Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વકુબારો-૩ 155 છે.એક દિશામાંથી બીજી દિશામાં નસાડી મૂક્યા [84] ત્યાર બાદ તે આપાત કિરાતો કે જેઓ સુષેણ સેનાપતિ થી ઘણાજ હત, મથિત, ઘાતિ પ્રવર યોધાઓ વાળા થઈ ચુક્યા હતા અને યુદ્ધ સ્થળ છોડીને પોતાના પ્રાણોની રક્ષા માટે નાસી ગયા હતા, એવા તેઓ ભયત્રસ્ત થઈ ગયા હતા. પ્રબળ આઘાતથી વ્યાપ્ત થઈ જવાથી સેનાપતિના પ્રબળ પરાક્રમને જોવાથી ત્રસ્ત થઈ ગયા. હતા. કાતર થઈ ગયા હતા. પ્રત્યંગમાં ઘાના પ્રહારો વ્યાપ્ત હતાં તેથી તેઓ પ્રહારો દ્વારા વ્યથિત થઈ ચૂક્યા હતા. હવે અમે એની સાથે યુદ્ધ નહિ કરીએ. આ જાતના નિશ્ચયવાળા થઈ જવાથી તેઓ ઉદ્વિગ્ન બની ગયા હતા, તેમની શારીરિક શક્તિ સંપૂર્ણપણે નાશ પામી હતી, એથી તેમનામાથી આત્મસમુત્પન્ન ઉલ્લાસ સમાપ્ત થઈ ચૂક્યો હતો. તેઓ પુરુષકાર અને પરાક્રમથી સાવ રહિત થઈ ચૂક્યો હતા. પરબળ સામે લડવું હવે સર્વથા અશક્ય છે એ વિચારથી તેઓ અનેક યોજનો સુધી દૂર નાસી ગયા નાસીને પછી તેઓ એક સ્થાને એકત્ર થઈ ગયા. અને એકત્ર થઈને પછી તેઓ સર્વે જ્યાં સિન્થ મહાનદી હતી ત્યાં આવ્યા. વાલુકાયમ સંસ્તારકોને બતાવીને પછી તેઓ સર્વે પોતપોતાના વાલુકામય સંસ્તારકો ઉપર બેસી ગયા. બેસીને ત્યાં તેમણે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણા કરી. તે અષ્ટમભક્તની તપસ્યા ધારણ કરતા ત્રણ દિવસ સુધી અનાહાર અવસ્થામાં રહ્યા. અને તે તપસ્યામાં તેમણે જે તેમના મેઘમુખનામે કુળ દેવતા હતા તેમનું ધ્યાન કર્યું. ત્યારે તે મેઘમુખનામક નાગકુમાર દેવોના આસનો કંપાયમાન થયાં પોત પોતાનું અવધિજ્ઞાન સંપ્રયુક્ત કર્યું. અવધિજ્ઞાનથી આપાતકિરાતા ને જોયા. જોઈને તેમણે પછી પરસ્પર એક-બીજાને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો ! સાંભળો, સર્વે તે આપાતકિરાતો પાસે જઈએ આ પ્રમાણે નિશ્ચય કરીને પછી તેઓ સર્વે ઉત્કૃષ્ટ ત્વરિત યાવતુ દિવ્ય દેવગતિથી ચાલતા ચાલતા જ્યાં જંબૂદ્વીપ હતો અને તેમાં પણ જ્યાં ઉત્તરાદ્ધ ભરતક્ષેત્ર હતું અને તેમાં પણ જ્યાં સિંધુ નામક મહાનદી હતી ત્યાં આવ્યા. ત્યાં પહોંચીને આપાત કિરાતો ને આ પ્રમાણે કહ્યું અમે તમારા કુલદેવતા મેઘમુખ નામક નાકુમાર દેવો. તમારી સામે પ્રકટ થયા છીએ. બોલો, અમે તમારા માટે શું કરીએ. તમારો મનોરથ શો છે? આ પ્રમાણેનું કથન આપાત કિરાતોએ મેઘમુખ નામક નાગકુમાર દેવોના મુખની સાંભળીને અને તે સંબંધમાં સારી રીતે નિશ્ચય કરીને તેઓ સર્વે અતીવ હર્ષિત તેમજ સંતુષ્ઠ થયા યાવતું તેમનાં Æયો હર્ષાવેશથી ઉછળવા લાગ્યાં હે દેવાનુપ્રિયો ! એ કોણ છે? કે જે અમારા વતન ઉપર બલાતું આક્રમણ કરીને વગર મૃત્યુઓ પોતાને મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છે. આને તમે એવી રીતે દૂર નસાડી મૂકો. કે જેથી એ. અમારા વતન ઉપર ફરીથી બલાતું આક્રમણ કરી શકે નહીં. મેઘમુખ નામક નાગકુમાર દેવોએ તેમને આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! એ ભરત નામે રાજા છે. એ પૂર્વ અપર અને દક્ષિણ એ ત્રણે સમુદ્રોને અને ચતુર્થ હિમવાન ને એ ચાર સીમા રૂપ અન્તોને વશમાં કરનાર છે. એથી એને ચાતુરન્ત ચક્રવર્તી કહેવામાં આવેલ છે. એની નિધાન આદિ રૂપ ઋદ્ધિ અતીવ વિપુળ છે. યાવતુ એ મહાસૌખ્ય ભોકતા છે. છતાંએ અમે તમારી પ્રીતિને વશ થઇને ભરત. રાજાને ઉપસગાંન્વિત કરીશું. ત્યાં જઈને તેમણે વૈક્રિય સમુદ્રઘાત વડે પોતાના આત્મ પ્રદેશોને શરીરમાંથી બહાર કાઢ્યા. શરીરમાંથી બહાર કાઢીને પ્રસૃત કરેલા તે આત્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org