Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ જબલીવપન્નત્તિ - 3121 ઉચ્ચારતા પ્રથિત થયા. વિનીતા રાજધાની પાસે પહોંચીને તે રાજા એ પોતાની સેનાનો 48 ગાઉ લાંબો અને 36 ગાઉ પહેળો પડાવ નાખ્યો. એ પડાવ વિનીતા નગરીની પાસે જ હતો. એ પડાવ દર્શકજનોને એક શ્રેષ્ઠ નગર જેવોજ પ્રતીત થતો હતો. સેનાનો પડાવ નાખીને પછી. ભરત નરેશે પોતાના વર્તકરત્નને બોલાવ્યો. અને બોલાવીને તેને પૌષધશાલા નિમણિ કરવાની આજ્ઞા આપી. આજ્ઞા મુજબ તે વર્તકીરને પૌષધશાલા બનાવી ભરતનરેશ તે પૌષધશાલામાં જતો રહ્યો. ત્યાં પહોંચીને ભરત નરેશે વિનીતા નગરીના અધિષ્ઠાયક દેવને વશમાં કરવા માટે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરી. અને ધારણ કરીને યાવત્ તે તેમાં સારી રીતે સાવધાન થઈ ગયો ત્યાર બાદ તે ભરત રાજા અષ્ટમ ભક્તની તપસ્યા પૂરી થઈ તે પછી પૌષધશાલામાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળીને તેણે પોતાના કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો તમે આભિષેક્ય હસ્તિરત્નને સજ્જિત કરો વગેરે સર્વકથન પહેલાં મુજબજ અત્રે પણ સમજવું. પ્રવેશ કરતી વખતે આટલી વાત વિશેષ થઈ કે વિનીતા રાજધાનીમાં મહાનિધિઓએ પ્રવેશ કર્યો નહીં. કેમકે એક-એક મહાનિધિનું પ્રમાણ વિનિતા રાજધાનીની બરાબર હતું. આ પ્રમાણે ચાર પ્રકારની સેના પણ તેમાં પ્રવિષ્ટ થઈ નથી. શેષ બધું કથન અહિં પૂર્વ પાઠવતુ સમજવું જોઈએ તે ભરત. નરેશ વિનીતા રાજધાની વચ્ચે થઈ ને જ્યાં પોતાનું ભવન હતું. રાજ ભવન હતું. અને તેમાં પણ જ્યાં પ્રાસાદવાંસકદાર હતું તે તરફ રવાના થયો. ભરત ચક્રવર્તીએ જ્યારે પ્રવેશ દ્વારમાં પ્રવેશ મેળવ્યો. તે વખતે આભિયોગિક દેવોએ તે વિનીતા રાજધાનીને અંદર અને બહાર જલસિંચિત કરી તરબોળ કરી ધધી હતી. કચરાને સાવરણીથી સાફ કર્યો અને ગોમયાદિથી લિપ્ત કરીને રાજધાનીને સ્વચ્છ બનાવી દીધી હતી. કેટલાક આભિયોગિક દેવોએ તે વિનીતા રાજધાનીને મંચાતિમંચોથી યુક્ત બનાવી દીધી હતી. જેથી પોતાના પ્રિય નરેશના દર્શન માટે ઉપસ્થિત થયેલી જન મંડલીએ મંચ ઉપર બેસીને વિશ્રામ લઈ શકે. આ પ્રમાણે જ ત્રિક ચતુષ્ક ચત્ર અને મહાપથ સહિત રાજધાનીના સમસ્ત રસ્તાંઓમાં સ્વચ્છતા વગેરેનું કામ સંપન્ન કરીને આભિયોગિક દેવોએ તે સ્થાનો ઉપર પણ મંચાતિમંચો બનાવી દીધા. કેટલાક દેવોએ તે રાજધાનીને અનેક રંગોના વસ્ત્રોથી નિર્મિત ઊંચી ધ્વજાઓથી અને પતાકાઓથી વિભૂષિત ભૂમિવાળા બનાવી દીધી. તેમજ કેટલાક દેવો એ સ્થાન સ્થાન ઉપર ચંદરવાઓ તાણીને તે ભૂમિને સુસજ્જિત કરી દીધી. અથવા લીંપીને અને પછી ચૂનાથી ધોળી ને પ્રાસાદાદિકોની ભીતોને અતિ પ્રશસ્ત કરી દીધી. કેટલાક દેવોએ તે ભૂમિને ગંધની વતી જેવી બનાવી દીધી ગોશીષ ચન્દન થી ઉપલિત સરસરકત ચંદનના કળશો રાજદ્વાર ઊપર કેટલાક દેવોએ મૂકી દીધા હતા. કેટલાક દેવોએ તે વિનીતા નગરીમાં રજત ચાંદીની વર્ષા કરી. કેટલાક દેવે એ સુવર્ણ, રત્ન વિજ, અને આભરણોની વર્ષા કરી, અઢાર લડીવાલા હારોની, નવ લડવાલા હારોની, અને ત્રણ લડીવાલા હારોની, તથા અન્ય પણ આભરણોની-અભૂષણોની વર્ષો જ્યારે ભરત રાજાએ વિનીતા રાજધાનીના મધ્યમાર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના ત્રિક, ચતુષ્ક વગેરે મહાપથના માગોમાં અનેક અથભિલાષી જનોએ, અનેક ભોગાભિલાષી જનોએ અનેક કામાથી જનોએ, અનેક લાભાર્થી જનોએ, અનેક ગવાદિની સંપત્તિ મેળવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org