Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 186 જંબદ્ધવપન્નત્તિ -4/141 ઉપશોભિત છે. સંસ્થાન પણ ત્યાં જ પ્રકારનું હોય છે.-પરિમંડલ સંસ્થાન, વૃત્ત સંસ્થાન, ત્રસ સંસ્થાન, ચતુરંસ સંસ્થાન, આયત સંસ્થાન, અને ઈર્થસ્થ સંસ્થાન. આ મહાવિદેહ ક્ષેત્રોના મનુષ્યોના શરીર ઊંચાઈમાં 500 ધનુષ જેટલા કહેવામા આવેલ છે. એમનું આયુ જઘન્યથી એક અન્તર્મુહૂર્ત જેટલું હોય છે. 84 અને લાખ પ્રવગોનો એક પૂર્વ હોય છે. એવા 1 પૂર્વ કોટિ જેટલું ત્યાં ઉત્કૃષ્ટ આવું કહેવામાં આવેલ છે. આટલું આયુ પસાર કરીને ત્યાંના કેટલાંક જીવો તો નરક ગામી હોય છે યાવતુ કેટલાંક જીવો મનુષ્ય-સિદ્ધ ગતિ ગામી પણ હોય છે. તેઓ બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઇ જાય છે. પરિનિવતિ થઈ જાય છે. તેમજ તેઓ સમસ્ત દુઃખોનો અંત કરે છે. મહાવિદેહ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, હેમવતક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રોની અપેક્ષા આયામ વિખંભ, સંસ્થાન પરિક્ષેપકોને લઈને જોઇએ તો વિસ્તીર્ણ તર છે, વિપુલતર છે, મહત્તર છે તથા સુપ્રમાણતરક છે એટલે કે એક લક્ષ પ્રમાણ જીવાવાળું હોવાથી આયામની અપેક્ષાએ મહત્તર છે. કંઈક આધિક 84633 યોજન પ્રમાણ યુક્ત હોવાથી એ વિસ્તીર્ણ તરક જ છે. પત્યેક રૂપ સંસ્થાનથી યુક્ત હોવા બદલ એ વિપુલ તરક વિજ્યોમાં સર્વદા 500 ધનુષની ઊંચાઈવાળું શરીર હોય છે, તેમજ દેવકુર અને ઉત્તર કુરમાં ત્રણ ગાઉ જેટલું ઉંચું શરીર હોય છે. આ મહાવિદેહતાને લઈને અકર્મ ભૂમિ રૂપ પણ દેવકુર અને ઉત્તરકુરુ એ ક્ષેત્રોને મહાવિદેહના ભેદ રૂપથી પરિગણિત કરવામાં આવેલ છે. આ મહેવિદેહતાથી યુક્ત મનુષ્યો અહીં રહે છે અને એ મનુષ્યોના સંબંધથી આ ક્ષેત્રને મહાવિદેહ કહેવામાં આવેલ છે. તેમજ મહાવિદેહ નામક દેવ અહીં રહે છે. આ દેવ મહર્દિક યાવતું એક પલ્યોપમ જેટલું એથી ઉપર્યુક્ત સર્વ કારણોને લઈને આ ક્ષેત્રનું નામ “મહાવિદેહ એવું રાખવામાં આવ્યું છે. અથવા “મહા વિદેહ' એવું આ ક્ષેત્રનું નામ અનાદિકાલિક છે. હે ભદંત મહાવિદેહ ક્ષેત્રમાં ગંધ. માદન નામક વક્ષસ્કાર પર્વત ક્યા સ્થળે. આવેલ છે? હે ગૌતમ ! નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશામા, મન્દર પર્વતના વાયવ્ય કોણમાં, શીતોદા મહાનદીની દિશા માં આવેલ અષ્ટમ વિજય રૂપ ગંધિલાવતી વિજયની પૂર્વ દિશામાં તેમજ ઉત્તર પૂરુ રૂપ સર્વોત્કૃષ્ટ ભૂમિક્ષેત્રની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રમાં ગન્ધમાદન નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે-કે જે બે પર્વતો મળીને પોતાના વક્ષસ-મધ્યમાં ક્ષેત્રને છુપાવી લે છે, તેનું નામ વક્ષસ્કાર પર્વત છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી લાંબો છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આયામ 30290-6 19 યોજન જેટલો છે. એ વક્ષસ્કાર નીલવાન વર્ષધર પર્વતની પાસે 480 યોજન જેટલી ઊંચાઈવાળો છે. આનો ઉદ્ધધ 400 ગાઉ જેટલો છે તેમજ વિખંભમાં એ પ૦૦ યોજન જેટલો છે. ત્યાર બાદ એ અનુક્રમે ઊંચાઈમાં અને ઉધમાં વધતો જાય છે અને વિખંભમાં ઓછો થતો જાય છે. આ પ્રમાણે મંદર પર્વતની પાસે પાંચસો યોજન જેટલી એની ઊંચાઈ થઈ જાય છે, અને પ૦૦ ગાઉ જેટલો એનો ઉધ થઈ જાય છે. તેમજ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એનો વિષ્ફભ રહી જાય છે. એ પર્વત ગજદેતનું જેવું સંસ્થાન હોય છે તેવાજ સંસ્થાનવાળો છે. તેમજ સવત્મિક રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિકની જેમ નિર્મળ છે. એ બન્ને પાર્શ્વ ભાગોમાં બે પદ્મવર વેદિકાઓથી અને બે વનખંડોથી સારી રીતે ચોમેરથી પરિવૃત છે.આ ગંધમાદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org