Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ ૧૭ર જંબલીપત્નતિ- 3126 વિહાર કરીને એ અપદ પર્વતની પાસે આવ્યા. ત્યાં આવીને એ તેની ઉપર સાવધાની પૂર્વક ચઢ્યા. ચઢી ને એમને પૃથિવી શિલાપટ્ટની કે જે સાન્દ્ર જલધરવતું શ્યામ હતું અને રમ્ય હોવાથી જ્યાં દેવ ગણો આવ્યા કરતા હતા-પ્રતિલેખના કરી. સારી રીતે દર્શન રૂપ પ્રતિ લેખના કરીને એઓ તેની ઉપર ચઢી ગયા. અને કાય તેમજ કષાય જેના વડે કશ કરવામાં આવે છે, એવી સંલેખનાને એમણે ખૂબ જ આદરપૂર્વક ધારણ કરી અને ભક્ત પાનનું પ્રત્યાખ્યાન કર્યું. તેમજ પાદપોપગમન સન્યારો અંગીકૃત કર્યો. 70 લાખ પુર્વ સુધી કુમાર કાળમાં રહ્યાં. એક લાખ પૂર્વ સુધી માંડલિક રાજા રહ્યાં. 1 હજાર વર્ષ કમ 6 લાખ પૂર્વ સુધી મહારાજ પદમાં ચક્રવર્તી પદે રહ્યા. અને ર૩ લાખ પૂર્વ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યાં. કંઈક કમ એટલે કે અંતર્મુહૂર્તકમાં એક લાખ પૂર્વ સુધી તેઓ કેવલિ પર્યાયમાં રહ્યા. પૂરા એક લાખ વર્ષ સુધી શ્રામય પર્યાયમાં રહ્યા. આ પ્રમાણે પોતાની સંપૂર્ણ 84 લાખ પૂર્વના આયુષ્યને ભોગવીને તે ભરત કેવલી એક માસના પૂરા સંથારાથી -શ્રવણ નક્ષત્રની સાથે યોગ પ્રાપ્ત ચન્દ્રના સમયમાં વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર-ભવોપગ્રાહી કર્મો જ્યારે ક્ષય થઈ ગયા ત્યારે કાલગત થયા. એટલે કે સિદ્ધાવસ્થા યુક્ત બની ગયા-મોક્ષમાં વિરાજમાન થઈ ગયા. જાતિ, જરા અને મરણના બંધનથી રહિત થઈ ગયા. સિદ્ધ થઈ ગયા. હે ભદત. આ ક્ષેત્રનું નામ ભરત એવું શા કારણ થી પડ્યું તો એના ઉત્તરમાં એવું કથન સૂત્રો દ્વારા કર્યું છે. એટલે કે ભારત રાજા. આ ક્ષેત્ર ના અધિપતિ હતા એથી આ ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર પડ્યું છે. એ ભરત ક્ષેત્રમાં ભારત નામક દેવ કે જે મહતી વિભાવાદિ રૂપ સમ્પત્તિથી યુક્ત યાવતુ જેની પલ્યોપમની સ્થિતિ છે. એથી હે ગૌતમ ! ભરત ક્ષેત્ર એવું નામ મેં આ ક્ષેત્રનું કહ્યું છે હે ગૌતમ ! ભરતક્ષેત્ર એવું નામ શાશ્વત છે. કેમકે એવું આનું નામ રહ્યું છે. અને ભવિષ્યમાં પણ રહેશે. કે આ ભરતક્ષેત્ર ધ્રુવ છે, શાસ્વત છે, અક્ષય છે, અવ્યય રૂપ છે, અવસ્થિત છે અને નિત્ય છે. િવક્તારો-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (વખારો-જ) - [127 હે ભદત જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ક્ષુદ્ર હિમવાન નામક વષધર પર્વત ક્યાં આવેલ છે ? હે ગૌતમ! ભરતક્ષેત્રની ઉત્તર દિશામાં અને હૈમવત ક્ષેત્રની દક્ષિણ દિશામાં તથા પૂર્વ દિગ્વત લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પશ્ચિમ દિગ્વતી લવણસમુદ્રની પૂર્વ દિશામાં આવેલ છે. એ પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એ પોતાના બન્ને છેડાઓથી લવણસમદ્રને સ્પર્શી રહ્યો છે. પૂર્વ કોટિથી પૂર્વ લવણસમુદ્રને એ સ્પર્શી રહ્યો છે. પશ્ચિમ કોટિથી પશ્ચિમ લવણસમુદ્રને એ સ્પર્શી રહેલ છે, એની ઊંચાઈ 1 સો યોજન જેટલી છે. એ પર્વત જમીનની અંદર 25 યોજન સુધી પહોંચેલો છે. આનો વિસ્તાર 1052-12 19 યોજન પ્રમાણે છે. ભરતક્ષેત્રનું પ્રમાણ પર૬-૬ 19 યોજન જેટલું છે. એના કરતાં બમણું આ હિમવાનું પર્વતનું પ્રમાણ છે. એ પર્વતની પૂર્વપશ્ચિમની બન્ને ભુજાઓ લંબાઈમાં પ૩પ૦ યોજન જેટલી છે તેમજ એક યોજના 19 ભાગોમાં 15-1 2 ભાગ પ્રમાણ છે. આ મુદ્ર હિમવાનું પર્વતની ઉત્તર દિશાગત જીવા- 24932 યોજન અને એક યોજન અધ ભાગ કરતા કંઇક અલ્પ લાંબી છે. પર્વતની જીવાનો ધનુપૃષ્ઠ દક્ષિણ બાજુએ 25230-4} 19 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org