Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 157 વફબારો-૩ સ્પર્શ કર્યો કે તરત જ એ કંઈક વધારે 12 યોજન સુધી વક્રાકારકમાં વિસ્તૃત થઈ ગયું. આ પ્રમાણે ભરત રાજાએ જ્યારે પોતાના સ્કંધાવારની ઉપર છત્રરત્ન તાણી લીધું ત્યારે તેણે મણિરત્ન ને ઉઠાવ્યું. સંપૂર્ણ મણિરત્નને ઉઠાવીને તેણે તે મણિરત્નને વસ્તિ ભાગમાં-શલાકાઓના મધ્યમાં મૂકી દીધું. કેમકે ચર્મરત્ન અને છત્રરત્નને પરસ્પર મળવાથી તે સમયે સૂર્ય અને ચન્દ્રનો પ્રકાશ રોકાઈ ગયો હતો. ચક્રવર્તીની પાસે એક ગૃહપતિ રત્ન હોય છે અને એ રત્નજ ચક્રવર્તીના વિશાળ સૈન્ય માટે ભોજ નાદિની. સુવ્યવસ્થિત રીતે વ્યવસ્થા કરે છે. ગૃહપતિરત્ન અનતિવર હોય છે એના જેવું બીજું કોઈ પણ શ્રેષ્ઠ હોતું નથી એ રૂપમાં પણ અતીવ સુંદર હોય છે. એ અનેક જાતના અન્નેને પકાવે છે-ઉત્પન્ન કરે છે. જેમકે એ આ પ્રમાણે રત્નની એ વિશેષતા છે કે સવારે એ ચર્મરત્ન ઉપર અન્ન વાવવામાં આવે છે અને સંધ્યાકાળે તેની લણણી કરવામાં આવે છે અને તે ભોજન યોગ્ય થઈ જાય છે. જ્યારે ચર્મરત્ન અને છત્રરત્ન એ બન્ને રત્નોનું મિલાન થઈ ગયું ત્યારે તે ગૃહપતિરત્ન ભરત રાજા માટે તે જ દિવસે વાવેલ અને તે જ દિવસે પકવીને તૈયાર થયેલા તેમજ લણણી કરવામાં આવેલા, સકલ ધાન્યોના હજારો કુંભો અર્પણ કરી દીધાં કુંભ ભોજન માટે સૈન્ય ને બીજી પણ જે વસ્તુઓ જોઈતી હતી તે વસ્તુઓને એ આપતું હતું. આ પ્રમાણે તે ભરત નરેશ તે વર્ષના સમયમાં ચર્મરત્ન ઉપર બેઠેલો અને છત્રરત્નથી સુરક્ષિત થયેલો મણિરત્ન દ્વારા પ્રદત્ત. ઉદ્યોતમાં સુખપૂર્વક સાત-દિવસ રાત્રિ સુધી રહ્યો. આટલા સમય સુધી ભરતને ન બુક્ષક્ષા એ સતાવ્યો, ન દિીનતાએ સતાવ્યો, ન ભયે સતાવ્યો અને ન દુઃખે સતાવ્યો. અને એ પ્રમાણે ભારતની સેનાની પણ સ્થિતિ રહી. [90-95 જ્યારે ભારત રાજાને ત્યાં રહેતાં-રહેતાં સાત દિવસ અને રાત્રિઓ પૂરી થઈ ત્યારે તને એવો મનોગત સંકલ્પ ઉદ્ભવ્યો. અરે ! એ કોણ પોતાની અકાળ મૃત્યુની ઇચ્છા કરનાર તેમજ દુરંત પ્રાન્ત લક્ષણો વાળો યાવતુ નિર્લજ્જ શોભા. હીન માણસ છે કે જે મારી આ કુલ પરંપરાગત દિવ્ય દેવધિ દિવ્ય દેવઘતિ તેમજ દિવ્ય દેવાનુભાવ હોવા છતાં એ, મારી સેના ઉપર યુગ; મુસળ તેમજ મુષ્ટિ પ્રમાણ જળધારા ઓથી ધાવતુ વૃષ્ટિ કરી રહેલ છે. આ જાતના મનોગત ઉદ્દભુત થયેલા ભારત નરેશના સંકલ્પ ને જાણી ને 16 હજાર દેવો-સંગ્રામ કરવા ઉદ્યત થઈ ગયા. ત્યારે તે દેવો સનદ્ધ બદ્ધવમિત કવચ યાવતુ-ગૃહીત આયુધ પ્રહરણ વાળા થઈને જ્યાં તે મેઘમુખ નામે નાગ કુમાર દેવી હતા ત્યાં પહોંચ્યાં. ત્યાં પહોંચીને કહ્યું- હે મેઘમુખ નામિક નાગકુમાર દેવો! અમને ખબર છે કે તમે હવે અલ્પકાળમાં જ મરણ પામશો. તમારા સર્વના આ લક્ષણો અભીષ્ટાર્થક સાધન નથી આમ સર્વથા તુચ્છ છે. આ પ્રમાણે આ જગતમાં અજેય તે ભરત રાજા ને જાણવા છતાંએ તમે તે રાજાની સેના ઉપર વૃષ્ટિ વરસાવી રહ્યા છો. તમે. આ કામ વગર વિચાર્યું જ કર્યું છે. અમે તમને કેટલા પ્રમાણમાં તિરસ્કૃત કરીએ. હવે તમારી ભલાઈ એમાં જ છે કે તમે સર્વે આ સ્થાનથી પોતાના અપરાધની પશ્ચાત્તાપ પૂર્વક ક્ષમાયાચના કરતાં યથાશીઘ્ર અહીંથી પલાયન થઈ જાઓ. આ પ્રમાણે તે 16 હજાર, દેવો વડે કિકત થયેલા તે મેઘમુખ નામક નાગકુમાર દેવો અતીવ ભય સત્રસ્ત થઈ ગયા, વ્યથિ થઈ ગયા, અને સંજાતભય વાળા બની ગયા. એથી તેજ ક્ષણે તેમણે ધન ઘટાઓને અપત કરી લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org