Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફખારો-૪ 183 હે ભદત ! હરિવર્ષ ક્ષેત્રમાં વિકટાપતિ નામક એક વૃત્તવૈતાઢ્ય પર્વત ક્યાં આવેલા છે? હરિત નામક મહાનદીની પશ્ચિમ દિશામાં અને હરિકાન્ત મહાનદીની પૂર્વ દિશામાં એ હરિવર્ષ ક્ષેત્રના બહુ મધ્ય ભાગમાં છે. ત્યાં જ વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વત આવેલ છે. તેના વિખંભ ઉચ્ચતા, ઉધ, પરિક્ષેપ અને સંસ્થાન વગેરેનું સર્વે શબ્દાપાતી વૃત્ત તાત્ર્ય પર્વતના જ વિખુંભ આદિના વર્ણન જેવું છે. પરંતુ એ વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય. પર્વતની ઉપર અરુણ નામે દેવ રહે છે. હે ભદન્ત! આપ એ પ્રમાણે શા કારણથી કહો છો કે આ ક્ષેત્ર હરિવર્ષ છે? હે ગૌતમ ! હરિવર્ષ ક્ષેત્રમાં કેટલાક માણસો અરુણ વર્ણવાળા છે અને અરુણ જેવું જ તેમનું પ્રતિભાસન હોય છે, તેમજ કેટલાક માણસો શંખના ખંડ જેવા શ્વેત વર્ણવાળા છે એથી એમના યોગથી આ ક્ષેત્રનું નામ હરિવર્ષ” આવું કહેવામાં આવેલ છે. અહીં હરિ’ શબ્દ સૂર્ય અને ચંદ્ર એ બન્નેને સૂચિત કરે છે. એથી કેટલાક મનુષ્યો અહીં સૂર્ય જેવા અરુણ અને કેટલાક ચન્દ્ર જેવા શ્વેત મનુષ્યો અહીં વસે છે. [138] હે ભદત ! આ જંબૂઢીપમાં નિષધ નામક વર્ષધર પર્વત કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મહાવિદેહની દક્ષિણ દિશામાં અને હરિવર્ષ ઉત્તર દિશામાં પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રની દક્ષિણ દિશામાં તેમજ પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વદિશામાં જંબૂદ્વીપની અંદર નિષધ નામક વર્ષધર પર્વત આવેલ છે. એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી. લાંબો છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એ પોતાની બન્ને કોટિઓથી લવણ સમુદ્રને સ્પર્શી રહેલ છે. પૂર્વદિશ્વર્તી લવણસમુદ્રને અને પશ્ચિમ દિશ્વર્તી કોટિથી પશ્ચિમ દિશ્વર્તી લવણસમુદ્રને સ્પર્શી રહેલ છે. એની ઊંચાઇ 400 યોજન જેટલી છે. એનો ઉધ 480 ગાઉ જેટલો છે, તેમજ વિખંભ 16842-219 યોજન જેટલો છે. તેમજ એની વાહા -પૂર્વ પશ્ચિમમાં આયામથી અપેક્ષાએ 20175 -2 91 યોજન તેમજ અધ ભાગ પ્રમાણ છે. તેમજ એની ઉત્તર જીવા આયામની અપેક્ષા 9141-2/19 યોજન છે. એના ધનુપૃષ્ઠનું પ્રમાણ પરિક્ષેપની અપેક્ષાએ દક્ષિણ દિશામાં 124364 -9 19 યોજન જેટલું છે એનું સંસ્થાન રુચકના સંસ્થાન જેવું છે એ સર્વાત્મના તપ્તસુવર્ણમય છે. આકાશ અને સ્ફટિકની જેમ એ તદ્દન નિર્મળ છે. એના બને દક્ષિણ ઉત્તરના પાર્શ્વભાગો માં બે પદ્મવર વેદિકાઓ છે અને બે વનખંડો છે. તેનાથી એ ચોમેરથી સંપૂર્ણ રૂપમાં પરિ વૃત્ત છે. એ વર્ષધર પર્વતના બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યમાં એક વિશાળ તિગિંચ્છિ દ્રહ આવેલ છે. એ દ્રહ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તર દક્ષિણ દિશા માં વિસ્તૃત છે. એનો આયામ ચાર હજાર યોજન જેટલો છે અને વિખંભ બે હજાર યોજન જેટલો છે. એનો ઉધ દશ યોજન જેટલો છે. એ આકાશ અને સ્ફટિક જેવો નિર્મળ છે અને એ ચીકણો છે. એના તટો રજતમય છે. તે તિગિંછિ દ્રહની ચોમેર ત્રિસોપાન પ્રતિરૂપકો છે. અહીં મહર્દિક યાવતું એક પલ્યોપમ જેટલી સ્થિતિ વાળી વૃતિ નામક દેવી રહે છે. [13] તિગિછિદ્રહના. દક્ષિણ દિશ્વર્તી તોરણ દ્વારથી હરિત નામની મહાનદી, નીકળે છે અને નીકળીને તે ૭૪ર૧-૧૧૯ યોજન સુધી તે જ પર્વત ઉપર દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થઈ છે, અને ઘટના મુખમાંથી અતીવ વેગ સાથે નીકળતા મુક્તા વલિહારના જેવા નિર્મળ એવા પોતાના પ્રવાહથી કે જેનું પ્રમાણ કંઈક વધારે ચાર હજાર યોજન જેટલું છેતિથિંછિ પ્રપાત કુંડમાં પડે છે. આ પ્રમાણે જે હરિકાન્ત મહાનદીની વિક્તવ્યતા છે મુજબ હરિત મહાનદી જાણવી એ મહાનદી પર્વતની ઉપર 7421 -119 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org