Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ વફખારો-૩ હતા. જે જનતાને માન્ય હતા. જે ગિરિગુહાના અંધકારને ચન્દ્ર સૂર્ય અગ્નિ કે અન્ય બીજા મણિઓના પ્રકાશ નષ્ટ કરી શકતા નથી. એ અંધકારને એ પ્રભાવશાળી કાકિણી. રત્ન નષ્ટ કરતું હતું એ કાકણી રત્નની પ્રભા 12 યોજન પ્રમાણ વિસ્તારવાળા ક્ષેત્રને પ્રકાશિત કરતી હતી. એ રત્ન ચક્રવર્તીના સૈન્યમાં રાત્રીમાં દિવસ જેટલો જ પ્રકાશ આપતું હતું ઉત્તર ભારતને વશમાં કરવા માટે એના પ્રકાશમાંજ ચક્રવર્તી તમિસ્ત્ર ગુહામાં સૈન્યસહિત પ્રવેશ કરે છે એવા પૂર્વોક્ત વિશેષણો વાળા કાકણીરત્નને લઈને ચક્રવર્તીને તિમિસ્ત્ર ગુહાના પૂર્વ અને પશ્ચિમ દિશ્વર્તી કમાંડોની દિવાલમાં એક એક અન્તરાલને અને પ૦૦ ધનુષ્યનો વિસ્તારને ત્યજીને 49 મંડળો લખ્યા એ મંડલો. એક-એક યોજન જેટલી ભૂમીને પ્રકાશિત કરે છે. એ મંડળોનો આકાર ચક્રનેમિ જેવો. તેમજ ભાસ્વર હોવાથી ચન્દ્રમંડળ જેવો હતો. આ જાતના મંડળોનું આલેખન કરતો. કરતો તે ભરતચક્રી ગુહામાં પ્રવિષ્ટ થયો. આ પ્રમાણે તે તિમત્ર ગુહા એક યોજનના અંતરાલથી બનાવવામાં આવેલા યાવતુ એક યોજન સુધી પ્રકાશ પાથરનાર તે 49 મંડળોથી આલોકિત થઈ ગઈ. અને જાણે કે તેમાં દિવસનો પ્રકાશ થઈ ગયો હોય તેમ પ્રકાશિત થઈ ગઈ તિમિસ્ત્ર ગુફા અતીવ શીધ્ર આલોક ભૂત અને દિવસના જેવી થઈ પ્રકાશિત થઈ ગઈ [39] તે તિમિસ્ત્ર ગુફના બહુ મધ્ય દેશમાં ઉન્મગ્ના અને નિમગ્ના નામે બે મહાનદીઓ છે. એ બે નદીઓ દક્ષિણ દ્વારના તોકથી 21 યોજન આગળ અને ઉત્તર દ્વારના તોફકથી 21 યોજન પહેલાં છે. તિમિસ્ત્ર ગુફાના પૌરસ્યભિત્તિ કટકથી નીક ળીને એ નદીઓ પાશ્ચાત્ય ભિત્તિ પ્રદેશમાં થઈ તે સિંધુ મહાનદીમાં પ્રવેશ કરે છે. ઉન્મગ્ન મહાનદીમાં તૃણ, પત્ર, કાષ્ઠ, પત્થરના કકડ, અશ્વ, હાથી, યોદ્ધા અથવા. સામાન્ય કોઈ પણ મનુષ્ય નાખવામાં આવે તો તે ઉન્મજ્ઞા નદી, તેમને આમ-તેમ ફેરવી, -દૂર કોઈ સ્થળમાં-નિર્જળ પ્રદેશમાં નાખી દે છે. એથી જ હે ગૌતમ ! એ નદીનું નામ ઉન્મગ્ના કહેવામાં આવ્યું છે. જે કારણથી નિમગ્ન મહાનદીમાં તણ, પત્ર, કાષ્ઠ, પથ્થર ના નાના-નાના કકડા અશ્વ, હાથી યોદ્ધા અથવા સામાન્ય કોઈપણ મનુષ્ય નાખવામાં આવે તો નિમગ્ન નામક મહાનદી ત્રણ વખત તેમને આમ-તેમ ફેરવીને પોતાની અંદર જ સમાવી લે છે. એથી જ એ મહાનદીનું નામ નિમગ્ન કહેવામાં આવ્યું છે. એ બને નદીઓ ત્રણ યોજન જેટલી વિસ્તારવાળી છે. ગુફાના આયામ અને વિસ્તાર જેવા જ એમના વિસ્તાર અને આયામ છે. તેમજ એ મહાનદીઓ બે યોજન જેટલા અંતરવાળી છે. ગુફાના મધ્યદેશમાં એ મહાનદીઓ છે. જ્યારે ભરતરાજાએ બને નદીઓને દૂરાવગાહ જાણી ત્યારે ચક્રરત્નથી જેને માર્ગ બતાવવામાં આવી રહ્યો છે અને જેની, પાછળ-પાછળ હજાર રાજા-મહારાજાઓ ચાલી રહ્યા છે, એવો તે ભરત સેના તેમજ રાજા મહારાજાઓની તીવ્ર ચાલથી થતા સિંહનાદ જેવા અવ્યક્ત ધ્વનિથી તથા કલર વથી સમુદ્રની જેવા ધ્વનિને પ્રાપ્ત થયેલ ન હોય એવી ગુફને મુખરિત કરતો સિંધુ મહાનદીના પૂર્વ તટ ઉપર કે જ્યાં ઉત્પન્ના નદી હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને તેણે વર્ધ્વરિત્નને બોલાવ્યો. વિદ્ધકરત્નને બોલાવીને કહ્યું તમે શીધ્ર ઉન્મજ્ઞા અને નિમગ્ના નદીની ઉપર અનેક હજારો સ્તંભોવાળા. અચલ અકેપ તેમજ દ્રઢ કવચની જેમ અભેદ્ય એવા બે પુલો તૈયાર કરો એ પુલોના ઉભયપાર્થોમાં આલંબનો હોય કે જેથી તેમની ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org