Book Title: Agam Deep 18 Jambudwippannatti Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 142 જબુતીવપનતિ- 3627 થયા. તેઓ રાજેદિત આઠ દિવસ સુધીના મહા મહોત્સવની વ્યવસ્થામાં તલ્લીન થઈ ગયા. ત્યાર બાદ તે ચક્રરત્ન કે જેનું અરકીનિવેશ સ્થાન વિજય છે, આયુધશાળામાંથી બહાર નીકળ્યું. હવે તે ચક્રરત્ન કેવું હતું. એના જે અરકો હતા તે લો હિતાક્ષરત્નોના હતા. એની નેમિ-ચક્રધારા-જંબૂનદ સુવર્ણની બનેલી હતી. તે અનેક મણિઓથી નિર્મિત અન્તઃ પરિધિ રૂપ સ્થાલથી યુક્ત હતું મણિ અને મુક્તાજાલોથી પરિભૂષિત. હતુંદ્વાદશ પ્રકારના ભમ્ભા મૃદંગ વગેરે સૂર્ય-સમૂહ નો જેવો એનો અવાજ હતો. સુદ્રઘંટિકાઓથી એ વિરાજિત હતું. એ દિવ્ય અતિશયરૂપમાં પ્રશસ્ત હતું મધ્યાહ્ન. ના સૂર્યની જેમ એ ચક્રરત્ન પણ તેજોવિશેષથી સમન્વિત હતું. એ ગોળ આકારવાળું હતું, અનેક મણિઓ તેમજ રત્નોથી ઘટિકાઓના સમૂહથી એ ચારે બાજુઓથી વ્યાપ્ત હતું, સર્વ ઋતુઓના સુરચિત કુસુમોની માળાઓથી એ સુશોભિત હતું. એ આકાશમાં અવસ્થિત હતું પરિવૃત્ત હતું. દિવ્યતૂર્ય વાદ્ય વિશેષોના શબ્દથી તેમજ તેમની સંગત ધ્વનિઓથી તે અંબરતલને પૂરિત કરતું હતું એવું એ ભરત ચક્રવર્તીનું પ્રથમ-આદ્ય તેમજ સર્વરત્નોમાં શ્રેષ્ઠ, વૈરિઓ ઉપર વિજય મેળવવામાં સર્વત્ર અમોઘ શક્તિ ધરાવનાર હોવાથી એ પ્રધાન ચક્રરત્ન હતું એવું આ ચક્રરત્ન જ્યારે માગધતીથકુમારને ભરત ચક્રવર્તીએ પોતાના વશમાં કરી લીધો. ત્યાર બાદ તે આનંદના ઉપલક્ષ્યમાં આઠ દિવસનો મહા મહોત્સવ સમ્પન્ન કરવામાં આવ્યો, એના પછી તે ફરી આયુધશાળા ગૃહમાંથી બહાર નીકળ્યું, નીકળીને તે નૈઋત્યકોણને આશ્રિત કરીને વરદાન તીર્થ તરફ ચાલવા લાગ્યું. [68-73 ત્યાર બાદ ભરત રાજાએ જ્યારે ચક્રરત્નને નૈઋત્ય કોણ તરફ વરદામ તીર્થ તરફ જતાં જોયું ત્યારે જોઈને તેણે પોતાના કૌટુંબિક પુરષોને, પ્રધાન રાજ સેવકોને બોલાવ્યા. આ પ્રમાણે. કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે યથા શીધ્ર ચાતુરંગિણી સેના સુસજ્જિત કરો. તે ભરત ચક્રવતી પૂર્વોક્ત સ્નાનાધિકાર સૂત્ર પરિપાટી મુજબ સ્નાનાદિક વિધિને બતાવીને યાવતુ ધવલ મહામેઘથી વિનિર્ગત ચન્દ્રની જેમ ધવલી કત તે મજ્જન ગૃહમાંથી બહાર નીકળ્યો અને નીકળીને પછી તે ગજપતિ ઉપર આરૂઢ થયો. જ્યારે તે ગજપતિ ઉપર બેસી ગયો ત્યારે તેની ઉપર છત્રધારકોએ કોરેટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્રો તાણ્યાં. તેમજ આગળ-પાછળ અને બન્ને પાર્શ્વભાગ તરફ ચામર ઢોળનારાઓએ શ્વેત શ્રેષ્ઠ ચામર ઢોળવા માંડ્યા. તે ભરતચક્રી કેવો હતો ? જેમણે પોત-પોતાના હાથોમાં ઢાલો લઈ રાખી છે, શ્રેષ્ઠ કમરબંધથી જેમનો કટિ ભાગ બહુ જ કસીને બાંધવામાં આવ્યો છે. તેમજ વંશની શલાકાઓથી નિર્મિત જેમના ખેટકો બાણો છે તેમજ જે મજબૂત કવચથી સુસજ્જિત છે. એવા સહસ્ત્રો યોદ્ધાઓથી તે ભરત ચકી યુક્ત હતો. ઉન્નત તેમજ પ્રવર શ્રેષ્ઠ મુગુટ-રાજચિન્હ વિશેષિત શિરોભૂષણ. કિરીટ-સદશ શિરોભૂષણ પતાકા લઘુપતાકાઓ, વિશાળ પતાકાઓ વૈજયંતી નાની બે પતાકાઓથી યુક્ત પતાકાઓ ચામર તેમજ છત્ર એ સર્વની છાયાથી તે યુક્ત અસિતલવર ક્ષેપણી ગોકૂણ, ખગ-સામાન્ય તલવાર ચાપ-ધનુષ્ય, નારાચ-આખું લોખંડું બનેલું બાણ, કણ ક-બાણ ધનુષ-બાણાસન તૂણ-શર- એ સર્વ પ્રહરણોથી કે જે કાળા, નીલા, લાલ, પીળા અને શ્વેત રંગોમાં અનેક સહસ્ત્રો ચિલોથી યુક્ત હતાં. એ સહસ્ત્રોની સંખ્યામાં હતાં એવાં શસ્ત્રોથી તે ભરત ચક્રી યુક્ત હતો. જ્યારે ભરત ચક્ર. આ બધી યુદ્ધ-સામગ્રીથી સુસજ્જ થઈને જઈ રહ્યો હતો, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org