Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 1પર જબુદ્ધવપન્નત્તિ-૩૭૯ થઈને પસાર થનાર કોઈપણ તે મહાનદીઓમાં પડે નહિ. એ બન્ને પુલો સર્વાત્માના રત્નમય હોય અથવા સરવ જાતિના રત્નો દ્વારા નિર્મિત હોય કે જેથી તેમની ઉપરથી સુખ પૂર્વક ગમન-આગમન થઈ શકે. પદ્ધકિરને સ્વામીની આજ્ઞા સાંભળી તો તે અતીવ હર્ષિત તેમજ ચિત્તમાં આનંદિત થયો. પાવતુ અતીવ વિનમ્રતાથી તેણે પોતાના સ્વામી. ની આજ્ઞા સ્વીકારી લીધી. તરત જ ઉન્મગ્ના અને નિમગ્ના નદીની ઉપર હજારો સ્તંભો વગેરેથી પૂર્વોક્ત વિશેષણથી યુક્ત એ બે રમણીય પુલ બનાવ્યા. ત્યાર બાદ ભરત રાજા પોતાના સંપૂર્ણ સન્યની સાથે ઉન્મગ્ના અને નિમગ્ના નદીઓને તેમના અનેક સ્તંભોવાળા પુલો ઉપર થઈને આનંદપૂર્વક પાર કરી ગયો. નદીઓને પાર કરીને પછી ગુહાની સમીપ આવ્યા ત્યારે તે તિમિસ્ત્ર ગુફાના ઉત્તર દિશાના દ્વારા પોતાની મેળે જ પોતાના સ્થાન પરથી સરકી ગયા [8] તે કાળમાં અને તે સમયમાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રમાં અનેક આપાત નામક કિરાતો રહેતા હતા. એ કિરાત લોકો અનેક વિસ્તીર્ણ ભવનોવાળા હતા. અનેક વિસ્તૃત શયનો અને આસનોવાળા હતાં મોટા રથોના એઓ અધિપતિ હતા. અને અનેક ઉત્તમોત્તમ જાતિના મોટા-મોટા ઘોડાઓ એમની પાસે હતા. ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદના ભેદથી ચાર પ્રકારના ધનથી તેઓ યુક્ત હતા, શ્રેષ્ઠ સુવર્ણ તેમજ ચાંદીના એ માલિક હતા. આયોગમાં ધનસંપત્તિ વગેરેની વૃદ્ધિમાં તેમજ અનેક કળાઓમાં એ લોકો વિશેષ પટ હતા. એમને ત્યાં એટલા બધા લોકો ભોજન કરતા હતા કે તેમના ઉચ્છિષ્ટમાં પ્રચુર માત્રામાં ભક્તપાન વધતું હતું. એમની પાસે ઘેર કામ કરનારાઓમાં અનેક દાસો તેમજ અનેક દાસીઓ હતી. અનેક ગાયો, મહીષીઓ એટલે ભેંસો હતી. અને ઘેટાઓ હતા. અનેક લોકો મળીને પણ એમને હરાવી શકતા નહોતા. એવા એ લોકો બળવાળા હતા. શૂર વીર વિક્રાંત સમર્થ હતા. એમની સેના અને ગવાદિ રૂપ બલવાહન દુઃખથી અનાકુળ હોવાથી અતિવિપુલ હતા. અતિ ભયાનક સંગ્રામોમાં, એમના હાથો પોતાના લક્ષ્ય પરથી કદાપિ વિચલિત થતા નહિ. એક વખતની વાત છે કે તે આપાત કિરાતોના દેશમાં ચક્રવર્તિના આગમન પહેલાં હજારો અશુભસૂચક નિમિત્ત પ્રકટ થવા લાગ્યા. અકાલ મેઘગર્જના થવી વિજળીઓ ચમકવી વૃક્ષો પુષ્મિત થવા, વારંવાર ભૂત-પ્રેતોનું નર્તન થવું જ્યારે તે આપાત કિરાતોએ પોતાના દેશમાં એ અનેક જાતના અશુભ સૂચક ઉત્પાતો થતા જોયા તો જોઈને તેમણે એક બીજાને બોલાવ્યા અને બોલાવીને પરસ્પર એવી રીતે કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો ! જુઓ, અમારા દેશમાં અનેક સેંકડો ઉત્પાતો પ્રકટ થયા છે. કંઈ પણ ખબર નથી પડતી કે અમારા દેશમાં કઈ જાતનો ઉપદ્રવ થવાનો છે. આ પ્રમાણે કહીને તેઓ સર્વે અપહત મન સંકલ્પવાળા થઈ ને વિમનસ્ક બની ગયા. અને રાજ્ય ભ્રંશ અને ધનાપહાર આદિની ચિંતાથી આ કુલિત. થઈને શોક સાગરમાં નિમગ્ન થઈ ગયા. તેમજ આર્તધ્યાન થઈ યુક્ત થઈને તેઓ પોત પોતાની હથેળીઓ ઉપર મોં રાખીને બેસી ગયા - ત્યાર બાદ તે ભરત રાજા કે જેનો આગળનો માર્ગ ચક્રરત્ન નિર્દિષ્ટ કરતું જાય છે યાવતુ જેની પાછળ પાછળ હજાર રાજાઓ ચાલી રહ્યા છે. તે તમિસ્ત્રી ગુફાના ઉત્તર દિશાના દ્વારથી મેઘકૃત અંધકારના સમૂહમાંથી ચન્દ્રમાની જેમ નીકળ્યો. તે આપાત કિરાતોએ ભરત રાજાની અઝાનીકને સૈન્યાગ્રભાગ ને - આવતો જોયો. જોઇને તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org