Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 16o જંબુદ્વિવપનત્તિ- 3/100 રથને પાછો ફેરવીને તે ભરત નરેશ જ્યાં ઋષભકૂટ હતો ત્યાં ગયો. ત્યાં પહોંચીને તેણે ઋષભકૂટ પર્વતનો રથના અગ્ર ભાગથી ત્રણ વખત સ્પર્શ કર્યો ત્રણ વખત સ્પર્શ કરીને પછી તેણે ઘોડાઓને ઊભા રાખ્યા. રથ ઊભો રાખીને તેણે કાકણી રત્નને હાથમાં લીધું.વિશિષ્ટ કાકણી રત્નને લઈને તેણે ઋષભકૂટ પર્વતના પૂર્વ ભાગવર્નો કટક ઉપર મધ્ય ભાગમાં-પોતાનું નામ લખ્યું. એ અવસર્પિણી કાળના તૃતીય આરકના પશ્ચિમ ભાગમાં હું ભરત નામે ચક્રવર્તી થયો છે. અને હું જ અહીં ભરતક્ષેત્રમાં કર્મભૂમિના પ્રારંભમાં સર્વપ્રથમ રાજા થયો છું, સામત્ત વગેરેમાં હું ઈન્દ્ર જેવો છું, મારો કોઈ શત્રુ નથી, ષટુ ખંડ મંડિત આ ભરતક્ષેત્રમાં મારું અખંડ સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. આ પ્રમાણે તેણે પરિચયાત્મક પોતાનું નામ લખ્યું. નામ લખીને પછી તેણે ત્યાંથી પોતાના રથને પાછો વાળ્યો. રથને પાછો વાળીને પછી તે જ્યાં વિજય રૂંધાવારનો પડાવ હતો અને તેમાં પણ જયાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે યાવતુ ક્ષદ હિમવંત ગિરિકુમાર નામક દેવના. વિજયોપલક્ષ્યમાં આઠ દિવસ સુધી મહા મહોત્સવ ઉજવ્યો. જ્યારે આઠ દિવસનો મહામહોત્સવ સમાપ્ત થઈ ગયો ત્યારે તે ચક્રરત્ન આયુધ શાળામાંથી બહાર નીકળ્યું અહીં તે ચક્રરત્ન દક્ષિણ દિશા તરફ વૈતાઢ્ય તરફ રવાના થયું. [101-103] ત્યાર બાદ જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવતુ દક્ષિણ દિશામાં વૈતાઢ્ય ગિરિ તરફ જતું જોયું તો જોઈને તે બહુ જ હૃષ્ટ તેમજ તુષ્ટ ચિત્તવાળો થયો. ત્યાર બાદ જ્યાં વૈતાઢ્ય પર્વતનો ઉત્તર દિશા તરફ નો નિતંબ હતો અધો ભાગ હતો. ત્યાં તે આવ્યો. ત્યાં આવીને તેણે વૈતાઢ્ય પર્વતના ઉત્તર દિશ્વર્તી નિતંબ ઉપર ગિરિ સમીપ-અધઃ પ્રાન્ત માં-દ્વાદશયોજન જેટલી લંબાઈ વાળા અને નવયોજન પ્રમાણવાળા શ્રેષ્ટ નગર જેવા પોતાના સ્કન્ધાવાર નો પડાવ નાખ્યો પછી પૌષધશાળામાં શ્રી મહારાજ ભરત નરેશ કર્યો. પૌષધશાળામાં પ્રવિષ્ટ થઈ ને તે ભરત રાજાએ શ્રી ઋષભ દેવસ્વામીના મહાસામન્ત કચ્છના પુત્ર તેમજ વિદ્યાધરોના રાજા એવા નમિ અને વિનમિને પોતાના વશમાં કરવા માટે અષ્ટમભક્તની તપસ્યા ધારણ કરી. અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરીને પૌષધશાળામાં યાવતું પદ ગૃહીત પદ ગૃહીત તે ભરત રાજા કુશના આસન ઉપર ઉપવિષ્ટ થઈ ગયા સમસ્ત ભૂષણ અને અલંકારોનો તેમણે પરિત્યાગ કર્યો. તેઓ બ્રહ્મચારી બની ગયા ઈત્યાદિ પૂર્વોક્ત સમસ્ત વિશેષણોથી વિશિષ્ટ થયેલા તે ભરત રાજાએ નમિ- વિનમિ રાજાઓને કે જેઓ વિદ્યાધરોના સ્વામી હતા તેમને કેવી રીતે વશમાં કરી શકાય ? કેમ કે તેમની ઉપર બાણ વગેરે શસ્ત્રોનો પ્રયોગ કરી તેમને હણવા, તે ક્ષત્રિયો ચિત ધર્મ નથી એથી સિધુ વગેરે દેવીઓની જેમજ એ બન્ને ને પોતાના વશમાં કરવા માટે જે સાધનોનો ઉપયોગ થઇ શકે તેમાં પ્રવૃત્ત થયા. શ્રીભરત મહારાજાની અષ્ટમ ભક્ત ની તપસ્યા જ્યારે પૂરી થવા આવી ત્યારે નમિ અને વિનમિ બને વિદ્યાધર રાજાઓ દિવ્યાનુભાવજનિત હોવાથી દિવ્ય એવા પોતાના જ્ઞાન વડે પ્રેરિત થઈ ને પરસ્પર એકબીજાની પાસે આવ્યા. હે દેવાનુપ્રિયો ! બૂઢીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્રમાં ચાતુરન્ત ચક્રવર્તી ભરત નામે, રાજા ઉત્પન્ન થાય છે તો આપણો એ આચાર છે અતીત, વર્તમાન અને અનાગત વિદ્યાધર રાજાઓનો કે તેઓ ચક્રવતીઓ માટે ભેટ રૂપમાં રત્નાદિક પ્રદાન કરે તો હે દેવાનુપ્રિય, ચાલો, અમે લોકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org