Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 180 જબુદ્ધીવપન્નતિ-૪૧૩૩ દિશામાં અને ક્ષુદ્રહિમવતુ પર્વતની ઉત્તર દિશામાં હોવા બદલ આ ક્ષેત્ર તેમના વડે સીમા નિધારિત હોવાથી તેની સાથે સંબંધ ધરાવે છે. એવા વિચારથી હૈમવતુ આ પ્રકારના સાર્થક નામવાળી કહેવામાં આવેલ છે. તેમજ ત્યાંના જે યુગલ મનુષ્યો છે તેઓ બેસવા વગેરે માટે હેમમય શિલાપટ્ટકોનો ઉપયોગ કરે છે, તેમજ યુગલ મનુષ્યોને સુવર્ણ આપીને તે તેજ સુવર્ણનો પ્રકાશ કરે છે, સુવર્ણ શિલાપટ્ટકાદિ રૂપમાં પ્રદર્શન કરે છે આમ પરિસ્થિતિઓને અનુલક્ષીને પણ એનું નામ હૈમવત' એવું કહેવામાં આવેલ છે. હૈમવત નામક દેવ એમાં રહે છે-એ હૈમવત દેવ મહર્તિક દેવ છે અને પલ્યોપમ જેટલી એની સ્થિતિ છે. એ કારણથી પણ હૈમવત' એવું કહેવામાં આવેલ છે. [34] હે ભદન્ત ! એ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મહાહિમવતુ નામક વર્ષધર પર્વત કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! હરિવર્ષની દક્ષિણ દિશામાં અને હૈમવતું ક્ષેત્રની ઉત્તર દિશામાં તેમજ પૂર્વ દિગ્ગત લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિગ્વતી લવણ સમુદ્રની પૂર્વદિશામાં એ જેબૂદ્વીપ નામક દ્વીપમાં મહાહિમવન્ત નામક વર્ષધર પર્વત આવેલ છે. એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. પર્યકનો જેવો આકાર છે, એ પોતાની પૂર્વ અને પશ્ચિમ દિગ્વત બને કોટીઓથી ક્રમશઃ પૂર્વ દિગ્દર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહ્યો છે. એની ઊંચાઈ બસો યોજન જેટલી છે. તેમજ એની ઊંડાઈ પ૦ યોજન જેટલી છે. આનો વિખંભ ૪ર૧૦-૧૦૧૯ યોજન જેટલો છે. કેમકે હૈમવત ક્ષેત્રની અપેક્ષાએ દ્વિગુણિત છે. એની વાહા આયામની અપેક્ષાએ પૂર્વ પશ્ચિમમાં 9272-9 19 યોજન તેમજ અધ યોજન જેટલી છે. એની જીવા ઉત્તરમાં પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે. પૂર્વ દિશામાં તે જીવ પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. તથા પશ્ચિમ દિગ્દર્તી તે જીવા પશ્ચિમ દિગ્ધ લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. એ જીવા આયામની અપેક્ષાએ કંઈક વધારે પ૩૯૩૧-૬ 19 યોજન જેટલી છે. એનું ધનુઃ પૃષ્ઠ દક્ષિણ દિશામાં પરિક્ષે પની અપેક્ષાએ પ૭૨૯૩ -10 19 યોજન પ્રમાણે છે. ૨ચકને સંસ્થાન-છે એ સવત્મિના રત્નમય છે. નિર્મળ છે, એની બન્ને તરફ પઘવર વેદિકાઓ છે અને બબ્બે વનખંડો છે. મહાહિમવાનું વર્ષધર પર્વતના ઉપરનો જે ભૂમિભાગ છે તે બહુસમરમણીય છે. યાવતુ એ અનેક પ્રકારના પાંચ વણવાળા મણિઓથી અને તૃણોથી ઉપશોભિત છે. ૧૩પ મહાહિમવન્ત પર્વતના. ઠીક મધ્ય ભાગમાં મહા પદ્મદ્રહ આવેલ છે. આનો આયામ બે હજાર યોજન જેટલો છે, અને એક હજાર યોજન જેટલો એનો વિખંભ છે. ઊંડાઈ એની દશ યોજન જેટલી છે. એ આકાશ અને સ્ફટિકવતુ નિર્મળ છે. એનો કુલરજતમય છે.શેષ બધી વક્તવ્યતા અહીં પદ્મદ્રહની વક્તવ્યતા જેવી જ છે,એની મધ્ય ભાગમાં જે કમળ છે તે બે યોજન જેટલું છે. મહાપદ્મદના વર્ણ જેવા અનેક પદો વગેરે અહીં છે. અહીં લ્હી નામક દેવી રહે છે, યાવતું એની એક પલ્યોપમ જેટલી સ્થિતિ છે. મહા પાઉં એવું જે આ દૂહનું નામ છે તે શાશ્વત જ છે, એ મહાપાદ્ધની દક્ષિણ દિશ્વર્તી તોરણોથી રોહિતા નામે મહા નદી નીકળી છે અને મહાહિમવંત પર્વતની ઉપર તે ૧૬૦પ-પ૧૯ યોજન સુધી દક્ષિણાભિમુખી થઈ ને વહે છે એ પોતાના ઘટમુખ પ્રવૃત્તિક તેમજ મુક્તાવલિહાર તુલ્ય પ્રવાહથી પર્વતની નીચે આવેલા રોહિત નામક પ્રપાત કુંડમાં પડે છે. પર્વત ઉપરથી નીચે સુધી પડનાર તે પ્રવાહ પ્રમાણમાં કંઈક વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org