Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વખારો-૩ 169 ઓમાં તેમણે ત્રણ ત્રિસોપાન પ્રતિરૂક્કો વિકુર્વિત કય. વિજયદેવના સિંહાસનનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે તેમજ “ઘમ' સુધીનું વર્ણન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. શ્રી ભરત મહારાજાએ જ્યારે આભિયોક દેવો પાસેથી એ સમાચાર સાંભળ્યા તો તે અતીવ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્તવાળો થયો. અને પૌષધશાળામાંથી બહાર આવ્યો અહીં કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તે પુરુષોને તેણે આ પ્રમાણે કહ્યું છે દેવાનુપ્રિયો ! તમે શીધ્રાતિ શીર્ઘ આભિષેક્ય હસ્તિરત્ન ને સુસજ્જિત કરો. સતિ કરીને હય-ગજ તેમજ પ્રવર યોદ્ધાઓથી કલિત ચતુરંગિણી સેનાને પણ સજ્જિત કરો તે ભરત નરેશ સ્નાન ઘર તરફ ગયા. યાવતું ત્યાં જઈને સ્નાન કર્યું અને પછી તે મજ્જન ગૃહમાંથી બહાર આવ્યા. બહાર આવીને તે નરપતિ અંજનગિરિ સદશ ગજપતિ ઉપર આરૂઢ થઈ ગયા. જ્યારે શ્રી ભરતરાજા આભિષેક્ય હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈ રહ્યા હતા, તે સમયે તેમની આગળ સર્વ પ્રથમ આઠ આઠની સંખ્યામાં આઠ મંગલ દ્રવ્યો પ્રસ્થિત થયા આરીતે જેવો પાઠ વિનીતા રાજધાની થી ભરત મહારાજ નીકળ્યા તે પ્રકરણમાં આવેલ છે. આ પ્રમાણે ઠાઠ-માઠથી ભરત નરેશ વિનીતા રાજધાની ના ઠીક મધ્યમાં આવેલા માર્ગમાં થઈને નીકળ્યા. બહાર નીકળીને તેઓ વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં કે જ્યાં આભિષેક મંડળ હતો, ત્યાં પહોંચ્યા. અભિષેક્ય હસ્તિરત્નને ઊભુ રાખ્યું. ઊભુ રાખીને તે રાજાને આભિષેક્ય હસ્તિરત્ન ઉપર થી નીચે ઉતયાં. નીચે ઉતરીને સ્ત્રી રત્ન સુભદ્રા, અને 32 હજાર ઋતુ કલ્યાણિકા. રાજ કન્યાઓ 32 હજાર જનપદના મુખી ઓની કલ્યાણકારિણી કન્યાઓ અને ૩૨-૩ર પાત્રોથી બદ્ધ 32 હજાર નાટકો થી પરિવેષ્ટિત થયેલાતે ભરત રાજા અભિષેક મંડપમાં પ્રવિષ્ટ થયા. પછી તેઓ જ્યાં અભિષેક પીઠ હતું ત્યાં પહોંચ્યા. અભિષેક પીઠની ત્રણ પ્રદક્ષિણાઓ કરી. તેઓ પૂર્વ ભાગાવસ્થિત ત્રિસપાન પ્રતિરૂપકો ઉપર આરૂઢ થઈ ને તે પીઠ ઉપર ચઢી ગયા. ત્યાં ચઢીને તેઓ જ્યાં સિંહાસન હતું. ત્યાં આવ્યાં. તેઓ પૂર્વ દિશા તરફ મુખ કરીને સિંહાસન ઉપર સારી રીતે બેસી ગયા. ત્યાર બાદ તે ભરત મહા રાજાના ૩ર હજાર રાજાઓ જ્યાં આભિષેક મંડપ હતો. ત્યાં આવ્યા. યાવતુ સેનાપતિ રત્ન સુષેણ સાર્થવાહ વગેરે પૂર્વવતુ અભિષેક મંડપમાં આવ્યા. ત્યાર બાદર ભરત રાજાએ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું દેવાનુપ્રિયો ! તમે લોકો શીધ્ર મણી રત્નાદિ રૂપ પદાર્થો જેમાં સમ્મિલિત હોય, તથા માં આવેલ સર્વ વસ્તુઓ મૂલ્યવાનું હોય, તેમજ જેમાં ઉત્સવ યોગ્ય વાઘ વિશેષ હોય એવી મહારાજ્યાભિષેક માટે યોગ્ય સામગ્રીની વ્યવસ્થા કરો. આ પ્રમાણે ભરત મહારાજા વડે આજ્ઞાખથયેલા તે અભિયોગિક દેવો ખૂબ અધિક હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્ત થયા યાવતુ તેઓ ઈશાન કોણ તરફ જતાં રહ્યા. જબૂદ્વીપના વિજયદ્વારના અધિપતિ દેવ વિજયના પ્રકરણમાં તૃતીય ઉપાંગમાં અભિષેક સૂત્ર કહેવામાં આવેલ છે તે પ્રમાણે જ અહીં પણ અભિષેક સૂત્ર યાવતુ તે સર્વ પંડકંવનમાં એકત્ર થઈ જાય છે. અહીં સુધી પાઠ ગ્રહણ કરવો જોઈએ તેઓ સર્વે દેવો. જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ત્રણ પ્રદક્ષિણાઓ કરી. ત્યાર બાદ જ્યાં અભિષેક મંડપ અને તેમાં પણ જ્યાં ભરત રાજા હતા ત્યાં આવ્યાં. ત્યાં આવીને તેમણે તે મહાથે મહાઈ અને મહારાજ્યાભિષેકની સમસ્ત સામગ્રીને રાજાની સામે મૂકી દીધી. જે રીતે જંબદ્વીપના દ્વારના અધિપતિ વિજય દેવનો થયો. એ અભિષેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org