Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 178 જંબુદ્વિવપન્નતિ-૪૧૩૦ ભાગ બહુસમરમણીય કહેવામાં આવેલ છે. યાવતુ એ સિદ્ધાયતનના બહુસમ રમણીય ભૂમિભાગના ઠીક મધ્યમાં એક વિશાળ સિદ્ધાયતન છે. એ સિદ્ધાયતન કૂટ આયામની. અપેક્ષાએ પ0 યોજન કહેવામાં આવેલ છે. ભરત કૂટના પૂર્વમાં અને સિદ્ધાયતન કૂટનાં પશ્ચિમમાં શુદ્ધ હિમવતુ પર્વત ઉપર શુદ્ર હિમવતુ કૂટ નામક કૂટ આવેલા છે. આ પ્રમાણે સિદ્ધાયતન ફૂટની જેટલી ઊંચાઈ કહેવામાં આવેલી છે, જે પ્રમાણમાં વિખંભ કહેવામાં આવેલ છે અને જે પ્રમાણમાં પરિક્ષેપ કહેવામાં આવેલ છે, તેટલી જ ઊંચાઈ, તેટલો જ વિખંભ અને પરિક્ષેપ એ કૂટનો પણ જાણવો. એ મધ્યભાગમાં વિશાળ પ્રાસાદાવતંસક કહેવામાં આવેલ છે એ પ્રાસાદવંતસક ઊંચાઈમાં ફરા યોજન છે. આનો વિખંભ 31 યોજન અને એક ગાઉ જેટલો છે. એ સમચતુસ્ત્ર છે એ પ્રાસાદાવતંસક ઉપર વાયુથી આંદોલિત થતી વિજય વૈજયન્તીઓ ફરકી રહે છે, પતાકાઓથી અને છત્રાતિછત્રોથી એ કલિત છે. એ અતીવ ઊંચો છે. એના શિખરો આકાશને સ્પર્શી રહ્યા છે. એના બાહ્યભાગમાં જે ગવાક્ષો છે તે રત્નજટિત છે તેમજ એ પ્રાસાદાવતુંસક એવો સુંદર નવીન બનેલા જેવો લાગે છે કે જાણે એ અત્યારે જ વંશાદિ નિર્મિત છેદન વિશેષથી બહાર કાઢવામાં આવેલ ન હોય. તે તદ્દન સ્વચ્છ અને અવિનષ્ટ કાંતિવાળા પ્રતીત થાય છે. જે સ્કૂપિકાઓ છે તે મણિઓ અને રત્નોથી નિર્મિત છે. એ સુખકારી સ્પર્શવાળો છે. શોભા સમ્પન્ન આકારવાળી છે અને પ્રાસાદીય છે. યાવતુ પ્રતિરૂપક છે. એ પ્રાસાદવંતસકનો ભીતરી ભાગ બહુસમરમણીય કહેવામાં આવેલ છે. ત્યાં સપરિવાર સિંહાસનનું વર્ણન કરી લેવું જોઈએ. એ કૂટ ઉપર યુદ્ધ હિમવત નામક દેવકુમાર રહે છે. એ મહદ્ધિક વગેરે વિશેષણો વાળો છે. આ કારણથી મે સુલ્લમહિમવન્ત કૂટ એ નામથી સંબોધિત કરેલ છે. ક્ષુદ્રહિમવત્ત કૂટની દક્ષિણ દિશામાં તિર્યગુ લોક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને અન્ય જંબૂદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણ દિશા તરફ 12 યોજન આગળ જઈને જે સ્થાન આવે તે જ સ્થાનમાં ક્ષુલ્લકહિમવત ગિરિકુમાર દેવની ક્ષુદ્ર હિમવતી નામક રાજધાની છે. એ આયામ અને વિખંભની અપેક્ષા 12 હજાર યોજન જેટલી છે. શેષ સર્વ કથન એના સંબંધમાં વિજય રાજધાની જેવું જ છે. આ પ્રમાણે હિમવંત કૂટના વર્ણનની પદ્ધતિ મુજબ જ ભરત કૂટ, વગેરે કૂટોની વક્તવ્યતા સમજી લેવી જોઇએ ક્ષહિમવન્ત હેમવંત કૂટ ઉપર, ભરત કૂટ ઉપર, હેમવંતક ફૂટ ઉપર, વૈશ્રવણ કૂટઉપર એ ચાર કૂટો ઉપર દેવો રહે છે. તેમજ શેષ કૂટો ઉપર દેવીઓ રહે છે. મહાહિમવન્ત વર્ષધર પર્વતની અપેક્ષાએ તેના આયામ, ઉચ્ચત્વ, ઉદ્વધ વિખંભ, પરિક્ષેપોને આશ્રિત કરીને સુદ્ર હિમવતુ પર્વતનો આયામ વગેરે વિસ્તાર અલ્પ છે. લઘુતર છે. મહાહિમવાનના ઉધ ની અપેક્ષાએ આનો ઉધઅતિતત્ત્વ છે. મહાહિમવાના ઉચ્ચત્વની અપેક્ષાએ એ પર્વતની ઉંચાઈ ઓછી છે. તથા ક્ષુદ્ર હિમવાન નામક દેવ એ ક્ષુદ્ર હિમવાનું વર્ષધર પર્વત ઉપર રહે છે. એ ક્ષહિમવાન નામક દેવ મહદ્ધિક છે અને યાવતું એક પલ્યોપમ જેટલી સ્થિતિ ધરાવે છે. આ કારણથી હે ગૌતમ ! એ વર્ષધર પર્વતનું નામ શુદ્ધ હિમવાનું વર્ષધર એવું કહ્યું છે. અથવા ક્ષુદ્ર હિમવનું પર્વતનું “ક્ષુદ્રહિમવાનું એવું નામ જે કહેવામાં આવેલું તે તો શાશ્વત છે. [131] હે ભદત ! ક્ષુદ્ર હિમવાનું વર્ષધર પર્વથી વિભક્ત હૈમવત ક્ષેત્ર આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org