Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 144 જબુતીવપતિ- 373 વાસુદેવના ચક્રરત્ન જેવા ગોળ હતા. એમાં જે જાલ સમૂહ હતો તે કર્કેતન ચન્દ્રકાંતાદિ, મણિઓથી ઈન્દ્રની સુંદર આકારવાળો હતો. એની ધુરા પ્રશસ્ત હતી, વિસ્તીર્ણ હતી અને સમ-વકતા રહિત હતી. શ્રેષ્ઠ પુરિની જેમ એ સુરક્ષિત હતો. બળદોના ગળામાં નાખેલી રાશ સુષ્ઠ કિરણવાળા તપનીય સુવર્ણની બનેલી હતી. કંકટક-સન્નાહ કવચોની એમાં રચના થઈ રહી હતી. પ્રહરણોથી-અસ્ત્ર-શસ્વ આદિ કોથી પરિપૂરિત હતો. એમાં જે ચિત્રો બનેલાં હતાં, તે કનક અને રત્નનિર્મિત હોવાથી અત્યંત રમણીય લાગતા હતા. એમાં જે ઘોડાઓ જોતરેલા હતા, તે હલીમુખ, બગલા, ગજદન્ત, મુક્તા હાર વિશેષ એ સર્વ પદાથો જેવા ઉજ્જવળતા વાળા હતાં. જેવી દેવોની, મનની, વાયુની ગતિ હોય છે, તેમની ગતિ ને પણ પરાસ્ત કરનારી એમની ચપળતાભરી શીવ્ર ગતિ હતી. તે ચાર ચમરોથી તેમજ કનકોથી એમના અંગો વિભૂષિત હતા. એવા વિશેષણ વિશિષ્ટ ઘોડાઓથી તે રથ યુક્ત હતો. એ રથ છત્ર સહિત હતો, ધ્વજા સહિત હતો, ઘંટાઓથી યુક્ત હતો. પતાકાઓથી મંડિત હતો, એમાં સંધિ ઓની યોજના સરસરીતે કરવામાં આવી હતી. જેવો ઘોષ યથોચિત સ્થાન-વિશેષમાં નિયોજિત સંગ્રામવાદ્ય વિશેષનો હોય છે, તે જ પ્રમાણેનો એનો ગંભીર ઘોષ હતો. સુંદર ચકયુક્ત એનું નેમી મંડળ હતું. એના યુગના બને ખૂણાઓ અતીવ સુંદર હતા. એના બને તુંબ શ્રેષ્ઠવજ રત્નથી આબદ્ધ હતા. એ રથ શ્રેષ્ઠ સુવર્ણથી ભૂષિત હતો. એ શ્રેષ્ઠ શિલ્પી દ્વારા નિર્મિત હતો. શ્રેષ્ઠ ઘોડાઓ એમાં જોતરેલ હતા. શ્રેષ્ઠ નિપુણ સારથિ હતો. તે શ્રેષ્ઠ મહારથ ઉપર તે સુરાજા છ ખંડાધિપતિ ભરત સવાર થયો.સવવયવ યુક્ત એવા તે ચાર ઘંટાઓથી મંડિત રથ ઉપર સવાર થયો. એ પૂર્વ કથિત પાઠ મુજબ દક્ષિણ દિશા તરફ મુખ કરીને વરદામ નામક અવતરણ માર્ગથી પસાર થઈને લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થયા. યાવતું તેમના રથના કૂપરાકારવાળા રથાવયવોજ ભીના થયા થાવતું ત્યાં તેમણે વરદામ તીથધપ દેવનું પ્રીતિપાદન સ્વીકાર કરેલ છે. યાવતુ તે સર્વ શ્રેણિપ્રશ્રેણિ જનો વરદામતીથીધિય દેવના વિજયપલક્ષ્યમાં આઠ દિવસનો મહોત્સવ કરે છે. તે આઠ દિવસનો મહોત્સવ સમાપ્ત થયો ત્યારે તે દિવ્ય ચક્રરત્ન આયુધ ગૃહશાળામાંથી બહાર નીકળે છે. ત્યાંથી બહાર નીકળીને તે આકાશતલમાં વાવતું સ્થિત રહીને જ દિવ્ય ત્રુટિત વાદ્યવિશેષના શબ્દ શનિનાદથી અમ્બર તલને સમ્પરિત. કરતું ઉત્તર પાશ્ચાત્યાદિશા તરફ એટલે કે વાયવ્ય દિશા તરફ આવેલા પ્રભાસતીર્થ તરફ ચાલવા લાગે છે. ત્યાર બાદ તે ભરતચક્રી જ્યારે પોતાના દિવ્ય ચક્રરત્નને ઉત્તર પાશ્ચાત્યદિશા તરફ એટલે કે પ્રભાસતીર્થ તરફ પ્રયાણ કરતું જુવે છે ત્યારે પહેલાં કહ્યું છે તે પ્રમાણે જ તે સર્વકાર્ય સમ્પન્ન કરે છે અને પશ્ચિમ દિશા તરફ સન્મુખ થઈને તે પ્રભાસતીર્થથી લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે ત્યાં પહોંચીને તે પોતાના ઘોડાઓને થોભાવે છે રથ ઊભો રાખીને તરત જ તે પોતાના હાથમાં ધનુષ લે છે અને તે ધનુષ ઉપર બાણનું આરોપણ કરે છે અને ત્યાર બાદ બાણ લક્ષ્ય તરફ છોડે છે. તે બાણ પ્રભાસ તીથાધિપદેવકુમારના ભવનમાં પડે છે. જેમ પહેલાં કહેવામાં આવ્યું છે બધું સમજી લેવું ત્યાર બાદ ભરતચક્રી ત્યાંથી પોતાના રથને પાછો વાળીને સેનાનો પડાવ હતો ત્યાં આવ્યો ઈત્યાદિ સર્વ કથન જેવું માગધતીથદવના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેવું જ અત્રે જાણી લેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org