Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 198 જબુદ્ધીવપન્નતિ-૪૧૬૯ એ કુંડ સાઈઠ યોજન લંબાઈ પહોળાઈ વાળો કહેલ છે. યાવતુ વનખંડથી, વ્યાપ્ત ત્યાં સિંધુ પ્રપાત કુંડનું વર્ણન ગંગા પ્રપાતકુંડના સરખું જ કરેલ છે. ભગવનું શા કારણથી એમ કહેવામાં આનું નામ કચ્છ વિજય કહેલ છે? હે ગૌતમ! કચ્છ વિજય વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં ગંગા મહા નદીની પશ્ચિમ દિશામાં સિંધુ મહાનદીના પૂર્વ દિશામાં દક્ષિણાધ કચ્છ વિજયની બહુ મધ્ય દેશભાગમાં અહીંયાં ક્ષેમા નામની રાજધાની કહેલ છે. એ રાજધાની વિનીતા રાજધાનીની સરખી કહેવી જોઈએ. ત્યાં આગળ ક્ષેમા નામની રાજધાનીમાં કચ્છ નામધારી ચક્રવર્તી રાજા. પટખંડિશ્વર્યનો ભોગવનાર થશે. તે રાજા કેવો છે ? તે બતાવવા માટે કહે છે. મહા હિમવન્મલય મંદર મહેન્દ્રના જેવો સારવાળો મહાહિમવાનુ-હૈમવતક્ષેત્રની ઉત્તરમાં સીમાકારી વર્ષધર પર્વત. મલય-પર્વત વિશેષ, મન્દર મેરુ મહેન્દ્ર-પર્વત વિશેષ આ બધાની સરખો પ્રધાન યાવતું સઘળું ભરત ક્ષેત્રના સ્વાધીન કરણથી લઈને નિષ્ક્રમણ પ્રતિપાદક વર્ણન સિવાય સંઘળું વર્ણન કહી લેવું. યાવતું મનુષ્યભવ સંબંધી સુખ. ભોગવે છે. કચ્છ વિજય એ નામ થવાનું આ એક કારણ છે. કચ્છવિજયમાં કચ્છ દેવ રહે છે. મહદ્ધિક યાવતું એક પલ્યોપમની સ્થિતિવાળો નિવાસ કરે છે. કચ્છ વિજયને એ કારણથી એમ કહેવામાં આવે છે. આ કચ્છ વિજય છે. યાવતુ તે નિત્ય છે. ' [17-173 હે ભદત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તર દિશામાં નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં કચ્છ વિજયની પૂર્વ દિશામાં અને સુકચ્છ વિજયની પશ્ચિમ દિશામાં બૂલીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી દઈ છે તેમજ પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તીર્ણ છે. એનો આયામ ૧૬૫૯ર-૨૧૯ યોજન જેટલો છે અને પ00 યોજન જેટલો એનો વિખંભ છે. નીલવન્ત વર્ષધર પર્વતની પાસે એ ચારસો યોજન જેટલી ઊંચાઈવાળી છે તેમજ આનો ઉદ્દેધ ચારસો ગાઉ જેટલો છે. એનો વિષ્ઠભ પાંચસો યોજન દલો કહેવામાં આવેલ છે પછી એ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત નીલવન્ત વર્ષધરની પાસેથી ક્રમશ ઉત્સધ અને ઉધની પરિવૃદ્ધિ કરતો-કરતો. સીતા. મહા નદીની પાસે પાંચસો યોજન જેટલો ઊંચો થઈ જાય છે, અને આનો ઉદ્ધધ પ૦૦ ગાઉ લો થઈ જાય છે. એનો આકાર ઘોડા જેવો છે. એ સર્વાત્મના રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિકની જેમ એ નિર્મળ છે. ગ્લષ્ણ યાવતુ પ્રતિરૂપ છે. એ પર્વત બને પાર્શ્વ ભાગો તરફ બે પદ્મવર વેદિકાઓથી તેમજ બે વનખંડોથી સારી રીતે પરિવૃત છે. ચિત્રકૂટ નામક વક્ષસ્કાર પર્વતની ઉપરની ભૂમિકાનો જે ભાગ બહુ સમરમણીય છે. યાવતુ અનેક દેવ-દેવીઓ આરામ કરતી રહે છે તેમજ સૂતી, ઉઠતી-બેસતી રહે છે. આ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટો આવેલા છે ? હે ગૌતમ! ચાર કૂટો આવેલા છે. સિદ્ધયતન ફૂટ ચિત્રકૂટની દક્ષિણ દિશામાં છે. ચિત્રકૂટ - કચ્છકૂટ અને ચતુર્થ સુકચ્છ કૂટ પ્રથમ જે સિદ્ધાયતન કૂટ છે, તે સીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ છે, તેમજ ચતુર્થ જે સુકચ્છ ફૂટ છે તે નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશા માં-દ્વિતીય ચિત્રકૂટ સૂત્રોક્ત ક્રમના બળથી સિદ્ધાયતન કૂટ પછી આવેલ છે. ત્રીજો કચ્છ કૂટ છે તે સુકચ્છ ફૂટની પહેલાં છે. ચિત્રકૂટ એવું નામ છે એનું સુપ્રસિદ્ધ થયું છે તેનું કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org