Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 196 જંબુલવપત્નત્તિ-૪/૧દદ હરિસ્સહ કૂટમાં ઘણા ઉત્પલો અને ઘણા પો હરિસ્સહ કૂટના સરખા વર્ણવાળા છે, વાવતુ હરિસ્સહ નામના દેવ કે જે મહર્તિક વિગેરે વિશેષણ વાળા ત્યાં ત્યાં નિવાસ કરે છે. એ કારણથી આ કૂટનું નામ હરિસ્સહ એવું પડેલ છે. તે સિવાય હે ગૌતમ ! એ નામ શાશ્વત નામ છે. હે ભગવનુ શા કારણથી એવું કહેવામાં આવે છે કે- આ માલ્યવંત નામનો વક્ષસ્કાર પર્વત છે ? માલ્યવાન નામના વક્ષરકાર પર્વતમાં તે તે સ્થાનમાં સ્થાનના એક ભાગમાં અનેક સરિકા નામના પુષ્પ વલ્લી વિશેષના સમૂહ નવ માલિકા નામની પુષ્પલતા વિશેષના સમૂહ યાવતું માગ દૈતિકા નામની પુષ્પલતાના સમૂહ છે. એ સમૂહ કૃષ્ણ, નીલ, લોહિત, હરિદ્ર, અને શુકલ એમ પાંચ રંગવાળા પુષ્પોને ઉત્પન્ન કરે છે. જે લતાસમૂહ માલ્યવાનું નામના વક્ષસ્કાર પર્વતના અત્યંત સમતલ હોવાથી રમ ણીય એવા ભૂમિભાગને પવનથી કંપાયમાન અગ્રભાગવાળી શાખાઓથી ખરેલા પુષ્પ સમૂહ રૂપી શોભાથી યુક્ત કરે છે. માલ્યવાન નામના દેવ ત્યાં નિવાસ કરે છે. મહર્દિક યાવતુ એક પલ્યોપમની સ્થિતિવાળા છે. એ કારણથી હે ગૌતમ ! આ માલ્યવાનું પર્વત છે, એમ કહેવામાં આવે છે. તે સિવાય પણ યાવતું આ માલ્યવાનું એવું નામ નિત્ય છે. [167-169] હે ભગવનું જેબૂદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામનું વિજય ચક્રવતિ દ્વારા જીતવાને યોગ્ય ભૂમિભાગ રૂપ કહેલ છે? હે ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તરદિશામાં, નીલવાનુવર્ષધર પર્વતની દક્ષિણદિશામાં, ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં જંબૂદ્વીપ નામના દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છ નામનું વિજય કહેલ છે. તે ઉત્તર દક્ષિણ દિશામાં છે. પૂર્વ પશ્ચિમ દિશામાં વિસ્તૃત છે. તથા પર્યકાકાર રીતે સ્થિત છે. લાંબુ અને ચતુષ્કોણ હોવાથી ગંગા અને સિંધુ નામની મહાનદીથી તથા વૈતાઢ્ય નામના પર્વતથી છ ભાગમાં અલગ થાય છે. આ જ રીતે બીજા વિજયોના સંબંધમાં પણ સમજી લેવું. પરંતુ સીતા મહાનદીની ઉત્તર દિશામાં કચ્છાદિ વિજય, શીતોદાની દક્ષિણ દિશાના પહ્માદિ, ગંગા અને સિંધુ મહાનદી દ્વારા છ પ્રકારથી અલગ થાય છે. સીતા મહાનદીની દક્ષિણ તરફના વચ્છાદિ તથા શીતોદાની ઉત્તર દિશામાં વપ્રાદિ રક્ત અને રક્તવતી નદી દ્વારા છ ભાગમાં અલગ થાય છે. 16592-2/19 લંબાઈ થાય છે. કમ વિખંભ કહેલ છે. કચ્છ વિજયના બરોબર મધ્યા ભાગમાં અહીંયાં વૈતાઢ્ય નામનો પર્વત કહેલ છે. કે જે કચ્છ વિજયને બે ભાગમાં વહેંચીને સ્થિત છે. દક્ષિણાધ કચ્છ અને ઉત્તરાર્ધ કચ્છ, હે ભગવનું કયા આગળ દક્ષિણાઈ કચ્છ નામનું વિજય કહેલ છે? હે ગૌતમ ! વૈતાઢ્ય પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં અહીંયાં જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રમાં દક્ષિણાર્ધ કચ્છ નામનું વિજય કહેલ છે, તે વિજય ઉત્તર દક્ષિણ દિશામાં લાંબું છે. પૂર્વ પશ્ચિમ દિશામાં વિસ્તૃત છે. 8271-119 યોજનાના લંબાઈથી 2213 યોજનાથી કંઈક વિસ્તારથી પર્યકાકારથી સ્થિત છે. આ દક્ષિણાર્ધ કચ્છ વિજયનો અત્યંત સમહોવાથી રમણીય એવો ભૂમિભાગ કહેલ છે. હે ગૌતમ ! એ દક્ષિણાર્ધ વિજયમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોના છ પ્રકારના સંહનન છે. પાંચસો ધનુષ જેટલા ઉંચા છે. જઘન્યથી અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિનું આયુષ્ય છે. આયુનો ક્ષય થવાથી કેટલાક મોક્ષ ગામી થાય છે. યાવત્ કેટલાક સિદ્ધ, બુદ્ધ, અને મુક્ત થઈને પરિનિવણને પ્રાપ્ત કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org