Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 206 જંબુઢીવપન્નત્તિ. 197 દિગ્વત અને ઉત્તર દિગ્વતિ મુખવન વિષે પણ કહી લેવું જોઇએ. ઉત્તર દિશ્વત પાર્શ્વભાગમાં એ વિજયો આવેલા છે. વિજયોના નામો આ પ્રમાણે છે- વખ, સુવપ્ર, મહાવપ્ર, વખાકાવતી, વલ્થ, સુવલ્ગ, ગલ્પિલ અને ગન્ધિલાવતી. રાજધાનીઓ અને તેમના નામો આ પ્રમાણે છે વિજ્યા, વૈજયન્તી યન્તી, અપરાજિતા, ચક્કપુરી, ખગ પુરી, અવધ્યા અને અયોધ્યા. વક્ષસ્કાર પર્વતો છે. તેમના નામો પ્રમાણે છે ચન્દ્ર પર્વત, સૂર્ય પર્વત અને નાગ પર્વત. આ નદીઓ છે-કે જેઓ સીતા મહા નદીના દક્ષિણ દિગ્દર્ટી કૂલ ઉપર છે-એક ક્ષીરોદા અને બીજી શીત:સ્રોતા. હવે સીતા મહાનદીની ઉત્તર દિશ્વર્તી તટ પર આવેલા વપ્ર, સુવપ્ર, મહાવપ્ર તેમજ વપ્રાવતી વિજ્યોની જે અન્તર નદીઓ છે તેમના નામો બતાવવામાં આવે છે. ઉર્મિલાનિની, ફેન માલિની, ગંભીર માલિની. વક્ષસ્કારોની આનુપૂર્વમાં બબ્બે કૂટો પોત-પોતાના વિજયના જેવા નામવાળા જાણવા. [194-196] હે ભદન્ત ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં મંદિર નામક પર્વત ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ! ઉત્તર કુરની દક્ષિણ દિશામાં દેવકુની ઉત્તર દિશામાં પૂર્વ વિદેહ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં, તેમજ અપરવિદેહ ક્ષેત્રની પૂર્વ દિશામાં જંબૂદ્વીપની અંદર ઠીક તેના મધ્યભાગમાં મન્દર નામક પર્વત આવેલ છે. આ પર્વતની ઊંચાઈ 99 હજાર યોજન જેટલી છે. એક હજાર જેટલો એનો ઉદ્વેધ છે. 10901011 યોજન મૂળમાં એનો વિસ્તાર છે. પૃથ્વી ઉપર એનો વિસ્તાર 10 હજાર યોજના જેટલો છે. ત્યાર બાદ અનુક્રમે ક્ષીણ થતો-થતો ઉપર એનો વિસ્તાર 1 હજાર યોજના જેટલો રહી ગયો છે. મૂલમાં એનો પરિક્ષેપ 31910-311 યોજન જેટલો છે અને ઉપરના ભાગમાં એનો પરિક્ષેપ કંઈક વધારે ૩૧૬ર જેટલો છે. આમ આ મૂળમાં વિસ્તીર્ણ થઈ ગયો છે, મધ્યમાં સંક્ષિપ્ત થઈ ગયો છે. અને ઉપરના ભાગમાં પાતળો થઇ ગયો છે. એથી એનો આકાર ગાયના પૂંછના આકાર જેવો થઈ ગયો છે. એ સર્વાત્મના નિમલ છે, આકાશ અને સ્ફટિક જેવો એ નિર્મળ તેમજ શ્લણ વગેરે વિશેષ ણોથી યુક્ત છે. પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર સારી રીતે વીંટળાયેલું છે. હે ભદત ! મન્દર પર્વત ઉપર કેટલા વનો આવેલા છે? હે ગૌતમ ! ચાર વનો કહેવામાં આવેલા છે. ભદ્રશાલવન, નંદનવન, સૌમનસવન અને પંડકવન. આ પૃથ્વી ઉપર વર્તમાન સુમેરુ પર્વતની ઉપર ભદ્રશાલ વન આવેલું છે. આ વન પૂર્વથી પશ્ચિમ સુધી દીર્ઘ છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે, આ વન સૌમનસા વિધુત્રભ, ગંધમાદન અને માલ્યવાન એ વક્ષસ્કાર પર્વતોથી તેમજ સીતા સીતાદા મહાનદીઓથી. આઠ વિભાગ રૂપમાં વિભક્ત કરવામાં આવેલ છે. તેમજ ઉત્તર દક્ષિણ દિશામાં એનો વિધ્વંભ ૨પ૦-૨પ૦ યોજન જેટલો છે. તે ભદ્રશાલવન. એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોમેર સારી રીતે વીંટળાયેલું છે. મંદિર પર્વતની પૂર્વ દિશામાં ભદ્રશાલ વન આવેલું છે. એનાથી પ૦ યોજન આગળ જતાં ઉપર એક અતીવ વિશાળ સિદ્ધાયતન આવેલું છે. આ સિદ્ધાયતન આયામની અપેક્ષાએ 50 યોજન જેટલું છે. અને વિખંભની અપેક્ષાએ એ 25 યોજન જેટલું છે. એની ઊંચાઈ 36 યોજન જેટલી છે. સહ સ્તંભો ઉપર ઊભું છે. આ સિદ્ધાયતનની ત્રણ દિશાઓમાં ત્રણ દરવાજાઓ આવેલા છે. એ દ્વારો આઠ યોજન જેટલા ઊંચા છે. ચાર યોજન જેટલા એ દ્વારોનો વિખંભ છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org