Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 184 જંબુદ્વિવપન્નત્તિ-૪૧૩૯ યોજન સુધી પ્રવાહિત થતી કહેવામાં આવેલ છે. તે તિગિંછિ દ્ધના ઉત્તર દિગ્દર્તી તોરણોથી સીતોધ નામે મહાનદી નીકળે છે. એ મહા નદી પર્વતની ઉપ૨ ૭૪ર૧-૧ 19 યોજન સુધી ઉત્તર દિશા તરફ પ્રવાહિત થઈને પછી એ ઘટના મુખમાંથી નીકળતા જલપ્રવાહની જેમ વેગશાલી પોતાના વિશાલ પ્રવાહથી પ્રપાત કુંડમાં પડે છે. એનું પ્રવાહ પ્રમાણ કંઈક વધારે ૧૦pયોજન જેટલું કહેવામાં આવેલ છે, એ સીતાદા મહાનદી જ્યાંથી પ્રપાત કુંડમાં પડે છે ત્યાં એક વિશાળ જિફ્રેિવકા છે. એનું આયામની અપેક્ષાએ પ્રમાણ 4 યોજન જેટલું અને વિષ્કભની અપેક્ષાએ પત્ર યોજન જેટલું છે. તેમજ એક યોજન જેટલા પ્રમાણનું આનું બાહુલ્ય છે. એનો આકાર મગરના ખુલા મુખના જેવો છે તેમજ એ સર્વાત્મના વજમયી છે, અને સર્વથા નિર્મળ છે. સ્ત્રીતોઇ મહા નદી જ્યાં પડે છે ત્યાં એક સીતાદા પ્રપાત નામક કુંડ આવેલ છે. 480 યોજન પ્રમાણ એનો આયામ એને વિષ્ઠભ છે તેમજ કંઈક કમ 1518 યોજન જેટલો એનો પરિક્ષેપ છે. એ સર્વથા સ્વચ્છ છે. આ પ્રમાણે અહીં કુંડ સંબંધી વક્તવ્યતા સમજી લેવી જોઈએ. એ સીતદા પ્રપાત કુંડના. ઠીક મધ્ય ભાગમાં એક સીતાદ દ્વીપ નામક દ્વીપ છે. એનો આયામ અને વિખંભ 64 યોજન જેટલો છે. તેમજ 202 યોજન જેટલો એનો પરિક્ષેપ છે. એ પાણી ઉપર બે ગાઉ સુધી ઉપર ઉઠેલ છે. એ દ્વીપ સર્વાત્મના રત્નમય છે અને સર્વથા નિર્મલ છે. ગંગાદ્વીપ પ્રકરણમાં જેવી પદ્મવરવેદિકા, વનખંડ, ભૂમિભાગ, ભવન, શયનીય અને ત્યાં તેમના નામ વિષે જે કારણો સ્પષ્ટ કરવામાં આવેલાં છે તેવું જ સર્વ કથન અહીં પણ પ્રકરણાનુસાર જાણી લેવું જોઈએ. - તે સીતાદા પ્રપાત કુંડના ઉત્તરદિશ્વર્તી તોરણ દ્વારથી સીતાદા મહાનદી નીકળે છે, અને નીકળીનવે તે દેવ કુરુક્ષેત્રમાં પ્રવાહિત થતી થતી પૂર્વ અને અપર તટવર્તી ચિત્ર-વિચિત્ર કૂટોને પર્વતોને નિષધ, દેવકુફ સૂર સુલસ તેમજ વિદ્યુપ્રભ એ સમશ્રેણિ વર્તી પાંચ દૂહોને વિભક્ત કરતી તેમની મધ્યમાં થઇને પ્રવાહિત થાય છે. તે સંબંધમાં વિભાગક્રમ આ પ્રમાણે છે ચિત્ર-વિચિત્ર પર્વતોની વચ્ચે પ્રવાહિત થાય છે તેથી ચિત્રકૂટ પર્વતને પૂર્વમાં રાખીને અને વિચિત્ર કૂટ પર્વતોની પશ્ચિમમાં રાખીને આ નદી દેવકુરુમાં પ્રવાહિત થાય છે. સમ શ્રેણિવત પાંચે પાંચ દૂહને આ વિભક્ત કરે છે અને તેમની અંદરથી પ્રવાહિત થાય છે. એ સમયમાં જ એ દેવકુરુવર્તી 84 હજાર નદીઓથી યુક્ત થઈ જાય છે અને પ્રપૂરિત થઈ જાય છે. અને પછી મેરુનું જે પ્રથમ વન ભદ્રશાલ વન છે ત્યાં જાય છે. જતાં જતાં એ મેરુને એ ર યોજન દૂર મૂકી દે છે. આ પ્રમાણે શીતોદા અને મેર વચ્ચેનો અન્તરાલ આઠ ગાઉનો થઈ જાય છે. એ પશ્ચિમ તરફ જઈને અધો ભાગવર્તી વિઘુપ્રભનામક વક્ષસ્કાર પર્વત નૈઋત્ય દિગ્વત, કુરુગોપક પર્વતને વિભક્ત કરતી. મંદર પર્વતની પશ્ચિમ દિશામાં વિદ્યમાન અપર વિદેહ ક્ષેત્રમાં અને પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં વહે છે. ત્યાં એમાં એક-એક ચક્રવર્તી વિજયથી આવી આવીને 28-28 હજાર બીજી નદીઓ મળે છે. ચક્રવર્તી વિજયો 16 છે. એ 16 ચક્રવતી વિજ્યોની 28-28 સહસ્ત્ર નદીઓના હિસાબથી 448000 જેટલી નદીઓની સંખ્યા થઈ જાય છે. તેમજ એ સંખ્યામાં દેવકુરુગત 84000 નદીઓની સંખ્યા જોડીએ તો એ સર્વ નદીઓનો પરિવાર-પ૩ર૦૦૦ થઈ જાય છે. આ સીતાદા મહાનદી નિર્ગમન સ્થાનમાં હરિત નદીના પ્રવાહની અપેક્ષાએ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org