Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો 187 વક્ષસ્કાર પર્વતનો ઉપરનો ભૂમિભાગ ભૂમિરૂપ ભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવતુ અહીં અનેક દેવો અને દેવીઓ ઉઠતી-બેસતી રહે છે તેમજ આરામવિશ્રામ-શયન કરતી રહે છે. એ પર્વત ઉપર સાત કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, ગંધમાદન કુટ, ગંધિલાવતી કૂટ, ઉત્તરકુરુ કૂટ, સ્ફટિક કૂટ, ગંધમાદન કૂટ, લોહિતાક્ષ કૂટ, અને આનંદ કૂટ, મંદરપર્વતના વાયવ્ય કોણમાં ગંધમાદને કૂડના આગ્નેય કોણમાં સિદ્ધાયતન નામક કૂટ ઉપર કહેવામાં આવેલ છે. જે પ્રમાણ મુહિમવાનું પર્વત ઉપર સિદ્ધાયતનકૂટ-માટે કહેવામાં આવેલ છે, સિદ્ધાયતન વગેરે બધા સાતે કૂટો માટે પણ આ મુજબ જ પ્રમાણ સમજવું. આ પ્રમાણે જ સિદ્ધાયતન કૂટના કથન મુજબ જ ત્રણ વિદિશાઓમાં વાયવ્ય કોણમાં ત્રણ સિદ્ધાયતન વગેરે કૂટો કહેવા જોઈએ. 6 ફૂટોની ઉપર જ પ્રાસાદવંતસક છે. તતુ તતુ કૂટના અધિષ્ઠાયક દેવોના નિવાસ માટે યોગ્ય ઉત્તમ પ્રાસાદો છે, તેમજ તતુ તતુ દેવોની રાજધાનીઓ અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જંબૂદ્વીપમાં વાયવ્ય કોણમાં છે. આ ગન્ધમાદન નામક વક્ષસ્કાર પર્વતનો ગન્ધ દળતાં, કુટતા, વિકીર્ણ થયેલાં વગેરે રૂપમાં પરિણત થયેલા કોષ્ઠ પુટોનો વાવતું નગર પટાદિક સુગંધિત દ્રવ્યોનો ગબ્ધ હોય છે, તેવા પ્રકારનો છે. તે જેવો ઉઘર, મનોજ્ઞ વગેરે વિશેષણોવાળો હોય છે તેવોજ ગંધ આ વક્ષસ્કારમાંથી સર્વદા નીકળતો રહે છે. એથી હે ગૌતમ ! મેં આ પર્વતનું નામ ગન્ધમાદન વક્ષસ્કાર પર્વત એવું કહ્યું છે અહીં વિપુલ ભવન પરિવાર આદિ રૂ૫ ઋદ્ધિથી યુક્ત હોવા બદલ મહર્તિક વગેરે વિશેષણોવાળો ગંધમાદન નામક એક વ્યંતર દેવ રહે છે. એથી એના સંબંધથી એનું નામ “ગન્ધમાદન’ એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. [૧૪૨]મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરનામક ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે?હે ગૌતમ ! મંદર પર્વતની ઉત્તર દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, ગન્ધમાદન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તરકુર નામક ક્ષેત્ર-આવેલ છે. એ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એનો આકાર અદ્ધ ચંદ્રાકાર જેવો છે. એનો વિષ્ફભ 11842-2419 યોજન પ્રમાણ છે. આ ઉત્તર કુરુક્ષેત્રની જીવા પ્રત્યંચા-ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમમાં દીર્ઘ છે. એ પૂર્વ દિગ્દર્તી કોટિથી પૂર્વ દિશ્વર્તી વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે અને પશ્ચિમ દિશ્વર્તી કોટિથી પશ્ચિમ દિશ્વર્તી વક્ષસ્કારને સ્પશી રહેલ છે. આ પ્રત્યંચાનું ધનુઃ પૃષ્ઠ આયામની અપેક્ષાએ દક્ષિણ દિશામાં મેરુની પાસે 60418-1219 યોજન જેટલું છે. આ પ્રમાણે પૂર્વવર્ણિત સુષમસુષમાં નામક આરાની જે વક્તવ્યતા છે તેજ વક્તવ્યતા અત્રે જાણવી જોઈએ. યાવતુ ત્યાંના મનુષ્યો પદ્મ જેવી ગંધવાળા છે. કસ્તૂરી વાળા મૃગની જેવા ગંધ વાળા છે, મમતા રહિત છે, કાર્ય કરવામાં સક્ષક છે. વિશિષ્ટ પુણ્યશાલી છે. અને ધીમી ધીમી ચાલથી ચાલનારા છે. [143-14] હે ભગવન્ ઉત્તરકુરમાં યમક નામ વાળા બે પર્વતો ક્યાં આવેલા છે? હે ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશાના ચરમાન્સથી લઈને આઠ સો ચોત્રીસ યોજન એક યોજનાના ચાર સપ્તમાં અબાધા-અન્તરાલ વિના સીતા નામની મહાનદીના પૂર્વ પશ્ચિમ કિનારા પર પર એ રીતે યમક નામના બે પર્વતો કહેલા છે. એક હજાર યોજન ઉપરની તરફ ઊંચા છે. તેમજ અઢીસો યોજન જમીનની અંદર રહેલ છે. મૂલ ભાગમાં એક હજાર યોજના મધ્યમાં સાડા સાતસો યોજનાના લંબાઈ પહોળાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org