Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વક્કારો-૩. શ્રી રત્ન છે તે ઉત્તર વિદ્યાધર શ્રેણીમાં ઉત્પન્ન થયેલ છે. ષડુ ખંડાત્મક ભરતક્ષેત્રને સાધન રૂપ બનાવ્યા બાદ તે ભરત ચક્રવત ચતુર્દશરત્નો, નવ માનિધિઓ, સોળ સહસ્ત્ર દેવો, 32 સહસ્ત્ર રાજાઓ, ૩ર સહસ્ત્ર ઋતુકલ્યાણકારિણી કન્યાઓ, 32 સહસ્ત્ર જનપદ્ધગ્રણીઓની કન્યાઓ, ૩ર-૩૨ પાત્ર બદ્ધ 32 સહસ્ત્ર નાટકો 360 સૂપકારો 18 શ્રેણી-પ્રશ્રેણી જનો. 84 લાખ ઘોડાઓ 84 લાખ હાથીઓ, 84 લાખ રથો, 96 કરોડ મનુષ્યો, 72 હજાર પુરવરો, 32 હજાર જનપદ્ય, 96 કરોડ ગ્રામો. 99 હજાર દ્રોણમુખો, 84 હજાર, પટ્ટણો, 24 હજાર કર્મટો 24, હજાર મડંબો. 20 સહસ્ત્ર આકરો, 6 હજાર ખેટકો, 14 હજાર સંવાહો, પ૬ અંતરોદકો, 49 કુરાજ્યો. વિનીતા રાજધાની તેમજ ઉત્તર દિશામાં ક્ષુદ્ર હિમવદ્ ગિરિ અને પૂર્વદિ દિશાત્રયમાં સમુદ્ર મયદિાવાળું સંપૂર્ણ ભરત ક્ષેત્ર તેમજ બીજા પણ અનેક રાજેશ્વર તલવારથી માંડીને સાર્થવાહ સુધીના લોકો ઉપર આધિપત્ય કરતાં, અગ્રગામિત્વ કરતાં, ભતૃત્વકરતાં, સેનાપત્ય કરતાં અને પોતાના આદેશનું સર્વને પાલન કરાવતાં મનુષ્યભવ સંબંધી સુખોને ભોગતા પોતાનો સમય શાન્તિપૂર્વક વ્યતીત કરવા લાગ્યા. એમને જે ઇચ્છા મુજબ સતત મનુષ્યભવ સંબંધી ભોગોની પ્રાપ્તિ થયેલી, તે એમના વડે પૂર્વભવમાં સંપાદિત તપના પ્રભાવનું નિકાચિત રૂપ ફળ છે એ ભરત રાજા ભોગભૂમિની પરિસમાપ્તિ થઈ તે પછી સર્વે પ્રથમ જ ભરતક્ષેત્રના ચક્રવર્તી થયા છે એક સહસ્ત્ર વર્ષ કમ 6 લાખ પૂર્વ સુધી સામ્રાજ્ય પદ ભોગવ્યા બાદ તે ભરત રાજા જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં ગયા. ત્યાં જઈને શશી જેવા પ્રિયદર્શી તે ભરત રાજા મજ્જન ગૃહમાંથી પાછા બહાર નીકળ્યા. જ્યાં આદર્શ ગૃહ હતું અને તેમાં પણ જ્યાં સિહાસન હતું ત્યાં આવ્યા. ત્યાં જઈને તેઓ પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર સમાસીન થઈ ગયા. ત્યાં બેસીને પોતાના પ્રતિબિંબને જોતાં જોતાં તેમની દ્રષ્ટિ પોતાની આંગળીથી સરી પડેલી મુદ્રિકામાં પડી તેને જોઈને તેમણે પોતાની આંગળીને દિવસમાં જ્યોત્સા રહિત શશિકલાની જેમ કાંતિહીન જોઈ તેરીતે જોઈને તેમણે વિચાર કર્યો અરે! આંગળી અંગુઠીથી વિરહિત થઈને શોભા વિહીન થઈ ગઈ છે. ત્યારબાદ તેમણે પોતાના સમસ્ત અંગો ઉપરથી આભૂષણ ઉતારી લીધાં. ત્યારે તેમના અંતરમાં એવી શુભભાવના ઉભવી કે આ શરીર એમાં શોભા જેવી વસ્તુ કઈ છે? તેમજ પ્રતિક્ષણ વિશુદ્ધ થતી લેશ્યાઓથી યોગની પ્રવૃત્તિઓથી-નિરાવરણ શરીરની વિરૂપતા વિષયક ઈિહા, અપોહ માર્ગણ અને ગવેષણ કરતા કરતાં તદાવરણીય કર્મોના ક્ષયથી કર્મરજને વિકીર્ણ કરનારા અપૂર્વ કરણ રૂપ શુક્લધ્યાનમાં તે ભરત નૃપતિ મહારાજ મગ્ન થઈ ગયા. અને તે જ ક્ષણે તેમના અનંત અનન્તર વ્યાઘાત રહિત નિરાવરણ, મૃત્ન તેમજ પરિપૂર્ણ એવા કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયાં. ત્યારબાદ તે ભરત કેવલી એ પોતાની મેળે જ અવશિષ્ટ માલ્યાદિ રૂપ આભરણો તેમ જ વસ્ત્રાદિકોને પણ ત્યજી દીધાં. ત્યજીને પછી તેમણે પંચમુખિક કેશલુંચન કર્યું. પંચમુષ્ટિક કેશલુંચન કરીને સનિહિત નિકટ મૂકેલા દેવ દ્વારા અર્પિત સાધુલિંગને ગ્રહણ કરીને તેઓ આદર્શ ભવનમાંથી બહાર નીકળી ગયાં. પોતાના અંતપુરની વચ્ચે થઈને રાજભવનમાંથી બહાર નીકળી ગયા. દસહજાર રાજાઓને પ્રતિબોધિત કરીને તેઓ ને દીક્ષા આપી તે પછી તેમના સાથે વિહાર કરીને લાખ પૂર્વ પર્યન્ત સંયમનું પાલન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org