Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 168 બુલીવપન્નત્તિ- 3122 થયો. ત્યાં પહોંચીને તે ભરત રાજાએ પોતાના મિત્રજનોની સ્વજનોની પરિજનોની કુશ લતા પૂછી સર્વની સાથે સંભાષણ કર્યા બાદ યાવતું સ્નાન ઘરથી બહાર આવી ને જ્યાં ભોજન મંડપ હતો, ત્યાં ગયા. ત્યાં જઈને તે એક શ્રેષ્ઠ સુખાસન ઉપર બેસી ગયા અને તેણે પોતાની વડે ગૃહીત અષ્ટમ તપસ્યાના પારણા કર્યા પારણા કરીને પછી તે ભરત. મહારાજા પોતાના શ્રેષ્ઠ પ્રાસાદની અંદર ગયા. યાવતું ભોગભોગો ભોગવવા લાગ્યા [122] એક દિવસની વાત છે કે જ્યારે મહારાજા પોતાના રાજ્ય શાસન ચલાવવાના સંબંધમાં વિચારમગ્ન હતા. ત્યારે તેમના અન્તઃકરણમાં એ જાતનો સંકલ્પ ઉદૂભવ્યો. મેં પોતાના બલથી શારીરિક શક્તિથીઅને વીર્યથી આત્મબલથી તેમજ પુરુષકાર પરાક્રમથી શત્રુઓને પરાજિત કરવાની શક્તિથી ઉત્તરદિશામાં જેની મર્યાદા રૂપ હિમવતુ ઉભો છે. અને ત્રણ દિશાઓમાં સમુદ્ર છે. એવા આ સંપૂર્ણ ભરત ક્ષેત્રને પોતાના વશમાં કર લીધું છે. એથી હવે મારા માટે એજ યોગ્ય છે કે હું રાજ્ય પર મારો. અભિષેક કરાવડાવું, કાલે પ્રભાત થશે અને સૂર્યના કિરણો ચોમેર પ્રસરી જશે ત્યારે આ. રાજ્યાભિષેકનું કાર્ય પ્રારંભ કરાવીશ બીજા દિવસે તે ભરત રાજા જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં ગયા. ત્યાં જઈને તેણે સારી રીતે સ્નાન કર્યું. બહાર આવી ને બાહ્ય ઊપસ્થાન ાલા હતી અને જ્યાં સિંહાસન હતું ત્યાં ગયા. ત્યાં જઈને તે પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસી ગયા. બેસીને તેમણે 16 હજાર દેવોને, ૩ર હજાર શ્રેષ્ઠ રાજાઓને, સેનાપતિ, રત્નોને. થાવતુ ગાથાપતિ રત્નને બીજા અનેક ને બોલાવ્યા. તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનું પ્રિયો ! મેં સ્વબલવીર્ય તેમજ પુરૂષકાર પરાક્રમથી આ સંપૂર્ણ ભરત ખંડને વશમાં કરી લીધો છે. એથી હે દેવાનુપ્રિયો ! તમે સર્વે ખૂબજ ઠાઠ-માઠથી મારો રાજ્યાભિષેક કરો. ત્યાર બાદ ભરત મહારાજા જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા. આવીને તે અષ્ટમ ભક્તિ થઇ ગયા અને સાવધાની પૂર્વક ગૃહીત વ્રતની આરાધના કરવા લાગ્યા ત્યાર બાદ ભરત મહારાજાએ જ્યારે અષ્ટમભક્તની તપસ્યા પૂરી થઈ ત્યારે આભિયોગિક દેવો ને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો ! તમે અતીવ શીધ્ર વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં એક વિશાલ અભિષેક મંડપ નિર્મિત કરો.ભરત રાજાની આજ્ઞા શિરોધાર્ય કરીને તેઓ બધાં વિનીતા રાજધાની ના ઈશાન કોણમાં જતા રહ્યા ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્રઘાત દ્વારા પોતાના આત્મ પ્રદેશોને બહાર કાઢ્યાત પ્રદેશોને બહાર કાઢીને તેમને સંખ્યાત યોજનો સુધી દંડાકારમાં પરિણત કર્યો અને તેમના વડે તેમણે રત્નો યાવતુ રિો રત્નવિશેષોથી સમ્બદ્ધ જે અસાર બાદર પગલો હતા તેમને છોડ્યા પાવતુ તેમને છોડીને તેમણે યથા સૂક્ષ્મસાર પુદ્ગલોને ગ્રહણ કરી લીધા. સાર પુત્ર લોને ગ્રહણ કરીને તેમણે ચિકીર્ષિત મંડપના નિર્માણ માટે બીજી વખતપણ વૈક્રિય સમુઘાત કર્યો. બીજી વખત સમુદ્યાત કરીને તેમણે બહુસમરમણીય ભૂમિભાગની વિદુર્વણા કરી. તે બહુસમરમણીય ભૂમિ ભાગ આલિંગ પુષ્કર જેવો પ્રતીત થતો હતો. તે બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાળ અભિષેક મંડપની તેમણે વિક્ર્વણા કરી. એ મંડપ હજારો થાંભલાઓથી યુક્ત હતો. યાવતુ સુગંધિત ધૂપવર્તિકાઓથી એ મહેકી રહ્યો અભિષેક મંડપના એકદમ મધ્યભાગમાં એક વિશાળ અભિષેકપીઠની તેમણે વિદુર્વણા કરી. એ અભિષેક પીઠ અચ્છ-ધૂલિ વિહીન હતું અને સૂક્ષ્મ પગલોથી નિર્મિત હોવા બદલ ગ્લજ્જ હતું. તે અભિષેક પીઠની ત્રણ દિશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org