Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૪ 179 બૂઢીપ નામક દ્વીપમાં કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મહા હિમવાનું વર્ષધર પર્વની દક્ષિણ દિશામાં શુદ્ધ હિમવાનું પર્વતની ઉત્તર દિશામાં પૂર્વદિગ્વતી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જમ્બુદ્વીપ નામક દ્વીપમાં હૈમવત ક્ષેત્ર આવેલ છે. એ હૈમવત ક્ષેત્ર પૂર્વથી, પશ્ચિમ સુધી લાંબું છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. આ હૈમવત ક્ષેત્રનો આકાર પર્યકનો જેવો છે. શુદ્ધ હિમવતુ પર્વતના વિખંભથી આનો વિષ્ફભ દ્વિગુણ છે. એ બન્ને તરફથી લવણસમુદ્રને સ્પર્શી રહ્યો છે. પૂર્વ કોટિથી પૂર્વ લવણસમુદ્રને અને પશ્ચિમ દિગ્દર્તી લવણસમુદ્રને સ્પર્શી રહ્યો છે. આનો વિસ્તાર ર૧૦૫૩ 19 યોજન જેટલો છે. એની વાહા-પૂર્વ પશ્ચિમમાં લંબાઈની અપેક્ષાએ ૬૭પપ-પ 19 યોજન જેટલી છે. એની જીવા ઉત્તર દિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી આયત. લાંબી છે. એ બન્ને તરફથી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. પૂર્વની કોટીંથી પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે અને પશ્ચિમ દિગ્વતી કોટીથી પશ્ચિમ દિગ્વત સમુદ્રને સ્પર્શી રહી છે. એ આયામની અપેક્ષાએ કંઈક કમ 37674 -10 19 યોજન જેટલી છે. આનું ધનુપૃષ્ઠ પરિક્ષેપની અપેક્ષાએ 38740 -1619 યોજન જેટલો છે. અહીંનો ભૂમિભાગ બહુ સમરમણીય છે. અહીં સર્વદા તૃતીયકાળ સુષમ દુષમારકની રચના રહે છે. 132-133 હે ભદંત ! હેમવત ક્ષેત્રના જે “શબ્દાપાતી' નામક વૃત્તતાય પર્વત કહેવામાં આવેલ છે, તે ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! રોહિતા મહાનદીની પશ્ચિમ દિશામાં અને રોહિતાંશા મહાનદીની પૂર્વ દિશામાં આ “શબ્દાપાતી' નામક વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલ છે, એ પર્વત હૈમવત ક્ષેત્રના ઠીક મધ્ય ભાગમાં છે, એની ઊંચાઈ એક હજાર યોજન જેટલી છે. ૨પ૦ યોજન જેટલો આનો ઉદ્દેધ છે. એ સર્વત્ર સમાન છે. પલંગનો જેમ આયત ચતુરસ આકાર હોય છે, તેવો જ આકાર આ પર્વતનો પણ છે. આનો આયામ અને વિખંભ 1 હજાર યોજન જેટલો છે. તેમજ આનો પરિક્ષેપ કંઈક વધારે ૩૧૫ર યોજન જેટલો છે. એ સવત્મિના રત્નમય છે. અને આકાશ તેમજ સ્ફટિક મણિવત નિર્મળ છે. આ એક પાવરવેદિકા અને વનખંડથી ચોમેર આવૃત્ત છે. શબ્દાપાતી વૃતવૈતાઢ્ય પર્વતના ઉપરનો ભૂમિભાગ બહુસમરમણીય છે. તે બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાળ પ્રાસાદા વર્તસક છે. એ ફરા યોજન જેટલો ઊંચો છે. 31 યોજન જેટલો આનો આયામ અને વિખંભ છે. યાવત્ એમાં સપરિવાર સિંહાસન છે. શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત ઉપર નાની-મોટી વાપિકાઓથી યાવતુ બિલપંક્તિઓમાં અનેક ઉત્પલ-પક્વોની કે જેમની પ્રભા શબ્દાપાતી જેવી છે, જેમનો વર્ણ શબ્દાપાતી જેવો છે. તેમજ અહીં શબ્દાપાતી નામક મહદ્ધિ યાવતુ મહાનુભાવશાલી દેવ કે જેની એક પલ્યોપમન જેટલી સ્થિતિ છે રહે છે. એથી આ પર્વતનું નામ “શબ્દાપાતી આ પ્રમાણે કહેવામાં આવેલ છે. એ દેવ ત્યાં પોતાના ચાર હજાર સામાનિક દેવો યાવતું ચાર સપરિવાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદાઓ ઉપર, સાત અનીકો ઉપર સાત અનીકાધિપતિઓ ઉપર, 16 હજાર આત્મરક્ષક દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરપત્ય, સ્વામિત્વ. ભર્તૃત્વ, મહાકત્વ તેમજ આશ્વર સેનાપત્ય ધરાવતો તેની પાલ ના કરાવતો. દિવ્ય ભોગો ભોગવતો રહે છે. હે ગૌતમ! આ ક્ષેત્ર ક્ષુદ્રહિમવતુ પર્વત અને મહાહિમવતુ પર્વત એ બન્ને વર્ષધર પર્વતોના મધ્યભાગમાં છે. એથી મહાહિમવતુ પર્વતની દક્ષિણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org