Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફબાર-૩ સમયે તેની સાથેના કેટલાક યોદ્ધાઓ ભુજાઓ ઠોકતા કેટલાક યોદ્ધાઓ. સિંહ જેવી ગર્જના કરતા ચાલી રહ્યા હતા, કેટલાક યોદ્ધાઓ હષવષ્ટ થઈને સત્કાર શબ્દ કરતા, કરતા આગળ ધપી રહ્યા હતા. ઘોડાઓના હણહણાટથી દિશાઓ વ્યાપ્ત થઈ રહી હતી. એકી સાથે વગાડવામાં આવેલા ભંભા-ઢક્કા, હોરંભા-મહાઢક્કા, કુણિત- ખરમુહી વચ્ચક વંશ વાંસળી વેણુ મહતી. તંબૂરો, રિગસિરિકા તલ કાંચતાલ એ સર્વથી ઉત્પન્ન થયેલા શબ્દોનો ધ્વનિ અને પ્રતિધ્વનિ શબ્દ થઈ રહ્યો હતો. એથી તે ભરત ચકી સકલ જીવલોકને વ્યાપ્ત કરી રહ્યો હતો, તથા બલચતરંગ સૈન્ય અને વાહન - શિબિકાઓ વગેરેના સમુદાયથી તે ભરત ચકી યુક્ત હતો એથી સહસ્ર યક્ષોથી પરિવૃત્ત થયેલો તે રાજા ધનપતિ જેવો સમ્પત્તિશાલી લાગતો હતો, કેમકે ચક્રવર્તીનું શરીર બે હજાર વ્યન્તર દેવોથી અધિષ્ઠિત હોય છે. આ પ્રમાણે સુસજ્જ થઈને તે ભરત ચકી દિવ્ય ચક્રરત્નની પાછળ-પાછળ ચાલતો ચાલતો તથા એક યોજનાના અંતરાલથી પડાવ નાખતો નાખતો જ્યાં વરામ તીર્થ હતું ત્યાં આવ્યો. આવા વિસ્તી સ્કન્ધાવારનો પડાવ નાખી ને પછી તેણે પોતાના વાદ્ધકી રત્નને બોલાવ્યો. તેને બોલાવીને પછી રાજએ આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! તમે યથા શીઘ મારા માટે એક આવાસ ને એક પૌષધશાળા બનાવડાવો અને પછી મને સૂચના આપો. તે વાર્તકીરત્ન આશ્રમ દ્રોણ મુખ ગ્રામ, પત્તન, પુરવ, સ્કન્ધાવા, ગૃહાપણ એ સર્વની વિભાગ રૂપમાં રચના. કરવામાં નિપુણ હતો અથવા તેમજ 81 વિભાગ વિભક્તવ્ય વાસ્તુક્ષેત્ર ખંડવાળી એવી ગૃહ ભૂમિકાઓમાં તથા એજ પ્રકારની 64 ખંડવાળી અને 100 પદ ખંડવાળી ગૃહ ભૂમિકાઓના અનેક ગુણ તેમજ દોષોનો તે જ્ઞાતા હતો સદ અસદુ વિવેક કરનારી બુદ્ધિરૂપ પંડાથી તે યુક્ત હતો 45 દેવતાઓને યોગ્ય સ્થાને બેસાડવા વગેરે વિધિનો તે જ્ઞાતા હતો. વાસ્તુ પરીક્ષામાં વિધિશ હતો. એ પૂર્વોક્ત પ્રકાર મુજબ અનેક ગુણ સમ્પન્ન તે ભરતચક્રી સ્થપિતરત્ન-પદ્ધકિરત્ન કે જેને ભરતચક્રીએ તપ તેમજ સંયમથી પ્રાપ્ત કરેલ તે છે તે વર્ધકીરત્ન કહેવા લાગ્યો-બોલો હું શું કરું? અને તેણે પોતાની ચિંતિતમાત્ર કાર્ય કરવાની દૈવી શક્તિ મુજબ નરેન્દ્ર માટે પ્રાસાદ અને બીજાઓ માટે ભવનો એક મુહૂર્તમાં જ નિર્મિત કરી દીધાં. એ બધું કામ એકજ મુહુર્તમાં નિષ્પન્ન કરીને પછી તેણે એક સુંદર પૌષધશાલા તૈયાર કરી દીધી. યાવતુ તે ભરતચક્રી પોતાની બાહ્ય ઉપસ્થાન શાળામાં જ્યાં ચાતુર્ઘટ અશ્વરથ હતો ત્યાં આવ્યો ત્યાં આવીને તે વર પુરુષ ભરત ચક્રી. તે વર મહારથ ઉપર સવાર થયો. કે તે મહારથ કેવો હતો. તે પૃથિવીતલ ઉપર શીધ્ર ગતિથી, ચાલનાર હતો. તે યુક્ત હતો. હિમવાનુ પર્વતના વાયુરહિત અંદરના કંદરા પ્રદેશોમાં સંવર્ધિત થયેલા વિવિધ રથરચનાત્મક તિનિશ વૃક્ષવિશેષરૂપ કાષ્ઠથી તે બનેલો હતો. જંબૂનદ નામક સુવર્ણ નિર્મિત એ રથની ધૂસરી હતી. એના અરકો કનકમય લઘુદંડ રૂપમાં હતા. પુલક, વરેન્દ્રનીલમાણ, સાચક, પ્રવાલ, સ્ફટિકમણિ, આદિ મણિ તેમજ વિદ્ગમ એ સર્વ પ્રકારના રત્નાદિકોથી તે વિભૂષિત હતો. દરેક દિશામાં 12-12 આમ બધા મળીને 48 એમાં અરક હતા. રક્ત સ્વર્ણમય પટ્ટકોથી મહલુઓથી દ્રઢીકત તેમજ ઉચિત એના બને તુંબા હતા. વિશિષ્ટ-લષ્ટ-અતિ મનોહર નવી નલોખંડથી તેમાં કામ કરેલું હતું. તેમજ નવીન ચર્મની રજુઓથી આબદ્ધ હતા. એના બન્ને પૈડાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org