Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફખારી-૪ 193 કહેલ છે. તે પીઠિકા આઠ યોજન જેટલી ઉંચી છે. અધ યોજન જેટલો તેનો ઉદ્દેધ છે. એ મણિપીઠિકાનો સ્કન્ધ સ્કંધથી ઉપરની શાખાનું ઉદ્ગમસ્થાન સુધીનો ભાગ બે યોજન જેટલી ઉંચાઈવાળો અને અધ યોજન જેટલો જાડો કહ્યો છે. તે પૂર્વોક્ત મણિપીઠિકાની શાખાઓ છ યોજન જેટલી ઉંચી છે. આઠ યોજન જેટલી લંબાઈ પહોળાઈ કહેલ છે, એ શાખાઓના બરોબર મધ્યભાગમાં આઠ યોજન જેટલી તેની લંબાઈ અને પહોળાઇ કહેલ છે. સવત્મિના સ્કંદ-સ્કંધ શાખાઓનું માપ મેળવવાથી કંઈક વધારે આઠ યોજન જેટલી જંબૂ સુદર્શના કહેલ છે. એ જંબૂસુદર્શનનો મૂળ ભાગ વજ રત્નમય છે રજતમય સુપ્રતિષ્ઠિત વિડિમા-શાખાઓ છે. યાવતુ ચૈત્ય વૃક્ષના વર્ણન પ્રમાણે બધું જ વર્ણન અહીંયાં કિરી લેવું. જંબૂ સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખાઓ કહેલ છે. એ શાખાઓનો જે બરોબર વચલો ભાગ છે. ત્યાં આગળ એક સિદ્ધાયતન કહેલ છે. એ સિદ્ધાયતન- અરિહંતોનું ચૈત્ય વૈતાઢય ગિરિના સિદ્ધ કૂટમાં કહેલ સિદ્ધાયતનના જેવું સમજવું. એક ગાઉ જેટલો તેનો આયામ-અધ ગાઉ જેટલો તેનો વિસ્તાર છે. કંઈક ઓછા એક ગાઉ જેટલી. તેની ઉંચાઈ છે. તથા અનેક સેંકડ સ્તંભોથી સનિવિષ્ટ અહીંથી આરંભીને યાવતુ દ્વાર સુધીનું વર્ણન અહીંયાં સમજી લેવું. એ દ્વારા પાંચસો ધનુષ જેટલા ઉંચા કહેલ છે. યાવતુ વનમાળાના વર્ણન પર્યન્તનું વર્ણન અહીંયાં સમજી લેવું. મણિપીઠિકાનો પાંચસો ધનુષ તેનો આયામ વિખંભ છે. અઢી સો ધનુષ જેટલી તેની જાડાઈ કહેલ છે. મણિપીઠિકાની. ઉપર દેવોને બેસવાના આસન કહેલ છે. તે આસન પાંચસો ધનુષ જેટલું ઉંચું છે. અહીંયાં અરિહંતોની જીન પ્રતિમાનું વર્ણન કરી લેવું. એ ચાર શાખાઓમાં જે પૂર્વ દિશા તરફ ગયેલ શાખા છે. ત્યાં એક ભવન કહેલ છે. તેનું માન એક ગાઉ જેટલો તેનો આયામ કહેલ છે ભવનના કથન પ્રમાણે જ તેનું વર્ણન સમજવું. દરેક દિશામાં એક એકના ક્રમથી ત્રણે દિશાની ત્રણ શાખાઓ થાય છે. પ્રાસાદાવર્તસક ભદ્રાસનાદિ પરિવાર સહિત સિંહાસનો કહી લેવા. પ્રાસાદો કંઈક ઓછા એક ગાઉ જેટલાં ઉંચા છે. તેમજ અધ કોસનો તેનો વિસ્તાર છે. પરિપૂર્ણ એક ગાઉ જેટલા લાંબા છે. જંબૂદ્વીપ બાર પ્રકાર વિશેષરૂપ પધવર વેદિકાથી સર્વતઃ ચારે બાજુથી વીંટાયેલ છે. જંબૂબીજા એકસો આઠ જંબૂ વૃક્ષોથી કે જે મૂળ બૂથી અડધી ઉંચાઇવાળા ચારે બાજુથી વીંટળાઈને રહેલ છે. મૂળમાં જંબુથી અર્ધા પ્રમાણનો ઉધ આયામ વિખંભ વાળા તે એક સો આઠ જંબૂ દરેક ચાર યોજન જેટલા ઉંચા છે. તથા એક ગાઉ જેટલો તેનો અવગાહ કહેલ છે. એક યોજન જેટલી ઉંચાઈવાળા સ્કંધ અને ત્રણ યોજન ઉંચાઇવાળી શાખા ડાળો છે. સવત્મિના ઉંચાઈ કંઈક વધારે ચાર યોજનની છે. તેમાં એક શાખા દોઢ યોજન જેટલી લાંબી છે. સ્કંધની જાડાઈ એક કોસ જેટલી છે. આ જંબૂમાં અનાદ્રત દેવના આભરણાદિ રહે છે.આજંબૂવૃક્ષ છ પદ્મવર વેદિકાથી ઘેરાયેલ છે. જંબૂ, સુદર્શનની ઈશાન દિશામાં ઉત્તર દિશામાં વાયવ્ય દિશામાં અનાદેત નામના દેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર જંબૂ વૃક્ષો કહ્યા છે. એ જંબૂસુદર્શનાની પૂર્વદિશામાં ચાર અગ્રમહિષિયોના ચાર જંબૂ વૃક્ષો કહેલા છે. આગ્નેય કોણમાં, દક્ષિણ દિશામાં, નૈઋત્ય દિશામાં આ ત્રણે દિશામાં ક્રમશઃ આઠ, દસ, બાર હજાર જંબૂવૃક્ષો હોય છે. સાત સેનાપતિઓના પશ્ચિમ દિશામાં સાત જંબૂવૃક્ષો હોય છે. આત્મરક્ષક દેવોના સામાનિકોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org