Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વક્તારો-૩ 159 તેમ જ ઉદ્વેગ રહિત થઈને સુખપૂર્વક રહો. તમને હવે કોઇનો પણ ભય નથી. ત્યાર બાદ ભરત રાજાએ સુષેણ સેનાપતિ ને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! હવે તમે પૂર્વસાધિત નિટની અપેક્ષા દ્વિતીય સિન્થ મહાનદીના પશ્ચિમ ભાગવત્ન કોણમાં સ્થિત ભરતક્ષેત્રમાં જાઓ. એ ક્ષેત્ર સિંધુ નદી પશ્ચિમ દિગ્વતી સમુદ્ર તથા ઉત્તરમાં ક્ષુલ્લક હિમવંત ગિરિ અને દક્ષિણમાં વૈતાઢ્ય ગિરિ એમનાથી સંવિભક્ત થયેલ છે. અને ત્યાં સમભૂમિભાગવર્તી તેમજ દુર્ગભૂમિ ભાગવતી જે અવાન્તર ક્ષેત્ર ખંડપ નિષ્ફટ છે ત્યાં વિજય પ્રાપ્ત કરી અમારી આજ્ઞા ત્યાં સ્થાપિત કરો. આમ કરીને બહુમૂલ્ય શ્રેષ્ઠ રત્નોને-પોતપોતાની જાતિમાં શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ વસ્તુઓને ભેટ રૂપમાં સ્વી કાર કરો. [96-100] આ પ્રમાણે ઉત્તર દિગ્વત નિષ્ફટો ઉપર વિજય મેળવ્યા બાદ દિવ્ય ચક્રરત્ન કોઈ એક વખત આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળ્યું અને બહાર નીકળીને તે આકાશ પ્રદેશથી જ એટલે કે અદ્ધર રહીને જ યાવતુ ઉત્તર-પૂર્વ દિશામાં ઈશાન વિદિશામાં-શુદ્ધ હિમવતુ પર્વતની તરફ ચાલ્યું. ક્ષુદ્ર હિમવંત પર્વત તરફ પ્રયાણ કરતાં તે દિવ્યચક્રરત્નને જોઈને ભરત રાજાએ કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા અને તેમને આજ્ઞા આપી-તમે હસ્તિરત્નને તૈયાર કરો સેના તૈયાર કરો, ઇત્યાદિ બધું કથન જાણી લેવું જોઈએ. ભરત નરેશ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરતો જ્યાં ક્ષુદ્ર હિમવાતુ પર્વત હતો ત્યાં પહોંચ્યો. અશ્વરથનો અગ્ર ભાગ જ્યારે શુદ્ધ હિમવત્પર્વતને ત્રણ વાર અથડાયો ત્યારે તેણે વેગથી ચાલતા ત્યારે ઘોડાઓનેરોક્યા. ચારેઘોડાઓને થંભાવીને માગધતીથિિધકારમાં કહ્યા મુજબ તેણે પોતાના ધનુષ ને હાથમાં લીધું. બાણ હાથમાં લીધું, બાણ ને ધનુષ ઉપર સ્થાપિત કર્યું અને પછી ધનુષ ઉપર આરોપિત કરીને તે ઉદાર ઉદુભટ ધનુષ કાન સુધી ખેંચી આમ કરીને તેણે પોતાના બાણને ઉપર આકાશમાં છોડ્યું કેમકે ત્યાંજ ક્ષુદ્ર હિમવગિરિ કુમારનો આવાસ હતો. જે સમયે ભરત રાજાએ બાણ છોડવું તે સમયે તેણે મલ્લ ની જેમ પોતાની કચ્છા ને સારી રીતે બાંધી લીધી. કમરને પણ સારી રીતે કસીને બાંધી લીધી તેણે કૌશેય વસ્ત્ર ધારણ કરેલું હતું. તે વસ્ત્ર સમુદ્રમાંથી પ્રવાહિત થતા વાયુથી મંદ-મંદ રૂપે કંપિત થઈ રહ્યું હતું. એથી ધનુષધારી તે રાજા, એમ લાગતો હતો કે જાણે સાક્ષાતુ ઇન્દ્ર જ ત્યાં ઉપસ્થિત થયો ન હોય ઉપર આકાશમાં ભરત રાજા વડે મુક્ત તે બાણ શીઘ 72 યોજન સુધી જઈને ક્ષુદ્રહિમવન્ત કુમાર દેવના સ્થાનની સીમામાં પડ્યું. જ્યારે તે ક્ષુદ્ર હિમવન્ત ગિરિ કુમારે બાણ ને પોતાની સીમામાં પડેલું જોયું તો તે એકદમ ક્રોધથી રાતો ચોળ થઈ ગયો. રૂષ્ટ થઈ ગયો. યાવતું શબ્દ બાણ ઉપર લખેલા નામને તેણે વાંચ્યું. ત્યારબાદ તેણે ભરતરાજા ને ભેટમાં અર્પિત કરવા માટે સવૌષધિઓને ફળપાકાન્ત વનસ્પતિ વિશેષોને કે જે રાજ્યાભિષે કાદિ વિધિઓ માટે આવશ્યક હોય છે. કલ્પવૃક્ષના પુષ્પોની માળાને, ગોશીષ ચન્દન, કટકોને, યાવતું પદૂહદના જળ ને સાથે લીધાં. અને લઇ ને તે પોતાની સુપ્રસિદ્ધ દેવ ગતિથી ભરત રાજા, પાસે જવા રવાના થયો. યાવતું સત્કાર તથા સન્માન કરીને તે ભરતેન્દ્ર, રાજા તેને વિસર્જિત કરી દે છે. ભરત મહારાજાએ ઘોડાઓ ને ઊભા રાખ્યાં. દક્ષિણ પાર્શ્વસ્થ ઘોડાઓને ખેંચ્યા અને વામપાર્શ્વસ્થ ઘોડાઓને આગળ કર્યા. આ પ્રમાણે કરીને તેણે રથને પાછો ફેરવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org