Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 146 જંબુઢીવપન્નત્તિ- 375 વિશેષોના ધ્વનિ પ્રતિધ્વનિ રૂપ શલ્વે દ્વારા ગગનતલને સપૂરિત કરતું ઉત્તર પૂર્વ દિશામાંચિત વૈતાઢ્ય પર્વતની તરફ ચાલ્યું. સિધુ દેવીના ભવનથી વૈતાઢ્ય સુર સાધન માટે વૈતાઢ્યસુરાવાસભૂત વૈતાઢ્ય કૂટ તરફ પ્રયાણ કરતાં ચક્રરત્ન ને ઈશાન દિશામાં જ સરલતા થઈ. એથી જ તે આ માર્ગથી ગયું. ત્યારબાદ તે ભરતચક્રી વાવતુ જ્યાં વૈતાદ્ય પર્વતનો દક્ષિણાદ્ધ ભારતનો પાર્ષવતી નિતમ્બ-મૂળભાગ હતો ત્યાં આવ્યો. પડાવ નાખીને વાવતુ તેણે વૈતાઢયગિરિ કુમારદેવની સાધના માટે અષ્ટમભક્ત વ્રત ધારણ કર્યું. અષ્ટભક્ત ધારણ કરીને પૌષધશાળામાં પૌષધવ્રતવાળા એથી બ્રહ્મ ચારી તેમજ દર્ભના સંથારા ઉપર સમાસીન રા હાથ પ્રમાણ દભસિન ઉપર સ્થિત. મણિમુક્તા આદિ અલંકારોથી વિહીન થયેલા એવા તે ભરતચક્રી પૂર્વમાં કહ્યાં મુજબ જ વૈતાઢ્યગિરિ કુમારદેવના ધ્યાનમાં એકચિત્ત થઈ ગયા. ત્યારે વૈતાઢ્યગિરિ કુમાર દેવનું આસન કંપાયમાન થયું. ત્યાર બાદ જે પ્રમાણે સિધુ દેવીના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે જ અહીં પણ સમજવું. જ્યારે વૈતાઢ્યગિરિ કુમાર દેવના વિજયોપલક્ષ્યમાં 8 દિવસનો મહા મહોત્સવ સમ્પન્ન થઇ ચુક્યો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન પશ્ચિમ દિશામાં વર્તમાન તિમિત્રા ગુહાની તરફ પ્રસ્થિત થયું જ્યારે ભરત રાજાએ તે દિવ્ય ચક્રરત્નને યાવતુ પશ્ચિમ દિશામાં તમિત્રા ગુહા તરફ જતું જોયું જોઈને તે હર્ષિત તેમજ સંતોષિત ચિત્ત થયેલો યાવતુ તેણે તમિસ્રા ગુહાની પાસે જ તેનાથી વધારે દૂર પણ નહિ અને અધિક નિકટ પણ નહિ પણ સમુચિત સ્થાનમાં પડાવ નાખ્યો. યાવત્ કૃતમાલદેવને સાધવા માટે તેણે અષ્ટમભક્તની તપસ્યા સ્વીકાર કરી કૃતમાલદેવનું આસન કંપાયમાન થયું. અહીં વૈતાગિરિ કુમારદેવના પ્રકરણમાં જે પ્રમાણે કથન કહેવામાં આવ્યું છે, અહીં સમજી લેવું જોઈએ. પ્રીતિદાનમાં તેણે ભરત રાજાને આપવા માટે સ્ત્રીરત્ન માટે રત્નમય 14 લલાટ-આભરણો જેમાં છે એવા અલંકાર ભાંડ-આભરણ કરંડક, કટકો, યાવતું આભ રણો લીધાં. એ સર્વ આભરણોને લઈને તે કૃતમાલદેવ તે દેવપ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આદિ વિશેષણોવાળી ગતિથી ચાલતો ચાલતો તે ભરત રાજા પાસે આવ્યો. ઈત્યાદિ સર્વકથન જાણી લેવું જોઈએ. [36] કૃતમાલદેવને સાધ્યા પછી ભરત મહારાજાએ શ્રેણી પ્રશ્રેણીજનોને આઠ દિવસનો મહામહોત્સવ આયોજિત કરવાની આજ્ઞા આપી. ભરત મહારાજની આજ્ઞા મુજબ મહામહોત્સવ સપૂર્ણ થઈ જવાની. રાજાને ખબર આપી ત્યારે ભરત રાજાએ સુપેણ નામક સેનાપતિને બોલાવ્યો. અને બોલાવીને તેને કહ્યું. હે દેવાનુપ્રિય ! તમે સિધુ મહાનદીના પશ્ચિમ દિગ્ગત ભરતક્ષેત્ર ખંડરૂપ નિષ્ફટ પ્રદેશનો કે જે પૂર્વમાં અને દક્ષિણમાં સિન્થ મહાનદી વડે પશ્ચિમ દિશામાં પશ્ચિમ સમુદ્ર વડે અને ઉત્તર દિશામાં વૈતાઢ્ય નામક ગિરિ વડે વિભક્ત છે, તેમજ ત્યાંના બીજા સમવિષમરૂપ અવાન્તર ક્ષેત્રોને અમારે અધિન કરો. અમારી આજ્ઞા વશવર્તી બનાવીને ત્યાંથી તમે નવીન રત્નોને દરેક પ્રકારની ઉત્કૃષ્ટતમ વસ્તુઓને ગ્રહણ કરો આ પ્રમાણે ભરત દ્વારા આજ્ઞપ્ત. થયેલો તે સેનાપતિ સુષેણ કે જેનો યશ ભરતક્ષેત્રમાં પ્રખ્યાત છે એના જેના પ્રતાપથી. ભરતની સેના પરાક્રમ શાલી માનવામાં આવે છે. જે સ્વયં તેજસ્વી છે, જેનો સ્વભાવ ઉદાત્ત છે. વિપુલ આશયવાળો છે, શરીર સંબંધી તેજથી તેમજ સત્યાદિ લક્ષણોથી જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org