Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૪ 18 બસો યોજન જેટલો છે. રોહિતા ની જે સ્થાન ઉપરથી તે પ્રપાત કુંડમાં પડે છે. તે સ્થાન એક વિશાળ જિહિવકા રૂપમાં છે. એ જિહિતકા આયામ-લંબાઈમાં એક યોજન જેટલી છે તેમજ એક ગાઉ જેટલી એની મોટાઈ છે એનો આકાર ખુલ્લા મગરના મુખ જેવો છે. એ સવત્મિના વજરત્નમયી છે તેમજ આકાશ અને સ્ફટિક જેવી નિર્મળ છે. એ રોહિતા નામક મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ પ્રપાત કુંડ છે. એનું નામ રોહિત પ્રપાત કુંડ છે. આ રોહિત પ્રપાતકુંડ આયામ અને વિખંભની અપેક્ષાએ 120 યોજન જેટલો છે. આનો પરિક્ષેપ કંઈક કમ 380 યોજન જેટલો છે. એની ઊંડાઈ 10 યોજન જેટલી છે. એનો તલભાગ વજરત્ન નિર્મિત છે. એ ગોળ છે. એનો તીર ભાગસમ છે, તે રોહિત પ્રપાત કુંડના ઠીક મધ્યભાગમાં એક સુવિશાળ રોહિત દ્વીપ નામક દ્વીપ આવેલ છે. એ દ્વીપ આયામ અને વિખંભની અપેક્ષાએ 16 યોજન જેટલો છે. કંઈક અધિક 50 યોજન જેટલો આનો પરિક્ષેપ છે. એ પાણીથી બે ગાઉ ઉપર ઉઠેલો છે. એ સવત્મિના વજમય છે. આકાશ અને સ્ફટિક જેવો એ નિર્મળ છે. એ એક પઘતર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર સારી રીતે પરિવૃત છે, આ રોહિત દ્વીપની ઉપરનો જે ભૂમિભાગ છે તે બહુસમરમણીય છે તેની ઠીક મધ્યભાગમાં એક વિશાળ ભવન આવેલ છે. એ આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું છે. એ વિસ્તારની અપેક્ષાએ એ ભવન અધર ગાઉ જેટલું છે, કંઈક કમ એક ગાઉ જેટલી એની એની ઊંચાઈ છે વગેરે રૂપમાં અહીં શેષ બધું વર્ણન સમજી લેવું જોઈએ. રોહિત પ્રપાત કુંડની દક્ષિણ દિશાના તોરણોથી રોહિત નામક મહા નદી નીકળે છે. તે નદી, હૈમવત ક્ષેત્ર તરફ પ્રવાહિત થતી શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતથી બે ગાઉ દૂર રહીને પછી ત્યાંથી તે પૂર્વ દિશા તરફ પાછી ફરે છે અને તે હૈમવત ક્ષેત્રને બે વિભાગોમાં વિભક્ત કરતી 28 હજાર પરિવાર ભૂત નદીઓથી યુક્ત થઈને જંબૂદ્વીપની ગતીને દિત કરતી પૂર્વ લવણ સમુદ્રમાં મળે છે. રોહિતાંશા મહાનદીના વર્ણન જેવું જ એ મહા નદીના આયામ વગેરેનું વર્ણન છે. તે મહા પદ્મદ્રહ ઉત્તરદિશ્વર્તી તોરણ દ્વારથી હરિકાન્તા નામક મહાનદી નીકળે છે. એ નદી 1605-5 19 યોજન પર્વત ઉપરથી ઉત્તરની તરફ જઈને ખૂબ જ વેગ સાથે પોતાના ઘરમુખથી વિનિર્ગત જલ પ્રવાહ તુલ્ય જ પ્રવાહથી-કે જેનો આકાર મુક્તાવ લિના હાર જેવો હોય છે અને જે કંઈક અધિક બસો યોજન પ્રમાણ પરિમિત છે. હરિકાન્ત પપ્રાત કુંડમાં પડે છે. જે જિહૂિકા આયામની અપેક્ષાએ બે યોજન જેટલી છે અને વિખંભની અપેક્ષાએ 25 યોજન જેટલી છે. એનો બાહુલ્ય બે ગાઉ જેટલો છે. ખુલ્લા મુખવાળા મગરનો જેવો આકાર છે. એ સવત્મના રત્નમયી છે તેમજ આકાશ અને સ્ફટિકવતુ એની નિર્મળકાંતિ છે. હરિકાન્ત નામક એ મહાનદી જ્યાં પડે છે ત્યાં એક વિશાળ હરિકાન્ત પ્રપાત કુંડ નામક કુંડ છે. એ કુંડ આકાશ અને સ્ફટિકવતુ એકદમ નિર્મળ છે. અહીં કુંડ સંબંધી પૂરી વક્તવ્યતા તોરણોના કથન સુધીની અધ્યાત કરી લેવી જોઈએ. તે હરિકાંત પ્રપાત કંડના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ હરિકાન્ત દ્વીપ નામક દ્વીપ આવેલ છે. એ દ્વીપ આયામ અને વિષ્કભની અપેક્ષાએ ૩ર યોજન જેટલો છે. 101 યોજન જેટલો આનો પરિક્ષેપ છે તેમજ એ પાણીની ઉપરથી બસો ગાઉ ઊંચો છે. એ સવત્મિના રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિક જેવી એની નિર્મળ કાન્તિ છે. એ એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવેષ્ટિત છે. તેમજ હરિકાન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org