Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 148 જંબુદ્વિવપન્નત્તિ-૩૭૬ તે નૌકા ઉપર સવાર થઈને સિંધૂ મહાનદીને પોતાના બળ અને વાહન સાથે પાર કરીને જેની આજ્ઞા અખંડિત છે, એવો તે સેનાપતિ ક્યાંક ગ્રામ, નગર પર્વતોને, ક્યાંક ખેટકબટ, મહંબોને ક્યાંક પટ્ટનોને તેમજ સિંહલકોને- બર્બરોને-પ્લેચ્છ જાતીયલોકોના આશ્રય ભૂત તેમજ પ્રવરમણિરત્ન તથા કનકના ભંડારો અએવ પરમ રમ્પ એવા અંગે લોકોને, બલાવ લોકને તેમજ યવનદ્વીપને આરબકોને- રોમકોને અને અલસંદેશ નિવાસઓને તથા પિખુરોને. કાલમુખે ને જોનકોને- તથા ઉત્તર વૈતાદ્યમાં સંશ્રિત-મ્લેચ્છ જાતિઓને તેમજ નૈઋત્ય કોણથી માંડીને સિંધુ નદી જ્યાં સાગરમાં મળે છે ત્યાં સુધીના સર્વ પ્રદેશને અને સર્વશ્રેષ્ઠ કચ્છ દેશને પોતાના વશમાં કરીને તે પાછો આવી ગયો. વિનય સહિત જેણે પોતાના દ્ધયની અંદર સ્વામિન ભક્તિ ધારણ કરી રાખી છે. એવા તે સુષેણ સેનાપતિએ ભેંટમાં પ્રાપ્ત કરેલા સર્વ પ્રભુતોને આભરણોને ભૂષણોને તેમજ રત્નોને લઈને તે સિંધુ નદીને પાર કરી એ સુષેણ સેનાપતિ અક્ષત શાસન તેમજ અક્ષત બળ સમ્પન્ન હતો. સેનાપતિએ જે ક્રમથી વિજય પ્રાપ્ત કર્યો હતો. તે ક્રમથી બધા સમાચારો વિગતવાર રાજાને કહ્યા. સર્વ સમાચાર કહીને અને ભેટમાં પ્રાપ્ત. સર્વ વસ્તુઓ કહીને અને ભરત રાજાને આપી ને તથા તેમના વડે પ્રચુર દ્રવ્યાદિથી સસ્કૃત થઈને બહુમાન સૂચક શબ્દોથી અને વસ્ત્રાદિકોથી સન્માનિત થઈને તે સુષેણ સેનાપતિ હર્ષસહિત રાજા પાસેથી વિસર્જિત થઈને પોતાના મંડપમાં આવી ગયો. ત્યાં આવીને તે સુષેણ સેનાપતિએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું કૌતુક મંગળ અને પ્રાયશ્ચિત કયાં ત્યાર બાદ રાજવિધિ મુજબ ભોજન કર્યું જ્યારે સુષેણ સેનાપતિ ભોજનાદિ કાર્યથી નિવૃત્ત થઈ ગયો ત્યારે તેના શારીરિક અવયવો ઉપર સરસ ગોશીષ ચંદન છાંટવામાં આવ્યું ત્યાર બાદ તે પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ માં ગયો ત્યાં તેણે પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામ ભોગોને ભોગવ્યા એવો જે સમયે તે પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર પહોંચ્યો તે વખતે ત્યાં મૃદંગો વગાડવામાં આવી રહ્યાં હતાં તેના માટે ૩ર પ્રકારના અભિનયોથી યુક્ત નાટકો વિવિધ પાત્રો વડે ભજવવામાં આવી રહ્યાં હતાં. સુંદર તરણ સ્ત્રીઓ તેમાં નૃત્ય કરી રહી હતી. જે વાતને એ સેનાપતિ ઈચ્છતો તે મુજબ જ તે સ્ત્રિઓ નૃત્યાદિ ક્રિયાઓ વડે તેના મનને રંજિત કરતી હતી. તે સુષેણ સેનાપતિ પોતાની ઈચ્છામુજબ પાંચ પ્રકારના શબ્દો સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી સંબંધિત કામ ભોગો ભોગવવા લાગ્યો. [77] એકદા ભરત રાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે શીધ્ર જાવ અને તમિસ્ત્રાગુહાના દક્ષિણ ભાગના દ્વારના કમાંડોને ઉદ્ઘાટિત કરીને પછી મને ખબર આપો. આ પ્રમાણે પોતાના સ્વામી ભરત રાજા વડે આજ્ઞપ્ત થયેલો તે સુષેણ સેનાપતિ હૃષ્ટ-તુષ્ટ તેમજ ચિત્તમાં આનંદિત થયો. યાવતુ-હે સ્વામિનું આપશ્રીએ મને જે આદેશ આપ્યો છે, હું તે આદેશનું યથાવતું પાલન કરીશ આ પ્રમાણે કહીને તેણે પ્રભુની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી લીધી તરત જ બહાર આવી ગયો બહાર આવીને તે જ્યાં પોતાનો આવાસ અને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો ત્યાં આવીને તેણે રો હાથ પ્રમાણે દર્ભાસન પાથર્ડ યાવતું કૃતમાલ દેવને વશમાં કરવા માટે તેણે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરી લીધી. અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરીને પૌષધશાળામાં પૌષધવૃત વાળો તે બ્રહ્મચારી યાવતુ મણિમુક્તાદિ અલકારોથી રહિત બનેલો તે મનમાં કૃતમાલ દેવનું ધ્યાન ફરવા લાગ્યો અહીં જે પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org