Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 200 જંબુદ્ધીવનત્તિ- 4177 વતી નામક કુંડ કયા સ્થળે આવેલ છે? ઉત્તર દક્ષિણ હે ગૌતમ ! નીલવત્તની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની, ઉત્તર દિશામાં, દાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ પદ્મભૂટની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર કચ્છાવતી નામક વિજય આવેલ છે. એ વિજય ઉત્તર દક્ષિણ દિશા તરફ દઈ એટલે કે લાંબો છે, અને પૂર્વ પશ્ચિમ તરફ વિસ્તીર્ણ છે. શેષ બધું કથન કચ્છવિજયના વર્ણન મુજબ જાણી લેવું જોઈએ. યાવતુ કચ્છકાવતી નામક દેવ અહીં રહે છે. હે ભદંત! મહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજય નામક વિજય કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્ત વર્ષ ધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહા નદીની ઉત્તર દિશામાં નલિન કુંડ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં કહા વતી મહાનદીની પૂર્વદિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર આવર્તનાત્મક વિજય આવેલ છે. નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહા નદીની ઉત્તર દિશામાં મંગલાવતી. વિજ્યની પશ્ચિમ દિશામાં અને આવત વિજયની પૂર્વ દિuમાં મહાવિદેહ ક્ષેત્રની અંદર નલિન કૂટ નામે વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ નલિન કૂટ નામક વક્ષસ્કાર પર્વત ઉત્તર અને દક્ષિણમાં આયત-દીર્ઘ-લાંબો છે. તેમજ પૂર્વ પશ્ચિમમાં વિસ્તીર્ણ છે. નલિન કૂટ ઉપર ચાર કુટો આવેલા છે. સિદ્ધાયતનકૂટ, નલિન કૂટ, આવર્ત કુટ અને મંગલાવર્ત કુટ. અહીં રાજધાનીઓ ઉત્તર દિશામાં કહી છે. હે ભદન્ત મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવત નામક વિજય કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં નલિન ફૂટની પૂર્વ દિશામાં તેમજ પંકાવતીની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર મંગલાવર્ત નામે વિજય આવેલ છે. આ મંગલાવર્ત વિજયનું વર્ણન કચ્છવિજયના વર્ણન જેવું છે, મંગલાવી વિજયની પૂર્વદિશામાં પુષ્કલ વિજયની પશ્ચિમ દિશામાં તેમજ નીલવંત પર્વતનાં દક્ષિણ દિગ્વત નિતંબ ઉપર પકાવતી નામક કુંડ આવેલ છે. એનું પ્રમાણ ગ્રાહાવતી. કુંડ જેવું જ છે. યાવતુ આ કુંડમાંથી પંકાવતી નામે એક અંતર ની નીકળી છે અને એણે મંગલાવર્ત અને પુષ્કલાવી વિજયને વિભાજિત કયાં છે, ભદેત ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવર્ત નામક વિજય કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં તેમજ પંકાવતી મહાનદીની પૂર્વ દિશામાં તથા એકશૈલ નામક વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર પુષ્કલાવત નામે વિજય આવેલ છે. યાવતુ અહીં પુષ્કલ નામે મહર્તિક અને એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો દેવ રહે છે. એથી જ મેં હે ગૌતમ ! એનું નામ પુષ્કલ વિજય એવું રાખ્યું છે. પુષ્કલાવર્ત ચક્રવતી વિજયની પૂર્વ દિશામાં પુષ્કલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમ દિશામાં તેમજ સીતા નદીની ઉત્તર દિશામાં એકશૈલ નામે વક્ષસ્કાર પર્વત આવેલ છે. એની ઉપર ચાર કટો આવેલા છે. પ્રથમ સિદ્ધાયતન કૂટ, દ્વિતીય એશલ કૂટ, પુષ્કલાવત કૂટ પુષ્કલાવતી કૂટ, યાવતું ત્યાં એકૌલ નામ મહર્બિક દેવ રહે છે. એથી એનું નામ “એકશેલ” રાખવામાં આવેલ છે. હે ભદત ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે ચક્રવર્તી વિજય કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ, નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાં ઉત્તર દિગ્દર્તી સીતા મુખ વનની પશ્ચિમ દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉતર દિશામાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org