિક કૂટની દક્ષિણ દિશામાં શતવલ નામક અષ્ટમ કૂટ આવેલ છે. નવમો જે હરિકૂટ છે તે શીતાદા કૂટની દક્ષિણ દિશામાં નિષધ પર્વતની પાસે આવેલ છે. જેવો માલ્યવત્ત વક્ષસ્કાર પર્વતનો હરિસ્સહ નામક કૂટ છે તેવો જ આ હરિકૂટ પણ છે. જે પ્રમાણે દક્ષિણ દિશામાં ચમચંચા નામે રાજધાની આવેલી છે તેવું જ વર્ણન અહીંની રાજધાનીનું પણ છે. હરિકૂટની રાજધાની પણ મેરુની દક્ષિણ દિશામાં છે. કનક કૂટ અને સૌવસ્તિક કુટ એ બે કટ ઉપર વારિસેણા એક બલાહકા એ બે દિક્કકુમારિકાઓ રહે છે. અવશિષ્ટ વિધુત્રભ વગેરે કૂટો ઉપર કૂટના જેવા નામવાળા દેવો કહે છે. એમની રાજધાનીઓ મેરુની દક્ષિણ દિશામાં આવેલી છે. આ વિદ્યુતપ્રભ નામક વક્ષસ્કાર પર્વત વિધુતની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org