Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ -- 194 જબુતીવપન્નત્તિ-૪૧૫૩ ચાર ગણા હોવાથી સોળ હજાર પૂવદિ ચારે દિશામાં સોળ હજાર જેબૂવૃક્ષો હોય છે. [154-162] જબૂ ત્રણસો યોજન પ્રમાણવાળા વનપંડીથી ચારે દિશામાં વ્યાપ્ત થઈને રહેલ છે. એ ત્રણે વનખંડ આ પ્રમાણે છે.- આત્યંતર, મધ્યમ અને બાહ્ય. સપરિવાર જંબૂના પૂર્વ દિશાની તરફ પચાસ યોજન પર પહેલા વનખંડમાં પ્રવેશ કરીને ત્યાં ભવનો આવેલા છે. એ ભવનો એક ગાઉ જેટલા લાંબા છે. મૂળ જંબૂના વર્ણનમાં પૂર્વ શાખામાં કહેલ ભવન સંબંધી સઘળું વર્ણન અહીંયાં સમજી લેવું. જંબૂની ઈશાન દિશા માં પહેલા વનખંડમાં પચાસ યોજન પ્રવેશ કરવાથી ચાર વાવો આવેલ છે. પદ્મા પદ્મ પ્રભા કુમુદા કુમુદપ્રભા પૂવદિ દિશાના કમથી પોતાનાથી વિદિશામાં આવેલ પ્રાસા, દોને ચારે તરફથી ઘેરીને રહે છે. એ પુષ્કરિણીયો એક ગાઉ જેટલી લાંબી કહેલ છે અધ ગાઉ જેટલો તેનો વિખંભ વિસ્તાર કહેલ છે. પાંચસો ધનુષ જેટલો તેનો ઉધ-ઉંડાઈ કહી છે. નું સંપૂર્ણ વર્ણન પૂર્વવત સમજી લેવું. એ ચારે વાવોની મધ્યે પ્રાસાદાવતસંક કહ્યા છે, એ પ્રાસાદો એક ગાઉ જેટલા લાંબા છે, અધ ગાઉ જેટલો તેનો વિખંભ કહેલ છે. કાંઈક ઓછા એક ગાઉ જેટલા ઉંચા છે. ઈશાનાદિ વિદિશા અને પૂર્વદિ દિશામાં કહેલ વાવોના કમથી નામ પધા, પદ્મપ્રભા કુમુદા, કુમુદપ્રભા, ઉત્પલગુલ્મ, નલિના, ઉત્પલા, ઉત્પલોજ્વલા, ભંગ. ભૂંગપ્રભા, અંજના, કજલપ્રભા, શ્રીકાન્તા, શ્રીમહિતા, શ્રીચંદ્રા. શ્રીનિલયાએ પ્રમાણે છે. જેબૂદર્શનાના આ વનખંડમાં પૂર્વ દિશામાં આવેલ ભવનોની ઉત્તર દિશામાં ઈશાન દિશામાં આવેલા ઉત્તમ પ્રાસાદ-મહેલના દક્ષિણ દિશામાં આ સ્થળે શિખરો કહેલા છે. આ શિખરો આઠ યોજન જેટલા ઉંચા છે. બે યોજન જેટલો ઉધ છે.- વૃત્ત-વર્તુલ હોવાથી જેટલો તેનો આ આયામ છે. એટલોજ તેને વિખંભ-પહોળાઈ છે. તે આયામ વિધ્વંભ મૂલ ભાગમાં આઠ યોજન મધ્ય ભાગમાં જમીનથી ચાર યોજન ઉંચાઈ પર છ યોજન જેટલો આયામ વિખંભ છે. શિખરનાં ચાર યોજન આયામ વિખંભ કહેલ છે. આ પ્રાસાદાવંત સકોના મૂલભાગમાં પચ્ચીસ યોજનથી કંઈક વધારે પરિધિ-વલતા કહેલ છે. મધ્ય ભાગમાં અઢાર યોજનથી કંઈક વધારે પરિધી કહેલ છે. અંતે બાર યોજનથી. કંઈક વધારે પરિધિ છે એ રીતે એ કૂટ મૂલભાગમાં વિસ્તારવાળો મધ્યમાં સંકુચિત શિખરના ભાગમાં મૂળ ભાગ અને મધ્યભાગની અપેક્ષાથી પાતળો છે. તથા એ કૂટ સવત્મિના રત્નમય, આકાશ અને સ્ફટિકની જેવા નિર્મળ એજ પ્રમાણે બાકીના સાત કૂિટોના સંબંધમાં પણ સમજી લેવું. જંબૂસુદર્શનાના બાર નામો કહેલા છે. સુદર્શના અમોઘા સુપ્રબુદ્ધ યશોધરા વિદેહ જંબૂ સૌમનસ્યા નિયતા નિત્યમંડિતા સુભદ્રા વિશાલા સુજાતા સુમના તેના બાર નામો બીજી રીતે છે- સુદર્શના સફલા, સુપ્રબુદ્ધ યશોધરા વિદેહબૂ સૌમનસ્ય નિયતા, નિત્યમંડિતા સુભદ્રા વિશાલા રાજાત સુમના બૂસુદર્શનમાં આઠ આઠ મંગલક કહેલા છે. સ્વસ્તિક 1, શ્રીવત્સ 2, નંદીકાવત 3 વર્ધમાનક 4, ભદ્રાસન પ. કલશ 6, મત્સ્ય 7, દર્પણ 8, જંબૂ સુદર્શનમાં અનાદત નામધારી દેવ, જંબૂઢીપ નામના દ્વીપના અધિપતિ નિવાસ કરે છે. મહર્તિક છે, મહાવૃતિવાળા, મહાબલશાલી, મહાનયશવાળા, મહાસુખ વાળા, મહાનુભાવ, એક પલ્યોપમની સ્થિતિવાળા છે, ચાર હજાર સામાનિક દેવોનું થાવત્ જેબૂદ્વીપ નામના દ્વીપનું, તથા જંબૂ સુદર્શનાનું, તથા અનાદત નામની રાજધાનીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org