Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૪ 177 જેટલું છે. તેમજ ઊંચાઇની અપેક્ષાએ ભવન કંઈક અલ્પ અધ ગાઉ જેટલું છે. અનેક શત. સ્તંભોની ઉપર એ ભવન સ્થિત છે. યાવતું એની ઠીક મધ્ય ભાગમાં એક મણિપીઠિકા છે, હે ભદત એ દ્વીપનું નામ ગંગાદ્વીપ કયા કારણથી પ્રસિદ્ધ થયું. પ્રભુ કહે છે. એ ગત પદોની વ્યાખ્યા પદ્મહંદ પ્રકરણમાં કથિપદોની વ્યાખ્યા મુજબ છે. તે ગંગા પ્રપાત કુંડના દક્ષિણ દિભાગ્વત તોરણોથી ગંગા નામે મહાનદી નીકળી છે. એ ગંગા મહાનદી, ઉતરાદ્ધ ભરત તરફ પ્રવાહિત થતી તેમજ સાત હજાર નદીઓના પાણીથી પ્રપૂરિત થતી. ખંડ પ્રપાત ગુહાના નીચેના ભાગમાંથી પસાર થઈને દક્ષિાદ્ધ ભારત તરફ પ્રવાહિત થઈ છે. ત્યાં જે મધ્યભાગમાં વૈતાઢ્ય પર્વત ઊભો છે, તેની મધ્યમાંથી પ્રવાહિત થઈને પૂર્વાભિમુખ થઈને તેમજ 14 હજાર નદીઓના પરિવારથી પરિપૂર્ણ થતી પૂર્વદિગુ સમુદ્રમાં જઇને મળી ગઈ છે. પૂર્વ દિગ્સમુદ્રમાં પૂર્વ દિશ્વતિ લવણસમુદ્રમાં મળવા જતી વખતે આ નદીએ ત્યાંની જે જંબૂઢીપની અંગતી છે તેને વિદીર્ણ કરી દીધી છે. એ ગંગા નામક મહાનદી જે સ્થાન ઉપરથી નીકળીને વહેવા લાગે છે તે પાદૂહના તોરણથી એનું નિર્ગમન સ્થાન-એક ગાઉ અધિક દયોજન પ્રમાણ વિખંભની અપેક્ષાએ છે ઊંડાઈઅધ ગાઉ જેટલી છે. ત્યાર બાદ ગંગા પ્રપાત કુંડમાંથી નીકળીને પછી તે મહા નદી ગંગા અનુક્રમે પશ્ચિમાધેમાંપ-પ ધનુષ જેટલી વૃદ્ધિકરતી એટલે કે બન્ને પાર્શ્વમાં 10 ધનુષ જેટલી વૃદ્ધિ કરતી જ્યાં તે સમુદ્રમાં પ્રવેશે છે, તે સ્થાન વિષ્ફભની અપેક્ષાએ કરા યોજના પ્રમાણ થઈ જાય છે અને 1 યોજન જેટલો તે સ્થાનનો ઉદ્ધધ થઇ જાય છે. એ ગંગા પોતાના બને કિનારાઓ ઉપર બે પવવર વેદિકાઓથી અને બે વનખંડોથી પરિક્ષિપ્ત છે. ગંગા મહાનદીના આયામ વગેરેની જેમ સિબ્ધ મહાનદીના આયામાદિકો વિષે પણ જાણી લેવું જોઇએ. યાવતુ એ સિંધુ મહા, નદી પuદ્ધના પશ્ચિમ દિશ્વર્તી તોરણોથી યાવતુ પદના કથન મુજબ નીકળે છે. અને પશ્ચિમ દિશા તરફ પ્રવાહિત થાય છે. જ્યાંથી એ નદી નીકળે છે ત્યાંથી પાંચસો યોજન સુધી તે પર્વત ઉપર પ્રવાહિત થઈને એ સિન્ધવાવત કૂટમાં પાછી ફરીને પ૨૩-૩ 19 યોજન સુધી તે પર્વત ઉપર જ દક્ષિણ દિશા તરફ જઈને પ્રચંડ વેગથી ઘડાના મુખમાંથી નિકળતા જલ પ્રવાહ જેમ પોતાના જલપ્રવાહ સાથે પડે છે. એ સિંધુ મહાનદી જે સ્થાનમાંથી સિલ્વાવત કૂટમાં પડે છે તે એક સુવિશાળ િિહૂવકા છે. બાકી ગંગાનદી મુજબ જાણવું. [13] હે ભદંત શુદ્ધ હિમવતુ વર્ષધર પર્વત ઉપર કેટલા કુલે કહેવામાં આવેલા છે? હે ગૌતમ! 11 કૂટો કહેવામાં આવેલ છે. સિદ્ધાયતન કૂટ, મુદ્રહિમવત્ કૂટ, ભરત કૂટ, ઈલાદેવી કૂટ, ગંગા-દેવીકૂટ, શ્રી કૂટ, રોહિતાશા કૂટ, સિન્ધદેવી કૂટ, સૂરદેવી કૂટ હૈમવંત કૂટ, અને વૈશ્રમણકૂટ હે ભત! ક્ષુદ્રહિમવત્ વર્ષધર પર્વત ઉપર સિદ્ધાયતન નામે જે કૂટ છે તે ક્યાં આવેલો છે? હે ગૌતમ! પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ ક્ષુદ્ર હિમવત ફૂટની પૂર્વદિશામાં સિદ્ધયતન કૂટ નામક કૂટ આવેલ છે- એ સિદ્ધયતન ફૂટ પ00 યોજન જેટલો ઊંચો છે. મૂલમાં પ00 યોજન જેટલો અને મધ્યમાં ૩૭પ યોજના જેટલો ઉપરમાં 250 યોજન જેટલો વિસ્તાર છે. મૂળમાં આનો પરિક્ષેપ 1581 યોજન કરતાં કંઈક વધારે છે. મધ્યમાં આનો પરિક્ષેપે 1186 યોજન કરતાં કંઈક કમ છે. ઉપરમાં આનો પરિક્ષેપ 791 યોજન કરતાં કંઈક અલ્પ છે, એ સિદ્ધાયતન કૂટ એક પદ્મવર વેદિકાથી તેમજ એક વનખંડથી ચોમેર આવૃત્ત છે કે સિદ્ધાયતન કૂટના ઉપરનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org