Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફબારો-૪ 17 સઘળા દુઃખોનો અંત-પાર કરે છે. હવે સીમાકારી વૈતાઢય પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ! દક્ષિણાધ કચ્છ વિજયની દક્ષિણ દિશામાં ચિત્રકૂટ પર્વતની પશ્ચિમ દિશામાં માલ્યવાનું નામના વક્ષ સ્કાર પર્વતની પૂર્વ દિશામાં ત્યાં આગળ કચ્છ વિજયમાં વૈતાઢ્ય નામનો પર્વત કહેલ છે. તે પર્વત પૂર્વ અને પશ્ચિમ દિશામાં લાંબો અને ઉત્તર અને દક્ષિણ દિશામાં વિસ્તારવાળો છે. બન્ને વક્ષસ્કાર પર્વત સ્પર્શેલ છે પૂર્વ દિશા સંબંધી કોડીથી યાવત્ પૂર્વ દિશાના વક્ષસ્કાર પર્વતને પશ્ચિમ દિશા સંબંધી કોટીથી પશ્ચિમ દિશાના વક્ષસ્કાર પર્વતને એ રીતે એ પૂર્વ પશ્ચિમ બને કોટિથી અર્થાત્ ચિત્રકૂટ અને માલ્યવાનું વક્ષસ્કાર પર્વતને સ્પર્શેલ છે. આ રીતે તે ભરત વૈતાઢ્ય પર્વતો સરખો છે. કેવળ બે વાહા જીવા ધનુષ્પષ્ટ આ ત્રણે ન કહેવા આભિયોગ્ય શ્રેણીમાં સીતા મહાનદીના ઉત્તર દિશાની શ્રેણીયો ઈશાનદેવની, બાકીની સીતા મહાનદીની દક્ષિણ દિશાની શ્રેણી શકેન્દ્રની કહેલ છે. ત્યાં સિદ્ધાયતન કૂટ પૂર્વ દિશામાં છે. કચ્છ દક્ષિણ કચ્છાધ કૂટ, ખંડકઅપાત ગુહામૂટ, મણિભદ્ર, વૈતાઢ્ય, પૂર્ણભદ્ર, કૂટ, તિમિસ્ત્રગુહા, કચ્છકૂટ, વૈશ્રવણ એ નવ ફૂટ વૈતાત્ય પર્વતમાં હોય છે. હે ભગવનું ! જંબૂઢીપ નામના દ્વીપમાં મહાવિદેહવર્ષમાં ઉત્તરાર્ધ કચ્છ નામનું વિજય કહેલ છે? હે ગૌતમ! વૈતાઢ્ય પર્વતની ઉત્તર દિશામાં નીલવાનું વર્ષધર પર્વતની. દક્ષિણ દિશામાં માલ્યવાનું વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં અહીં આગળ જંબૂદ્વીપ નામના દ્વીપમાં યાવત્ સિદ્ધ થાય છે. માલ્યવાન નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં ઋષભ કૂટ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશાના મધ્ય ભાગમાં મેખલા રૂપમાં અહી આગળ જંબૂઢીપ નામના દ્વીપમાં મહાવિદેહ વર્ષમાં ઉત્તરાધ કચ્છ વિજયમાં સિંધુકુંડ નામનો કુંડ કહેલ છે. સિંધુકુંડ સાઈઠ યોજન લંબાઈ પહોળાઈથી કહેલ છે. યાવતુ ભવનના વર્ણન પર્યંતનું વર્ણન કરી લેવું. સિંધુ કુંડની ક્ષિણ દિશાના બહિષ્કરિથી સિંધુ મહાનદી નીકળીને ઉત્તરાર્ધ કચ્છ વિજયને સ્પર્શતી સાત હજાર નદીઓ વારંવાર ભરતી થકી અધો ભાગમા તિમિસ્ત્રગુહામાં વૈતાઢ્ય પર્વતને પાર કરીને દક્ષિણ દિશાના કચ્છ વિજયને સ્પર્શતી ચૌદ હજાર નદીયોથી ભરાતી ભરાતી દક્ષિણ દિશામાં સીતા મહાનદીને પ્રાપ્ત કરે છે. સમુદ્ર પ્રવેશ મૂળમાં એટલે કે ઉત્પત્તિ સ્થાનમાં અને ભરત વર્ષમાં આવેલ સિંધુ મહાનદીના જેવી આયામ વિખંભાદિ પ્રમાણથી અહીંથી આરંભીને યાવતુ બે વનખંડોથી વીંટળાતો આ કથન પર્યન્તનું પુરેપુરું વર્ણન સમજી લેવું. હે ભગવનું ક્યાં આગળ ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભ કૂટ નામનો પર્વત કહેલ છે? હે ગૌતમ ! સિંધુ ફંડની પૂર્વ દિશામાં ગંગા કંડની પશ્ચિમ દિશામાં નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ ભાગના મધ્ય ભાગમાં અહીં આગળ ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ઋષભ કૂટ નામનો પર્વત કહેલ છે. એ પર્વત આઠ યોજન ઉપરની બાજુ ઉંચો છે ઉત્તરાર્ધ ભરત વર્ષવતિ ઋષભ કૂટ પર્વતના કથન પ્રમાણેનું ઉચ્ચત્વ, ઉદ્વેધ, વિગેરે માપ સમજી લેવું. ઉત્તરાર્ધ કચ્છ વિજયમાં ગંગાકુંડ નામનો કુંડ કહેલ છે ? હે ગૌતમ ! ચિત્રકૂટ વૃક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં 28ષભ કૂટ પર્વતની પૂર્વ દિશામાં નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશાના મધ્યભાગમાં અહીંયો ઉત્તરાર્ધ કચ્છનો ગંગાકૂટ નામનો કુંડ કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org