Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 176 જબુતવપન્નતિ-૪/૧૨૯ વાલુકા સમૂહો છે તે સુવર્ણની અને શુભ્ર રજતની વાલુકાઓથી યુક્ત છે, એના તટના આસનવત જે ઉન્નત પ્રદેશ છે તે વૈર્ય અને સ્ફટિકના પટલથી નિર્મિત છે. એમાં પ્રવેશ કરવા માટે અને બહાર નીકળવા માટે જે માર્ગ છે તે સુખકર છે. એના ઘાટો અનેક મણિઓ દ્વારા સુબદ્ધ છે, એ પ્રફુલ્લિત ઉત્પલોની, કુમુદોની. નલિનોની, સુભગોની. સૌગંધિકોની, પુંડરીકોની, મહાપુંડરીકોની, શતપત્ર વાળા કમળોની, કિંજલ્કોથી ઉપશોભિત છે એના. કમળો ઉપર ભ્રમરો બેસીને તેમના કિંજલ્કનું પાન કરતા રહે છે. એનું જળ આકાશ અને સ્ફટિકની જેમ અત્યંત નિર્મળ છે. એ સર્વદા જળથી પરિપૂર્ણ રહે છે. એમાં આમતેમ અનેક મચ્છ કચ્છપો કરતા રહે છે. અનેક જાતિઓના પક્ષીઓના જોડા અહીં બેસીને અનેક પ્રકારના મધુર સ્વરોથી શો કરતાં રહે છે, એ કુંડ પ્રાસાદીય છે, દર્શનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. એ કુંડ એક પદ્રવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત્ત છે. તે ગંગા પ્રપાત કુંડની ત્રણ દિશાઓમાં ત્રણ ત્રિસોપાન પ્રતિ રૂપકો છે એક ત્રિભોપાન પ્રતિરૂપક પૂર્વ દિશામાં છે એક ત્રિભોપાન પ્રતિરૂપક દક્ષિણ દિશામાં છે, એક ત્રિપાન પ્રતિરૂપક પશ્ચિમ દિશામાં છે એ ત્રિસોપાન એના ભૂભાગથી ઉપર નીકળેલા પ્રદેશરૂપ અને વજરત્ન નિર્મિત છે. પ્રતિષ્ઠાનાત્રિ સોપાનના મૂલ પ્રદેશો રિસ્ટરત્નનિર્મિત છે. યાવતુ એ ત્રિસોપાન પ્રતિકરૂપોમાંથી પ્રત્યેક ત્રિસોપાન પ્રતિરૂપકની આગળ-આગળ તોરણો છે. એ તોરણો અનેક વિધમણિઓથી નિર્મિત છે. તેમજ અનેક મણિમય સ્તંભોની ઉપર એ તોરણો સંનિવિષ્ટ છે. એમના દરેકે દરેક સ્તંભમાં વિજય વેદિકાઓ ઉત્કીર્ણ કરવામાં આવેલી છે. વિદ્યાધરોના ચિત્રિત મોલો સમણિક યુગલોથી તે એવી રીતે લાગતા હતા કે જાણે એઓ સંચરિષ્ણુ પુરુષની પ્રતિમાદ્વયથી જ યુક્ત ન હોય હજારો કિરણો વડે એઓ પ્રકાશિત થતા રહે છે. એમનો સ્પર્શ સુખકારક છે. એ સઠીક રૂપવાળા છે. એમની ઉપર જે ઘંટાવલિ નિક્ષિપ્ત છે તે જ્યારે પવનના. સ્પર્શથી હાલે છે ત્યારે તેમાંથી જે મધુર-મનોહર રણકાર નીકળે છે. એ તોરણોની આગળ ઘણા આઠ આઠ મંગલક દ્રવ્યો છે. એ સર્વ મંગલક દ્રવ્યો પ્રાસાદીય છે, દર્શનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ છે તે તોરણો ઉપર અનેક કૃષ્ણવર્ણની ધ્વજાઓ કે જેઓ ચામરોથી અલંકૃત છે- એ સર્વે ધ્વજાઓ અચ્છે છે ચિકણ પુદ્ગલોના સ્કંધથી નિર્મિત છે, રજતમય પદ્દોથી શોભિત છે. વજમય દંડોવાળી છે. કમળો જેવી ગંધવાળી છે, અતિ મનોહર છે. પ્રાસા દીય છે દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. તે ગંગા પ્રપાત કુંડની ઠીક મધ્ય ભાગમાં એક સુવિશાળ ગંગાદ્વીપ નામક દ્વીપ કહેવામાં આવે છે. આયામ અને વિષ્ક ભની અપેક્ષાએ એ દીપ આઠ યોજન પ્રમાણ કહેવામાં આવેલ છે. એ દ્વીપનો પરિક્ષેપ કિંઈક વધારે 25 યોજન જેટલો છે. પાણીની ઉપર એ બે ગાઉ સુધી ઉપર ઉઠેલો છે. એ સવત્મિના વજરત્ન નિમિત છે એ અચ્છ અને ગ્લક્ષણ છે. એ ગંગાદ્વીપ નામક દ્વીપ એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત્ત છે. ગંગાદ્વીપ નામકદ્વીપની ઉપર નો ભૂમિભાગ બહુસ મરણીય કહેવામાં આવેલ છે. તે બહુમરણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક અતીવ વિશાળ ગંગાદેવીનું ભવન કહેવામાં આવેલ છે. એ ભવન આયામની અપેક્ષાએ એક ગાઉ જેટલું છે અને વિખંભની અપેક્ષાએ અધ ગાઉ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org