Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફબારો-૪ 185 દ્વિગુણિત છે તેથી પચાસ યોજના જેટલા વિસ્તારવાળી છે. એક યોજન જેટલો એનો ઉધ છે. ત્યાર બાદ એ ક્રમશ અભિવર્ધિત થથી પ્રતિયોજના બન્ને પાર્થભાગમાં 80 ધનુષ્ય જેટલી વૃદ્ધિ પામતી એટલે કે એક પાર્શ્વમાં 40 ધનુષ જેટલી વર્ધિત થતી મુખમૂલમાં -સાગરમાં પ્રવિણ થાય તે સ્થાનમાં એ પાંચસો યોજન સુધીના મુખમૂલ વિધ્વંભવાળી થઈ જાય છે કેમકે પ્રવાહ વિષ્ઠભની અપેક્ષા મુખમૂળનો વિખંભ દ્વિગુણિત થઈ જાય છે. એ બન્ને પાર્ષભાગ બે પદ્ધવરાવેદિકાઓથી અને બે વર્ષોથી સંપરિક્ષિપ્ત છે. નિષધ નામક વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો છે ? નવ ફૂટો છે. સિદ્ધાયતન ફૂટ, નિષધ તૂટ, હરિવર્ષ કૂટ, પૂર્વ વિદેહ કૂટ, હરિ કૂટ, ધૃતિ કૂટ, સીતાંદા કૂટ, અપર વિદેહ કૂટ અને રુચક કૂટ એમાં જે અરિહંતના ગૃહ રૂપ કૂટ છે, તે સિદ્ધયતન ફૂટ છે. નિષધ વર્ષધર પર્વતના અધિપતિનો જે કૂટ છે તે હરિવર્ષ કૂટ છે. પૂર્વવિદેહના અધિપતિનો જે કૂટ છે તે પૂર્વવિદેહ કૂટ છે. હરિ-સલિલા નદીની દેવીનો જે કુટ છે તે હરિકૂટ છે. તિગિંછ દૂહની અધિષ્ઠાત્રી દેવીનો જે ફૂટ છે તે વૃતિ કુટ છે શીતોદા નદીની દેવીનો જે કૂટ છે તે સીતોદા કૂટ છે અપર વિદેહાધિપતિનો જે કૂટ છે તે અપરવિદેહ કૂટ છે. ચક્રવાલ પર્વત વિશેષના અધિપતિનો જે કૂટ છે તે રૂચક ફૂટ છે. પહેલા જે સુદ્રહિમવતુ પર્વતના નવ ફૂટની ઉચ્ચતા, વિખંભ અને પરિક્ષેપનું પ્રમાણ કહેવામાં આવેલ છે તેજ પ્રમાણ આ કૂટોની ઉચ્ચતા, વિખંભ અને પરિક્ષેપનું સમજવું. હે ભદન્ત! નિષધ એવું નામ શા કારણથી કહ્યું છે? હે ગૌતમ ! એ નિષધ વર્ષધર પર્વતની ઉપર અનેક ફૂટ નિષધના સંસ્થાન જેવા-વૃષભ આકારના જેવા છે તેમજ એ વર્ષધર પર્વત ઉપર નિષધ નામક મહર્દિક યાવતુ એક પલ્યોમપ જેટલા આયુષ્યવાળો દેવ રહે છે. એ કારણે મેં એ વર્ષધર પર્વતનું નામ નિષધ' કહ્યું છે. [140-141] હે ભદેત ! આ જંબૂઢીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક દ્વીપ કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવાનું વર્ષધર પર્વતની-દક્ષિણ દિશામાં તથા નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તેમજ પૂર્વ દિગ્દર્તી લવણ, સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્વત લવણ સમુદ્રની પૂર્વ દિશામાં એ જંબૂદીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબું છે, અને ઉત્તરથી દક્ષિણમાં વિસ્તાર સંસ્થાને છે. પલ્યુક એ પોતાની પૂર્વ પશ્ચિમની કોટિથી-ક્રમશઃ પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શે છે. આ ક્ષેત્રનો વિસ્તાર 33684-419 મધ્ય ભાગમાં એની જીવા પૂર્વ પશ્ચિમ તરફ દીર્ઘ છે. એ પોતાની પૂર્વકોટિથી પૂર્વદિશ્વર્તી લવણ, સમુદ્રને અને પશ્ચિમ કોટિથી પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. એની દીર્ઘતાનું પ્રમાણ 1 એક લાખ યોજન જેટલું છે. આ મહાવિદેહ ક્ષેત્રનું ધનુપૃષ્ઠ પરિક્ષે પની અપેક્ષાએ બન્ને પાર્શ્વભાગોમાં ઉત્તર દક્ષિણમાં 158113 યોજન અને એક યોજનના 19 ભાગોમાંથી કંઈક વધારે 16 ભાગ પ્રમાણ છે આ મહા વિદેહ ક્ષેત્ર ચાર ભેદ યુક્ત છે. જેમકે પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુર અને ઉત્તર કુરુ. મેરુની પૂર્વ દિશા નો જે વિદેહ છે તે પૂર્વ વિદેહ છે અને મેરૂની પશ્ચિમ દિશાનો જે વિદેહ છે તે અપર વિદેહ છે. મેરુની દક્ષિણ દિશાનો જે વિદેહ છે તે દેવ કુરુ છે અને મેરુની ઉત્તર દિશાનો જે વિદેહ છે તે ઉત્તર કરે છે. હે ભદત! મહાવિદેહ ક્ષેત્રનો આકાર, ભાવ, પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે? હે ગૌતમ ! ત્યાંનો ભૂમિભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવતું કૃત્રિમ તેમજ અકૃત્રિમ નાનાવિધ પંચવર્ણોવાળા મણિઓથી અને તૃણોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org