Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 16 વકારો-૩ પણ ભરત મહારાજા માટે ભેટ અપિએ. આ પ્રમાણે પરસ્પર વિચારવિનિમય કરીને ઉત્તર શ્રેણીના અધિપતિ વિનમીએ સુભદ્રા નામક સ્ત્રીરત્ન પ્રદાન કર્યું અને દક્ષિણ શ્રેણીના અધિપતિ નમિએ રત્ના કટક અને ત્રુટિકો પ્રદાન કર્યું તે સુભદ્રા નામક સ્ત્રી-રત્ન માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત હતું. તેમજ તે સુભદ્રા સ્ત્રી-રત્ન તેજસ્વી હતું તે વિલક્ષણ તેજથી સમ્પન્ન હતું. છત્રાદિ પ્રશસ્તલક્ષણોથી તે યુક્ત હતું. સ્થિર યૌવનવાળું હતું. વાળની જેમ એના નખો અવ ધિષ્ણુ હતાં એના સ્પર્શમાત્રથી જ સમસ્ત રોગો નાશ પામતા હતા. તે બળબુદ્ધિ કરનાર હતું, બીજી સ્ત્રીઓની જેમ તે સુભદ્રા પોતાના ઉપભોક્તા પુરૂષના બળને ક્ષય કરનાર ન હોતી. શીત કાળમાં તે સુભદ્રારત્ન ઉષ્ણ સ્પર્શવાળું રહેતું હતું અને ઉષ્ણ કાળમાં એ શીતસ્પર્શ વાળું થઈ જતું હતું. તેમજ મધ્યમ ઋતુમાં એ મધ્યમ સ્પર્શવાળું થઈ જતું. સુભદ્રા, સ્ત્રી રત્ન મધ્યમાં-કટિ ભાગમાં ઉદરમાં અને શરીરમાં એ ત્રણ સ્થાનો માં કુશ. હતું. ત્રણ સ્થાનોમાં નેત્રના પ્રાન્ત ભાગોમાં, અધરોષ્ઠમો તેમજ યોનિસ્થાનમાં એ લાલ. હતું. તે ત્રિવલિ યુક્ત હતું. ત્રણ સ્થાનોમાં સ્તન જઘન અને યોનિ રૂપ સ્થાનોમાં તે ઉન્નત. હતું. ત્રણ સ્થાનોમાં નાભિમાં સત્ત્વમાં અને સ્વરમાં એ ગંભીર હતું. ત્રણ સ્થાનોમાં રોમા રાજી, અચુક અને કનીનિકામાં એ કૃષ્ણવર્ણોપેત હતું, ત્રણ સ્થાનોમાં દન્ત, મિત અને ચક્ષુ રૂપ સ્થાનોમાં એ શ્વેતવણોપેત હતું. ત્રણ સ્થાનોમાં વેણી, બાહુલતા અને લોચન રૂપ સ્થાનોમાં એ લંબાઈ યુક્ત હતું. તેમજ ત્રણ સ્થાનો માં શ્રેણિચક્ર જઘનસ્થલી અને નિતંબ એ સ્થાનોમાં એ પહોળાઈયુક્ત હતું. સમચતુરસ્ત્ર વાળું હોવાથી એ સુભદ્રારત્ન સમશરીર વાળું હતું. ભરત ક્ષેત્રમાં એ રત્ન સમસ્ત મહિલાઓની વચ્ચે પ્રધાન રત્ન હતું. એના સ્તનો. જઘન અને કદ્ધય એ સર્વે સુંદર હતાં. બને ચરણો ખૂબજ મનોજ્ઞા હતા. બને નેત્રો અતીવ આકર્ષક હતા. મસ્તકના વાળ અને દંત પંકિત વૃષ્ટ પુરુષના ચિત્તને આનંદ આપનારાં હતાં. આ પ્રમાણે એ સુભદ્રારત્ન અતીવ મનોહર હતું. એનો સુંદર વેષ પ્રથમ રસ રૂપ શૃંગારનું ઘર હતું યાવતુ સંગત લોક વ્યવહારમાં એ સુભદ્રારત્ન અતીવ કુશળતા પૂર્ણ હતું. એ સુભદ્રા સ્ત્રીરત્ન રૂપમાં દેવાંગનાઓના સૌંદર્યનું અનુકરણ કરનાર હતું. એવા વિશેષણોથી વિશિષ્ટ તેમજ ભદ્ર-કલ્યાણકારી યૌવનમાં સ્થિત એવા સ્ત્રી-રત્નરૂપ સુભદ્રારત્નને વિનમિએ સાથે લીધું અને મિએ અંક રત્નોને. કટકોને અને ત્રુટિકોને લીધાં. લઈને પછી તેઓ જ્યાં ભરત રાજા હતા પહોંચીને તેઓ નીચે ઉતર્યા નહીં પણ આકાશણાં જ સ્થિર રહ્યાં. ભરત મહારાજને જય-વિજય શબ્દોથી વધામણી આવી. હે દેવાનુપ્રિય ! આપ શ્રીએ વિજય પ્રાપ્ત કર્યો છે. વિનમિએ સ્ત્રી-રત્ન અને નમિએ રત્નાદિકો ભરત રાજા ને ભેટમાં આપ્યાં. ભેટ આપવાની સાથે-સાથે તેમણે અમે બને ક્ષુદ્રહિમવત્પર્વતની સીમામાં આવેલા ઉત્તર શ્રેણિના અધિપતિ વિનમિ અને નમિ વિદ્યાધરાધિપતિઓ છીએ અને હવે અમે આપશ્રીના દેશના જ નિવાસીઓ થઈ ગયા છીએ. “આ પ્રમાણે પોતાની ઓળખાણ આ પ્રમાણે તેમના વડે ભેટમાં સ્ત્રીરત્ન તેમજ રત્નાદિક ને સ્વીકારી ને ભરત મહારાજાએ તેઓ બન્નેનો સત્કાર કર્યો અને તેઓ બન્નેનું સન્માન કર્યું. ત્યાર બાદ બન્નેને પોત-પોતાના સ્થાને જવાનો રાજા એ આદેશ આપ્યો. ભરત રાજા પૌષધ શાળા માંથી બહાર નીકળ્યો. બહાર નીકળી ને તે Jeducation International For Private & Personal Use Only www.jainelibrary.org