Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 170 જંબુદ્વિવપનત્તિ- 3/12 નું વર્ણન “જીવાભિગમ ઉપાંગમાં કરવામાં આવેલું છે. ભારત રાજાનો અભિષેક કરીને પછી દરેકે વાવતુ અંજલિ બનાવીને તે-તે ઈષ્ટ-કાન્ત યાવતુ વચનો વડે તેમનું અભિનંદન તેમજ સ્તવન કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું- હે નન્દ! આનંદ સ્વરૂપ મહારાજા ભરત. તમારો જય થાઓ, જય થાઓ હે ભદ્ર ! કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ. જય થાઓ હે ભદ્ર! કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ, ત્યારબાદ ભરત રાજા સેનાપતિ રત્ન યાવતુ પુરોહિત રત્નથી માંડીને સાર્થવાહ આદિ જનો એ આ પ્રમાણે જ અભિષેક કર્યો. સંત વન કર્યું. કે ભરત નરેશના શરીરનું તેમણે પ્રોડ્ઝન- કર્યું અને મસ્તકની ઉપર મુકુટ મૂક્યો. અહીં શરીર ઉપર ગોશીષ ચંદનનું લેપન કર્યું. લેપન કરીને પછી તેમણે દેવદૂષ્ય યુગલ ધારણ કરાવ્યું. એ સર્વ આભૂષણો વડે ભરતચક્રીના શરીરને સમલકત કરીને પછી તે દેવો એ તેમના શરીર પર ચંદન–વૃક્ષ આદિની સુગંધિ જેમાં સમ્મિલિત છે એવા કાશમીર કેશર કપૂર અને કસ્તૂરી, વગેરે સુગંધિત દ્રવ્યો છાંટ્યા. પછી પુષ્પોની માળાઓ તે રાજાને ધારણ કરાવવામાં આવી જ્યારે ભરત નરેશ પૂર્વોક્ત પ્રકારથી રાજ્યાભિષેકની સર્વ સામગ્રી વડે અભિક્તિ થઈ ચૂક્યા ત્યારે તેમણે કૌટુંબિક પુરષોને બોલાવ્યા. અને બોલાવીને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે વિનીતા રાજધાનીમાં એવી ઘોષણા કરી સર્વજનો ! મારા 12 વર્ષ સુધી ઉત્સવ કરે. તે ઉત્સવમાં વિક્રેય વસ્તુ ઉપર જે રાજા તરફથી કર લેવામાં આવે છે. તે માફ કરવામાં આવેલ છે. પશુઓકર સરકારીકર તે પણ માફ કરવામાં આવે છે. જે વસ્તુ બહારથી આવે તે વસ્તુ તેજ કિંમતમાં વેચવામાં આવે. એમાં ક્ષતિ પૂર્તિ રાજા તરફથી કરવામાં આવશે. યાવતુ આનંદ પૂર્વક ભિન્ન ભિન્ન પ્રકારની કડાઓથી-એ ઉત્સવને સફળ બનાવે. ઠેક-ઠેકાણે એ ઉત્સવની આરાધનામાં વિજયવૈજયન્તીઓ. લહેરાવવામાં આવે. રાજાને યોગ્ય એવી અભિષેક વિધિથી ભરત રાજાનો રાજ્યા. ભિષેક થઈ ગયો ત્યારે તેઓ સિંહાસન ઉપરથી ઊભા થયા અને ઉભા થઈને સ્ત્રી-રત્નની સાથે-સાથે યાવતુ હજારો નાટકોની સાથે-સાથે તેઓ તે અભિષેક પીઠ ઉપરથી નીચે ઉતય. અભિષેક મંડપમાંથી બહાર આવ્યા. હસ્તિરત્ન ઊભું હતું ત્યાં આવ્યા. વાવ આરૂઢ થયા-બેસી ગયા. ભરતના અયોધ્યા પ્રવેશ અંગેનો પાઠ જેવો પાઠ કુબેરની ઉપમા સુધી કહેવામાં આવેલ છે, તેવોજ પાઠ અત્રે પણ સમજવો. પોતાના ભવનાવતંસક સ્વરાજભવનમાં આવ્યા. અને ત્યાં આવીને તેઓ વાગતા મૃદંગાદિકના તુમુલ ધ્વનિ સાથે સાંસારિક વિવિધ પ્રકારના કામભોગોને, સુખોને ભોગવતાર પોતાનો સમય પસાર કરવા લાગ્યા. જ્યારે 12 વર્ષ સુધી યોજવામાં આવેલ ઉત્સવ સમાપ્ત થઈ ગયો ત્યારે તે ભરત મહારાજા એ સર્વે દેવો, રાજા, સેનાપતિ રત્ન વાવત્ સર્વેનું સત્કાર-સન્માન કરીને વિસર્જિત કયી. 123-12 ભરત ચક્રવર્તીના ચક્રરત્ન દડરત્ન અતિરત્ન અને છત્રરત્ન એ ચાર રત્નો કે જે એકેન્દ્રિય રત્નો છે, આયુધ ગૃહશાલામાં ઉત્પન્ન થયા છે. ચર્મરત્ન, મણિરત્ન, કાકણિરત્ન તથા નવ મહાનિધિઓ એ સર્વે શ્રીગૃહમાં-ભાડાંગાર માં ઉત્પન્ન થયા છે. સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન વધ્રધરિત્ન અને પુરોહિતરત્ન એ ચાર મનુષ્યરત્નો વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થયા છે. અશ્વરત્ન અને હસ્તિરત્ન એ બે પંચેન્દ્રિય તિર્યપ્રત્ન વૈતાઢ્ય ગિરિની તળેટીમાં ઉત્પન્ન થયા છે. તથા સુભદ્રા નામક જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org